થોડા વખત પહેલાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું હતું કે આપણા ઇતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે. ભૂતકાળમાં આ વાત વડાપ્રધાનથી લઈને ગૃહમંત્રી પણ કહી ચૂક્યા છે, પરંતુ ઇતિહાસને યોગ્ય રૂપે રજૂ કરવાનું કામ નથી થઈ રહ્યું અને તે પણ ત્યારે, જ્યારે બધા એ જાણે છે કે સાચા ઇતિહાસની જાણકારીના અભાવમાં લોકો વચ્ચે અણસમજની ખાઈ બની જાયછે. એ લોકો એક થઈ જ નથી શકતા, તેમના સ્વર વિપરિત થવા લાગે છે, જેનાથી એકબીજાને યોગ્ય રીતે સમજી નથી શકતા. સાચો ઇતિહાસ જાણવાની આ મહત્તાથી આપણા નીતિ-નિર્માતા પણ અજાણ છે. નહિ તો આ વિષય પર અહીં આટલી પક્ષાપક્ષી ન હોત. ભારતીય સભ્યતાના શત્રુ આ વિષય વધારે બહેતર રીતે સમજે છે, તેથી તેમણે ઇતિહાસને ખોટો ગણાવવા અને કાલ્પનિક વાતો ફેલાવવા પર ધ્યાન કેન્દ્રિત રાખ્યું. આપણા નેતાઓ-નીતિકારોની અણસમજને કારણે જ તેઓ તેમાં સફળ રહ્યા. શું આ સ્થિતિ બદલાઈ રહી છે? દેશમાં કેટલાક લોકો ઇતિહાસના પઠન-પાઠન માટે ચેષ્ટા કરી રહ્યા છે. ઇતિહાસનાં પાઠ્યપુસ્તકો બનાવી રહેલા વિદ્વાન મિશેલ દાનીનોએ દેશના કેટલાક સ્કૂલી શિક્ષકો સાથે સંવાદ કર્યો. તેમાં તેમણે અનેક ગંભીર પ્રશ્નોનો સામનો કર્યો. એક શિક્ષકે પૂછ્યું કે ‘વિવાદિત મુદ્દાઓ પર બાળકોને કેવી રીતે ભણાવવા?’ દાખલા તરીકે આઝાદી મેળવવામાં મહાત્મા ગાંધી અને ભગત સિંહની ભૂમિકા? શું એ કહેવું યોગ્ય છે કે રાજકારણમાં અહિંસાનો વિજય થયો?’ દાનીનો અનુસાર શિક્ષકે ચુકાદો આપનારા જજ ન બનવું જોઇએ. કોઈ ઐતિહાસિક વ્યક્તિની નિંદા કે પ્રશંસાથી બચવું જોઇએ. છાત્રો સમક્ષ સત્તાવાર તથ્યો મૂકવાં જ યોગ્ય છે, જેથી છાત્રોમાં સત્યના અન્વેષણ પ્રત્યે રુચિ પેદા થાય. કોઇપણ મુદ્દા પર ભરપૂર તથ્યોને જાણ્યા બાદ તે પોતાનો અભિપ્રાય ખુદ બનાવવા માટે સ્વતંત્ર રહે. તેથી, અહીં સમ્રાટ અશોક કે સિકંદરને ‘મહાન’ કહેવા જરૂરી છે. તેનાથી મુશ્કેલીઓ પેદા થાય છે. માત્ર એ ઐતિહાસિક વ્યક્તિઓના કાર્ય અને વિચાર પ્રામાણિક રૂપે સામે મૂકી દેવા યોગ્ય છે. એ જ રીતે, અસુવિધાજનક તથ્યોનો ઢાંકપિછોડો પણ અયોગ્ય છે. જેમ કે ભારતીય ઇતિહાસમાં હજારો મંદિરોનો વિધ્વંસ અથવા સમાજમાં ચાલી રહેલો જાતિગત ભેદભાવ.
