Chotila,તા.07
ગુજરાતના પવિત્ર યાત્રાધામ ચોટીલા ખાતે ૧૨૫ વર્ષથી કાર્યરત શ્રી ચોટીલા પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા નવા બનેલા પ્રકલ્પના ઉદ્ઘાટન તેમજ દાતાઓના સન્માન માટે બે દિવસીય કાર્યક્રમ “કૃતજ્ઞતા ઉત્સવ”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉપસ્થિત રહી સૌ દાતાઓનું અનુમોદન કર્યું હતુ સાથે જ સૌ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતાં.
ચોટીલા સનશાઈન હોટલામાં ઉજવાયેલા ઉત્સવમાં પ્રથમ દિવસે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા જેમાં ગુજરાતના પ્રખ્યાત કલાકારો અમિત બારોટ, હાસ્યકાર ગુણવંત ચુડાસમા, ગોપાલ ગઢવી સહિતના કલાકારોએ ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધાં હતા. બીજા દિવસે પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડનું પાંજરાપોળ દ્વારા વિશેષ સન્માન બાદ તેમને પણ પોતાનની આગવી શૈલીમાં સંબોધન કર્યું હતુ. ચોટીલા પાંજરાપોળના નવા બનેલા શેડનું ઉદ્ઘાટન તેના સંપૂર્ણ દાતા ચોટીલાના દિકરી અને મુંબઈ નિવાસી કુસુમબેન રજનીકાંતભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ ચોટીલાના રાજકોટ સ્થિત ઉદ્યોગપતિ રમજાનભાઈ હાલાણી, રાજવી પરિવારના મહાવીરભાઈ ખાચર, નિમચંદ ઠાકરશી શાહ પરિવારના દિપકભાઈ શાહ, ભાવેશભાઈ શાહ, ભરતભાઈ વિરાણી, ચોટીલાના કંદોઈ પરિવારો, સોની પરિવારો, કાઠી દરબાર સમાજના અગ્રણીઓ, માલધારી સમાજ, મુસ્લિમ સમાજના આગેવાનો સહિત સર્વ સમાજ અને વિશેષ કિન્રર સમાજના અગ્રણી રાઘા માતાજીએ પણ દાનની જાહેરાતો કરી હતી ફકત બે જ કલાકમાં ૫૫ લાખ કરતા વધુ દાનની સરવાણી વહી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન ચોટીલા પાંજરાપોળના ટ્રસ્ટીઓ મુકેશભાઈ શાહ, અક્ષયભાઈ શાહ, જયભાઈ શાહ, હિતેશભાઈ શાહ, ચંદ્રેશભાઈ સંઘવી, વિરલભાઈ શાહ, ભગતભાઈ શાહ, જગદીશભાઈ લાતીવાળા, જયંતભાઈ ગાંઘી સહિત કમિટીના મેમ્બરો હિતેશભાઈ ગોયાણી, રૂપેશભાઇ ખંઘાર, વિરેશભાઈ શાહ, ડો. દેવાંગભાઈ શાહ, દિનેશભાઈ સંઘવી, નિલેશભાઈ શાહ, અજયભાઈ શાહ, પારસભાઈ ખંઘાર, અનીલભાઈ કણસાગરા, બળદેવભાઈ દાવડા, મેનેજર યશવંતભાઈ જાની સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી.