કેન્દ્રીય મંત્રીમંડળે ગત દિવસોમાં દેશભરના વિદ્યાર્થીઓને વિદ્વાનોના શોધ લેખો અને જર્નલ પ્રકાશન સુધી આસન પહોંચ પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી વન નેશન-વન સબ્સક્રિપ્શન (ઓએનઓએસ) નામની એક નવી યોજનાને મંજૂરી આપી. આ યોજનાના માધ્યમથી દેશના લગભગ ૧.૮ કરોડ વિદ્યાર્થી, શિક્ષક અને શોધકર્તા વિશ્વ સ્તર પર પ્રકાશિત થઈ રહેલા ૧૩,૦૦૦ થી વધુ ઇ-જર્નલ સુધી આસાન પહોંચ હાંસલ કરી શકશે. ઓએનઓએસ યોજના માત્ર મોટા મહાનગરો પૂરતી જ નથી, પરંતુ ટિયર-૨ અને ટિયર-૩ શહેરોમાં રહેતા વિદ્યાર્થીઓ, શોધકર્તાઓ અને શિક્ષકોને પણ વૈશ્વિક સ્તર પર સર્જિત થઈ રહેલા જ્ઞાનનો લાભ ઉઠાવવાનો અવસર પ્રદાન કરશે. વાસ્તવમાં વૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રગતિ ત્યારે જ પ્રાપ્ત કરી શકાય, જ્યારે વૈશ્વિક જ્ઞાન સુધી પહોંચ સુલભ થાય. સંશોધન અને વિકાસ જ આપણા બધા માટે બહેતર જીવનનાં દ્વાર ખોલે છે. ભારત છેલ્લા કેટલાક વર્ષોમાં શ્રમ આધારિત અર્થવ્યવસ્થાને કૌશલ આધારિત અર્થવ્યવસ્થામાં બદલવાનું કામ કરી રહ્યું છે. ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ પોતાના સ્વતંત્રતા દિવસ સંબોધન દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની પ્રગતિમાં સંશોધન અને વિકાસની મહત્ત્વપૂર્ણ ભૂમિકા વિશે વાત કરી હતી અને જય જવાન-જય કિસાન-જય વિજ્ઞાન બાદ ‘જય અનુસંધાન’ ઉમેર્યું હતું.
સરકારની આ પહેલ ગુણવત્તાપૂર્ણ ઉચ્ચ શિક્ષણ અને શોધ સુધી શહેરી અને સાથે જ ગ્રામીણ ક્ષેત્રના યુવાઓની પહોંચને આસાન બનાવશે. આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, વિકસિત ભારત અને નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનના લ-યોને અનુરૂપ છે, જે ભારતીય શિક્ષણ જગત અને યુવા સશક્તીકરણ માટે ગેમ ચેન્જર સાબિત થશે. આ યોજનાનું લ-ય એ સંસ્થાઓ માટે શોધ પત્રિકાઓ સુધી પહોંચનો વિસ્તાર કરવાનો છે, જેની પાસે પર્યાપ્ત સંસાધનોની ઉણપ છે. આ પ્લેટફોર્મ પહેલી જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ શરૂ થવાનું છે. આ મંચ પર એલ્સેવિયર સાયન્સ ડાયરેક્ટ (લાન્સેટ સહિત), સ્પ્રિંગર નેચર, વિલી બ્લેકવેલ પબ્લિશિંગ, ટેલર એન્ડ ફ્રાન્સિસ, આઇઈઈઈ, સેજ પબ્લિશિંગ, અમેરિકન કેમિકલ સોસાયટી, અમેરિકન મેથેમેટિકલ સોસાયટી, ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ અને બીએમજે જર્નલ્સ સહિત ૩૦ આંતરરાષ્ટ્રીય પ્રકાશકો દ્વારા પ્રકાશિત ૧૩૦૦૦ પત્રિકાઓ ઉપલબ્ધ હશે. હાલમાં વિભિન્ન મંત્રાલયો અંતર્ગત દસ અલગ-અલગ પુસ્તકાલય સંઘ છે, જે પોતાના પ્રશાસનિક દાયરામાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે પત્રિકાઓ સુધી પહોંચ પ્રદાન કરે છે. અલગ-અલગ સંસ્થાઓ અલગ-અલગ પત્રિકાઓની સદસ્યતા લે છે. વૈજ્ઞાનિક પત્રિકાઓની સદસ્યતા બહુ મોંઘી હોય છે. ઓએનઓએસ શરૂ થવાથી તે બહુ સસ્તી થઈ જશે. એક જ મંચ પર તમામ પત્રિકાઓ ઉપલબ્ધ થવાથી શોધાર્થીઓએ બધે ભટકવું નહીં પડે.
શોધ અંતદૃષ્ટિ ડેટાબેઝ સ્ક્વિલ અનુસાર ૨૦૧૭ અને ૨૦૨૨ વચ્ચે ભારતના શોધ પ્રકાશનમાં ૫૪ ટકાનો વધારો થયો, જે વૈશ્વિક સરેરાશ (૨૨ ટકા)ના બે ગણાથી પણ વધારે છે. ભારત શોધ પત્રિકાઓના પ્રકાશનમાં ચોથું સ્થાન (૧૩ લાખ અકાદમિક પેપર) રાખે છે, જે ચીન (૪૫ લાખ), અમેરિકા (૪૪ લાખ) અને બ્રિટન (૧૪ લાખ)ના ઠીક બાદ છે, પરંતુ જ્યારે ઉત્પાદિત શોધના પ્રભાવની વાત આવે છે. સરકારી થિંક ટેન્ક નીતિ આયોગ અને ઇન્સ્ટટ્યિૂટ ફોર કોમ્પિટિટિવનેસ દ્વારા કરવામાં આવેલ એક અધ્યયન અનુસાર ભારતનું સંશોધન અને વિકાસ પર આ ખર્ચ દુનિયામાં સૌથી ઓછો છે. દેશની નવાચાર સફળતામાં એક બીજી અડચણ સંશોધન અને વિકાસ કર્મીઓની ઓછી સંખ્યા છે. યુનેસ્કો ઇન્સ્ટટ્યિૂટ ઓફ સ્ટેટેસ્ટિક્સ અનુસાર દર દસ લાખ આબાદી પર માત્ર ૨૫૩ વિજ્ઞાની કે શોધકર્તા છે, જે વિકસિત રાષ્ટ્રોની તુલનામાં ઘણા ઓછા છે.