ઠોસ તથ્યો રજૂ કરવાં એ જ યોગ્ય શિક્ષણ છે, એનાથી જ લોકો વચ્ચે વિશ્વાસ અને સદ્ભાવ વધે છે, કારણ કે સત્ય કોઈની હાનિ નથી કરતું. જ્યારે મિથ્યાકરણથી શંકા, દ્વેષ અને છળનો અંતહીન ક્રમ બને છે, જેનાથી વહેલામોડા સમાજનું નુક્સાન જ થાય છે. કોઈ ઘટના કે વ્યક્તિ વિશે સત્તાવાર અને પ્રામાણિક તથ્ય રજૂ કરવાં જ લેખક કે શિક્ષકનું કર્તવ્ય છે. તેના કોઈ પ્રશ્ન પર પાઠક પોતે જ જવાબ શોધી લેશે. આ પદ્ઘતિ જ્ઞાનવર્ધક અને રુચિકર રહેશે.
દુર્ભાગ્યવશ સ્વતંત્ર ભારતમાં ઇતિહાસ શિક્ષણ રાજનીતિથી ગ્રસ્ત થતું ગયું. તેનાથી મિથ્યાકરણને ઉત્તેજન મળ્યું. આપણા અભિલેખાગારોમાં કેટલાય દસ્તાવેજો અને પાંડુલિપિઓ વણસ્પર્શી રહી છે. યુવા શોધકર્તાઓ તથા છાત્રોને તેમને ભણવા માટે પ્રેરિત કરવા જોઇએ. તેમના અધ્યયનથી ખબર પડશે કે તમામ પ્રચલિત નિષ્કર્ષ નિરાધાર છે, જેમને રાજકીય ઉદ્દેશ્યથી પ્રચારિત કરાયા. જ્યારે સાચી વાતો અને કડવી સ્મૃતિઓનું દમન થયું. જોકે એવી સ્મૃતિઓ ભૂંસાતી નથી. સમયાંતરે તેઓ કોઈપણ રૂપે જ્વાળઆમુખી થઈને ફાટે છે.
કેટલાક વિદ્વાનો માને છે કે કોઈ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક કે વસ્તુગત ઇતિહાસ નથી હોતો. દરેક લેખનમાં લેખકના કેટલાક આગ્રહ પૂર્વગ્રહ કે ભૂલ હોય જ છે. ભારતીય ઇતિહાસમાં પણ કેટલાયમ ોટા નેતાઓના વિચાર અને તેમના વ્યક્તિગત રાગ-દ્વેષ છે. દેશ-વિભાજન જેવા આકસ્મિક નિર્ણયથી લાખો-કરોડો લોકોની બેહિસાબ હાનિ થઈ. તેના અન્ય ક્રમિક પરિણામોનું વહીખાતું પણ બહુ મોટું છે. તેના તથ્ય અને બોધપાઠ ગંભીરતાથી જાણવા, સમજવા અને વિચાર કરવા યોગ્ય છે. તેને બદલે માત્ર ગુલાબી રંગની અર્ધસત્ય જીવનકથાઓ ભણાવવી ધરાર અહિતકર છે.
ઇતિહાસના મિથ્યાકરણ અને દેશની નવી પેઢીને તેમના પૂર્વજોના વાસ્તવિક અનુભવોને જાણવાથી વંચિત રાખવા દરેક સ્થિતિમાં ખોટું છે. યુવા પેઢીને માત્ર ગપગોળામાં ગૂંચવી રાખનારા સાહિત્યકાર, ઇતિહાસકાર અને નેતા ભૂલ કરે છે. કઠોર વાસ્તવિકતાઓ, અપ્રિય પ્રવૃત્તિઓ પણ માનવ જીવનનું અભિન્ન અંગ રહી છે. સાચું શિક્ષણ પલાયનવાદી ન હોઈ શકે. યથાર્થ ઇતિહાસ અને જનજીવનમાં રાજકીય ઉદ્દેશ્યોથી કાપીકૂપી, રંગરોગાન કરવું અંતે હાનિકારક સાબિત થાય છે, પરંતુ અહીં લાંબા સમયથી ઇતિહાસ અને વર્તમાનના અપ્રિય પ્રસંગો પર ચૂપકિદીની પરંપરા બની છે.