ખુલ્લી આંખોથી તને સપનાઓ દેખાડી શકું છું
મારું ક્યાં ગજુ છે કે હું તને સાવ છેતરી શકું છું
મન ખોલીને બધી સાચી વાતો તને કહી શકું છું
તારાથી ખાનગી કાંઈ પણ હું ક્યાં રાખી શકું છું
પ્રેમથી કહેને તો બધું જ તારા માટે કરી શકું છું
વટની વાત જો આવીને તો બધું છોડી શકું છું
તારો મળવાથી સાથ સ્વમાનથી જીવી શકું છું
મોત આવે તો એને પણ રોકાવાનું કહી શકું છું
પ્રેમથી સમયની સાથો સાથ હું ચાલી શકું છું
તારા સાથથી સામા પ્રવાહે પણ તરી શકું છું
સાચાને સાથ આપવા ખુલ્લેઆમ લડી શકું છું
ખોટાને ખોટા પાડવા હદ વટાવી પણ શકું છું
પ્રેમની હંમેશા પરીક્ષા મનથી આપી શકું છું
નિ:સંદેશ તારા માટે કાંઈ પણ કરી હું શકું છું
વિશ્વાસથી જ સર્વસ્વ સમર્પણ કરી શકું છું
“નીલદેવ” શ્વાસ જેવો વિશ્વાસ કરી શકું છું
રચના :- નીલકંઠ વાસુકીયા “નીલદેવ” (વિરમગામ)
મો. ૯૮૨૪૮૫૬૨૪૭