Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે
    • લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી
    • Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો
    • Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા
    • ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!
    • 03 મેનું પંચાંગ
    • 03 મેનું રાશિફળ
    • ગુજરાતના ધારાસભ્યો હવે ‘Vande Bharat’ and ‘Tejas’ માં એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, May 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»ભારતે ૪૮ રને જીતી ચોથી ટી-૨૦ મેચ, ઓસ્ટ્રેલિયાને ખરાબ રીતે હરાવ્યું
    ખેલ જગત

    ભારતે ૪૮ રને જીતી ચોથી ટી-૨૦ મેચ, ઓસ્ટ્રેલિયાને ખરાબ રીતે હરાવ્યું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 6, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આ જીત સાથે હવે સિરીઝમાં ભારતે ૨-૧થી સરસાઈ મેળવી : છેલ્લી મેચ ૮ નવેમ્બરે રમાશે : જો ભારત તે મેચ જીતશે તો સિરીઝ પર કબજો જમાવશે

    Kairara, તા.૬

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની ટી૨૦ સિરીઝની ચોથી મેચ કૈરારા (ગોલ્ડ કોસ્ટ)ના હેરિટેજ બેંક સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયાએ ૪૮ રનથી જીત મેળવી છે. આ જીત સાથે હવે સિરીઝમાં ભારતે ૨-૧થી સરસાઈ મેળવી લીધી છે.

    હવે છેલ્લી મેચ ૮ નવેમ્બરે રમાશે. જો ભારત તે મેચ જીતશે તો સિરીઝ પર કબજો જમાવી લેશે. આ મેચમાં ટોસ ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિચેલ માર્શે જીત્યો હતો. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયા સામે ૧૬૮ રનનો ટાર્ગેટ રાખ્યો હતો. તેને ઓસ્ટ્રેલિયાની ટીમ ચેઝ ન કરી શકી અને ૧૧૯ રન પર ઓલઆઉટ થઈ ગઈ.

    ઓસ્ટ્રેલિયાની ઈનિંગની શરૂઆત મેથ્યુ શોર્ટ અને મિચેલ માર્શે કરી. બંનેએ શાનદાર શરૂઆત કરી. પરંતુ પાંચમી ઓવરમાં અક્ષર પટેલે શોર્ટની વિકેટ ઝડપી. શોર્ટ ૨૫ રન બનાવીને આઉટ થયો. નવમી ઓવરમાં અક્ષરે ફરી ઓસ્ટ્રેલિયાને એક ઝટકો આપ્યો અને ઇંગ્લિશ આઉટ થઈ ગયો. ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર ૬૭ રન હતો. દસમી ઓવરમાં શિવમ દુબેએ કેપ્ટન માર્શની વિકેટ ઝડપી. માર્શ ૩૦ રન બનાવીને આઉટ થયો. બારમી ઓવરમાં શિવમ દુબેએ ટિમ ડેવિડની વિકેટ લીધી. ડેવિડ ૧૪ રન બનાવીને ચાલ્યો ગયો. ત્યારબાદ ૧૪મી ઓવરમાં અર્શદીપે ફિલિપની વિકેટ ઝડપી લીધી. ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર ૯૮ રન હતો. ૧૫મી ઓવરમાં વરુણે ઓસ્ટ્રેલિયાને છઠ્ઠો ઝટકો આપ્યો અને મેક્સવેલને બોલ્ડ કર્યો.

    ત્યારબાદ ૧૭મી ઓવરમાં સુંદરે સ્ટોઇનિસને આઉટ કર્યો. આગલી જ બોલ પર તેણે બાર્ટલેટની પણ વિકેટ ઝડપી લીધી. ૧૮મી ઓવરમાં બુમરાહને પહેલી સફળતા મળી. જ્યારે તેણે ડ્‌વાર્શુઇસને બોલ્ડ કર્યો. છેલ્લી વિકેટ પણ સુંદરે જ લીધી. ભારતીય બોલરોએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. અક્ષર પટેલને ૧ તો શિવમ દુબેને પણ ૨ સફળતા મળી. જ્યારે સુંદરે ૩ વિકેટ ઝડપી, જ્યારે અર્શદીપ, વરુણ અને જસપ્રીત બુમરાહને ૧-૧ સફળતા મળી.

    આ મેચમાં અભિષેક શર્મા અને શુભમન ગિલે ભારત માટે ઇનિંગની શરૂઆત કરી હતી. મેચની પહેલી જ ઓવરમાં, ઝેવિયર બાર્ટલેટે બેન ડ્‌વારશુઇસના બોલ પર અભિષેક શર્માનો કેચ છોડી દીધો. ત્યારબાદ અભિષેકે ૨૬ રન બનાવ્યા, પરંતુ સાતમી ઓવરમાં એડમ ઝામ્પાએ તેને આઉટ કર્યો. ૧૦ ઓવર પછી, ભારતનો સ્કોર ૭૫-૧ હતો. ભારતને ૧૨મી ઓવરમાં બીજો ઝટકો લાગ્યો જ્યારે શિવમ દુબે ૨૨ રન બનાવીને આઉટ થયો. ભારતનો સ્કોર ત્યારે ૮૮ રન હતો. દુબેએ તેની ઇનિંગમાં એક ફોર અને એક સિક્સર ફટકારી. ભારતને ૧૫મી ઓવરમાં ત્રીજો ઝટકો લાગ્યો જ્યારે શુભમન ગિલ ૪૬ રન બનાવીને આઉટ થયો. ભારતને ૧૬મી ઓવરમાં ચોથો ઝટકો લાગ્યો જ્યારે કેપ્ટન સૂર્યા ૨૦ રન બનાવીને આઉટ થયો. તિલક વર્મા ૧૭મી ઓવરમાં ૫ રન બનાવીને આઉટ થયો. જીતેશે પણ ૩ રન બનાવીને તેનું અનુકરણ કર્યું. ૧૯મી ઓવરમાં સુંદર ૧૨ રન બનાવીને આઉટ થતાં ભારતને સાતમી વિકેટ ગુમાવવી પડી. અંતિમ ઓવરમાં અર્શદીપે પણ પોતાની વિકેટ ગુમાવી દીધી. ભારતે ઓસ્ટ્રેલિયાને ૧૬૮ રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

    ગોલ્ડ કોસ્ટ ટી૨૦માં ભારતની પ્લેઇંગ-૧૧ઃ શુભમન ગિલ, અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટ કીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહ.

    ગોલ્ડ કોસ્ટ ટી૨૦માં ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-૧૧ઃ મિચેલ માર્શ (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, જોશ ઇંગ્લિસ (વિકેટ કીપર), ટિમ ડેવિડ, જોશ ફિલિપ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, બેન ડ્‌વાર્શુઇસ, જેવિયર બાર્ટલેટ, નાથન એલિસ, એડમ ઝામ્પા

    48 runs defeating Australia badly fourth T20 match India won
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026
    રાષ્ટ્રીય

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026
    રાષ્ટ્રીય

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    ગુજરાત

    ગુજરાતના ધારાસભ્યો હવે ‘Vande Bharat’ and ‘Tejas’ માં એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે

    May 2, 2026
    અન્ય રાજ્યો

    Bengal ના ડાયમંડ હાર્બર અને મગરહાટ પશ્ચિમમાં ૧૫ બૂથ પર પુનઃ મતદાન થયું

    May 2, 2026
    ખેલ જગત

    ભારતીય ખેલાડી મોન્ટી દેસાઈને કેનેડિયન ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે

    May 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026

    Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા

    May 2, 2026

    ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!

    May 2, 2026

    03 મેનું પંચાંગ

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.