New Delhi,તા.17
કેનેડા સ્થિત ખાલીસ્તાની નેતા હરદીપસિંહ નિજજરની હત્યામાં ભારતની સંડોવણીના આક્ષેપો કરીને ખુદની જાળમાં ફસાઈ ગયેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો સામે ભારતે હવે ડિપ્લોમેટીક આક્રમણ વધારી દીધુ છે અને સમગ્ર વિવાદ માટે ટ્રુડો જ જવાબદાર હોવાનું સ્પષ્ટ જણાવી અમેરિકા સહિતના દેશોને પણ સંદેશ મોકલી આપ્યા છે.
ટ્રુડોએ ખુદે કબુલ્યુ કે, હજુ સુધી નિજજરની હત્યામાં ભારતની સંડોવણી મુદે કોઈ મજબૂત પુરાવા ભારતને સોપાયા નથી. આ અગાઉ કેનેડા અને ટ્રુડોએ ભારત પર બેફામ આક્ષેપો કર્યા હતા અને અમેરિકાએ પણ તે માની લીધા હતા પણ હવે ટ્રુડોની કબુલાત તેના માટે જ મુશ્કેલી સાધી છે અને વિદેશ મંત્રાલયે વળતા પ્રહારમાં જણાવ્યું છે કે કેનેડા વડાપ્રધાન ખુદ સ્વીકારે છે કે કોઈ મજબૂત પુરાવા અપાયા નથી.
તેથી ભારત – કેનેડાના સંબંધોમાં જે તનાવ છે અને જે નુકશાન થઈ રહ્યું છે તેના માટે ખુદ ટ્રુડો જ જવાબદાર છે. ભારતે આરોપ મુકયો કે ટ્રુડો ઘરઆંગણાની મુશ્કેલીઓથી ઘેરાયેલ છે તેથી હવે આ મુદાને રાજકીય હથિયાર બનાવીને ઉપયોગ કરવા માંગે છે.
ખુદ ટ્રુડોએ ગઈકાલે કેનેડાની એક સંસદીય સમીત જે દેશમાં ચુંટણી સહિતના સમયે વિદેશી દરમ્યાનગીરી અંગે તપાસ કરી રહી છે તેની સમક્ષ ટ્રુડોએ કબુલ કર્યુ હતું કે, નિજજરની હત્યા મુદે સરકાર પાસે ભારતની સંડોવણીના સીધા પુરાવા ભારતને અપાયા નથી.
આમ કેનેડા સરકાર હાલમાં જ ગોળીબાર કરતી હતી તે સાબીત થયુ છે અને કેનેડા પાસે ભારતની સંડોવણી અંગે કોઈ મજબૂત પુરાવા જ નથી. ફકત ગુપ્તચર માહિતી હતી અને ભારત તેમાં મદદ કરે તેવી ઈચ્છા હતી.
આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જાયસ્વાલે વળતા પ્રહારમાં કહ્યું છે. ખુદ કેનેડાના વડાપ્રધાને સ્વીકારીને બન્ને દેશોના સંબંધોને તેઓએ જ નુકસાન પહોંચાડયું હતું તે સ્વીકાર્યુ છે અને તેની હવે જવાબદારી ટ્રુડોની જ છે.
અમેરિકા પણ ઠરી ગયું: પન્નુ હત્યા ષડયંત્ર તપાસમાં સહકારથી સંતોષ
કહેવાતો આરોપી ભારત સરકારનો કર્મચારી નથી તે સાબિત
Washington: નિજજર હત્યા કેસમાં કેનેડાની તપાસને ભારત સહકાર આપતુ નથી તેવા અમેરીકાનાં આક્ષેપો તો હવે ખુદ કેનેડીયન વડાપ્રધાનને જ ખોટા ઠરાવી દીધા છે. તો વધુ એક ખાલીસ્તાની નેતા ગુરૂપતવંતસિંહ પન્નુનાં હત્યાના કહેવાતા ષડયંત્રમાં પણ હવે, અમેરીકાએ સ્વીકાર્યું છે.
આ ષડયંત્રમાં જે આરોપીઓ તેને ભારત સરકાર સાથે કંઈ લાગતુ વળગતુ નથી અને તે ભારત સરકારનો કોઈ કર્મચારી પણ નથી. પન્નુના વિવાદમાં ભારતની એક ટીમ વોર્કશાયર પહોંચી હતી.
તેઓએ અમારીકી અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ અમેરીકાના વિદેશ વિભાગનાં પ્રવકતા મેથ્યુ મિલરે પત્રકારો સાથેની વાતચીતમાં ભારતના જવાબથી સંતોષ થયો છે.
આ મુલાકાત ફળદાયી નિવડી છે અને જેના પર આ ષડયંત્રનો આરોપ છે તે ભારત સરકારનો કર્મચારી નથી. હવે આ માહીતી અમેરીકી ન્યાય વિભાગમાં પણ મુકાશે જોકે હજુ પ્રક્રિયા ચાલુ હોવાનું આ અમેરીકી પ્રવકતાએ ક્હયું હતું.

