Rajkot. તા.10
રાજકોટમાં છેલ્લા બે વર્ષથી માવતરે રહેતી પરિણીતાને મૂળ રાણાવાવના વતની અને હાલ આફ્રિકા રહેતાં પતિ શબ્બીરે ત્રણ વાર તલાકનો મેસેજ કરી તરછોડી દેતાં મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગે મુકરબા શેરી ઝુમ્મા મસ્જીદ પાસે રહેતાં રેશ્માબેન શબ્બીરભાઈ પટેલ (ઉ.વ.38) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે તેના પતિ શબ્બીર હારુન પટેલ (રહે. ઝુમ્મા મસ્જિદ પાસે, રાણાવાવ, પોરબંદર, હાલ કોંગો આફ્રિકા) નું નામ આપી જણાવ્યું હતું કે, તે હાલ તેના પિયરમાં છેલ્લા બે વર્ષથી રહે છે અને એમ.એ.,પી.જી.ડી.સી.એ. સુધીનો અભ્યાસ કરેલ છે.
તેણીના લગ્ન તા.30/05/2021 ના શબ્બીરભાઈ પટેલ સાથે થયેલ અને લગ્ન જીવનથી સંતાનમાં એક દિકરો છે, જે હાલ તેમની સાથે રહે છે. લગ્ન બાદ તેણી પરિવારમાં રહેતા અને લગ્ન બાદ થોડો સમય સારી રિતે રાખેલ બાદમાં પતિ તથા સાસરીયા વાળા નાની નાની બાબતમા ઝઘડાઓ કરતા અને પતિ તેણી પર ખોટી શંકા કરી અવારનવાર મારકુટ કરતા હતાં. તેણીએ ગર્ભવતી હોવાની વાત પતિને કરતા પતિ એ મને કહેલ કે, મારે બાળક જોઈતું નથી, હું તારા માટે ગર્ભપાતની દવા લઈ આવુ તેમ કહેતા તેણીએ ના પાડતા પતિએ મારકુટ કરેલ હતી.
સાસુ તથા નણંદ હલીમાબેન જે રિસામણે છે અને તેઓની સાથે જ રહેતા હોય તેઓ બન્ને પણ અવાર નવાર કામકાજ બાબતે ઠપકો આપતા અને કહેતા કે, તને કઈ આવડતુ જ નથી કહી મેણા ટોણા મારતા અને પતિને તેમની વિરુધ્ધ ચડામણી કરતા હતાં. બન્ને પતિ-પત્નિ વચ્ચે ઝઘડાઓ થતાં ત્યારે જેઠ લતીફ પટેલ જે અપરણીત છે તેઓ પણ અવાર નવાર ઘરકામ કરતી હોય ત્યારે ઝઘડો કરી ગાળો આપતા હતાં. તેણીના પતિ અને સાસરીયાવાળાએ માનસિક-શારિરીક દુ:ખ ત્રાસ આપી ઘરમાથી કાઢી મુકેલ હતી.
ત્યારે તેણીએ મહિલા પોલીસમાં અરજી આપેલ હતી. બાદમાં બંને વચ્ચે સમાધાન થઈ ગયેલ હતું. ત્યારબાદ તા.23/02/2022 ના રાત્રીના સમયે બારેક વાગ્યાની આસપાસ તેણી રાણાવાવ ઘરે હતી ત્યારે તેણીએ પતિને ગીફ્ટમા પેંડલ આપેલ હોય તે પતિને પસંદ ન હોય જેથી સાસુ મરીયનબેનને આપી દિધેલ જેથી તેણીએ પતિને કહેલ કે, તમને પેંડલ પસંદ ન હોય તો હું રાજકોટ જવાની છુ ત્યારે બદલાવી આપીશ તેમ કહેતા પતિએ બોલાચાલી કરેલ અને ઢીકાપાટુનો માર મારી ગળુ દબાવેલ હતું.
જેથી તેણી તેના પતિ અને સાસરીવાળા વિરુધ્ધ પોલીસમાં અરજી આપેલ હતી. બાદમાં તેણીએ તેના ભાઈને ફોન કરતાં તે રાણાવાવ પોલીસ મથકેથી તેડી ગયેલ હતો. જે બાદ તેણીએ રાજકોટ મહિલા પોલીસ મથકમાં સાસરિયાવાળા વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદ દાખલ કર્યા બાદ ગઇ તા.14/02/2023 ના તેના પતિ તેણીને પુત્ર સહિત પિયરથી તેડી ગયેલ અને બાદમાં તેઓ ભાડાના મકાનમાં રહેવા ગયેલ હતાં.
બાદમાં તેણીના પતિ આફ્રીકા નોકરી માટે જવાના હોય જેથી ગઈ તા.11/05/2023 ના તેણી પતિને મુંબઈ એરપોર્ટ મુકવા ગયેલ અને ત્યારે પતિએ કહેલ કે, ત્રણેક મહિના બાદ તને આફ્રીકા બોલાવી લઇસ અને ત્યા સુધી તું તારા માવતરના ઘરે જતી રહેજે જેથી તેણી રાજીખુશીથી માવતરના ઘરે આવતી રહેલ હતી.
ત્યારથી તેણી પિયરમાં રહે છે, બાદમાં પતિ સાથે ફોનમાં વાતચીત કરતા ગઇ તા.08/10/2023 ના રોજ પતિનો કોલ આવેલ જેથી કોલ ઉપાડેલ નહી જેથી પતિએ વોટ્સએપમા મેસેજ કરીને કહેલ કે, તુ ફોન ઉપાડ જેથી પતિને મેસેજ કરીને કહેલ કે, છોકરો રોવે છે, હું ફોન નહી ઉપાડુ જે કામ હોય તે મેસેજમા કહો તો પતિએ કહેલ કે, મારે તારી જરુરત નથી, હું તને તલાક આપુ છુ, એમ કહિ વોટ્સએપ મેસેજથી ત્રણ વાર તલાક, તલાક, તલાક કહી તલાક આપી દિધેલ હતાં.
બાદમાં તેને વોટ્સ એપમાં બ્લોક કરી નાખેલ તો તેને બીજા નંબરથી વોટ્સએપ કરેલ કે, તને તલાક આપુ છું તેમ કહી ત્રણ વાર તલાક, તલાક, તલાક કહેલ અને કહેલ કે સોમવારના તને ડિવોર્સ પેપર મોકલીસ મારે તારી જરુરત નથી, જે બાદ મને કોલ કે મેસેજ ન કરતી અને ત્યારે પતિએ તેના ભાઈ એજાઝ સાથે વાત કરેલ અને કહેલ કે, મે રેશ્માને તલાક આપી દિયેલ છે, હુ ડિવોર્સ પેપર મોકલીસ અને તેણીને કહેલ કે, તુ તારા રસ્તે હું મારા રસ્તે કહિ તલાક આપી દેતાં ફરીયાદ નોંધાવી હતી.