વાયુ પ્રદૂષણ અને આર્થિક વિકાસમાં સીધો સંબંધ છે. નિર્માણ ઉદ્યોગમાં ઉડતી ધૂળને રોકવામાં આવશે તો કન્સ્ટ્રક્શનનો ખર્ચ વધશે અને આર્થિક વિકાસ સુસ્ત પડશે. એ જ પ્રકારે ગાડીઓ અને ઉદ્યોગોના ઉત્સર્જન અને ખેડૂતો દ્વારા પરાળ બાળવાથી પ્રદૂષણ અવશ્ય થાય છે, પરંતુ ેતનાથી અર્થવ્યવસ્થામાં માલનોખર્ચ ઘટે છે અને આર્થિક વિકાસને ગતિ મળે છે. જોકે પ્રદૂષણનો આ માત્ર સીધો પ્રભાવ છે. આ જ પ્રદૂષણના પરોક્ષ પ્રભાવ આર્થિક વિકાસથી વિપરીત હોય છે. જેમ કે ભારતમાં વાયુ પ્રદૂષિત થવાને કારણે વિદેશી રોકાણકાર અને વિદેશી પર્યટક નથી આવવા માગતા. તે સિવાય સ્વાસ્થ્ય પ્રભાવિત થવાથી લોકોની સરેરાશ ઉંમર ઘટે છે. જે વ્યક્તિ ૭૦ વર્ષ સુધી કામ કરીને આર્થિક વિકાસમાં યોગદાન આપી શકતો હતો, તે વ્યક્તિ પ્રદૂષણને કારણે બીમાર પડવાથી પચાસ વર્ષની ઉંમરમાં જ નિષ્ક્રિય થવા લાગે છે. સમગ્રતામાં જોઇએ તો પ્રદૂષણને રોકવું આર્થિક વિકાસ માટે લાભપ્રદ છે. આ આપણી અદૂરદર્શિતા જ છે કે આપણે પ્રદૂષણના માત્ર સીધા નકારાત્મક પ્રભાવને જ જોઇએ છીએ અને પરોક્ષ નકારાત્મક પ્રભાવની અવગણના કરીએ છીએ.
પ્રદૂષણ પર વધતી ચિંતાને જોતાં સરકારે પોતાના સ્તર પર કેટલાંક પગલાં ઉઠાવ્યાં છે. પહેલું, સૌર ઊર્જાને ઉત્તેજન આપવું, બીજું, ઘરે ઘરે એલપીજી સિલિન્ડર વિતરણ કરવું અને ત્રીજું શહેરોમાં મેટ્રો રેલનો વિસ્તાર. આ પગલાં ઉઠાવા માટે સરકારને ધન્યવાદ, પણ આ પગલાં પૂરતાં નથી. પ્રદૂષણ નિયંત્રણમાં સૌથી મોટીસ મસ્યા અમલની છે. ગાડીઓ દ્વારા પ્રદૂષણ ફેલાવવા વિરુદ્ઘ પોલીસ દ્વારા બહુ ઓછાં પગલાં ભરવામાં આવે છે. એ જ પ્રકારે કન્સ્ટ્રક્શન ઉદ્યોગ માટે પણ વ્યાપક કાયદાકીય જોગવાઇઓ છે, પરંતુ તેને ગંભીરતાથી લાગુ નથી કરાતી. જેમ દિલ્હીના પર્યાવરણ મંત્રીએ એલાન કર્યું કે ૨૧ કન્સ્ટ્રક્શન એકમો પર વાયુ પ્રદૂષણ ફેલાવવા મામલે ૮.૩૫ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. કોઈ કન્સ્ટ્રક્શન પરિયોજનામાં હજારો કરોડ રૂપિયા દાવને જોતાં આ ઊંટના મોંમાં જીરા જેવું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવેલી કમિટીએ ક્યારેક-ક્યારેક કન્સ્ટ્રક્શન, દિલ્હીમાં બદરપુર વીજળી સંય્ત્ર અને ડીઝલ જનરેટરો પર પ્રતિબંધ લગાવ્યો છે, પરંતુ આ સંકટ સમયે ઉઠાવવામાં આવતાં અલ્પકાલીન પગલાં છે. બિલકુલ એવાં જેમ દર્દીને તાત્કાલિક રાહત માટે આઇસીયુમાં ભરતી કરવામાં આવે છે. એવાં પગલાંથી મૂળ સમસ્યાનું સમાધાન નથી થતું. આ જ પ્રકારે ઉદ્યોગો દ્વારા કરાતા પ્રદૂષણથી બચવામાં સમસ્યા ઉપાયોના અમલમાં લાવવાના સ્તરે જોડાયેલી છે. અધિકારી તેમાં કડક પગલાં નથી ભરતા.
અર્થશાસ્ત્રમાં ‘પબ્લિક ગુડ્સ’ એટલે કે સાર્વજનિક બહેતરીની એક અવધારણા છે. જેમ કે એક કરોડ રૂપિયાના ખર્ચે કોઈ સડક બનાવવામાં આવે. જો સડક ન બનાવવામાં આવે તો એના પર જે લાખો લોકો ચાલે છે, તેમના જૂતાં ઘસાય, સમયની બરબાદી અને ગાડીઓના ટાયર ખરાબ થવાનો ખર્ચ માની લો ત્રણ કરોડ આવે છે. એવામાં સડક બનાવવી આર્થિક વિકાસ માટે લાભપ્રદ છે. એક કરોડના ખર્ચથી ત્રણ કરોડનો લાભ મળી શકે છે. આવાં કામોને પબ્લિક ગુડ્સ કહેવામાં આવે છે, જે મુખ્યત્વે સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સરકારની જવાબદારી છે કે જનતા પાસે એક કરોડનો ટેક્સ વસૂલ કરીને સડક બનાવે. તેનાથી જનતા પણ ખુશ થશે, કારણ કે તેને ત્રણ કરોડની બચત થશે, જ્યારે એક કરોડ ટેક્સ આપવો પડશે. આ પ્રકારે આ વિષય નીતિનો નહીં, બલ્કે અમલનો બને છે. સરકારે અદૂરદર્શિતા છોડવી જોઇએ અને વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ માટે પબ્લિક ગુડ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. ગાડીઓ, કન્સ્ટ્રક્શન અને ઉદ્યોગો પર સખ્તાઈ કરવી જોઇએ. આ સખ્તાઈથી જેટલું જનતાને નુક્સાન થશે, એનાથી કેટલાય ગણો વધારે લાભ મળશે. સમસ્યા એ જ છે કે એમના પર કાર્યવાહીથી પરિવહનનો ખર્ચ વધે છે, મકાન બનાવવાનો ખરચ વધે છે અને ઉદ્યોગો દ્વારા ઉત્પાદન ખર્ચ વધે છે અને આર્થિક વિકાસ મંદ પડે છે. તેમ છતાં જો સરકાર એના પર અમલ કરે તો આર્થિક વિકાસને ગતિ મળશે.