મદ્રાસ હાઇકોર્ટમાં એક મહિલાએ ઇસાઇ હોવા છતાં હિંદુ દલિત હોવાનું પ્રમાણપત્ર માગ્યું હતું. ન્યાયાલયે ટિપ્પણી કરી કે માત્ર નોકરી માટે ધર્માંતરણ બંધારણની વિરુદ્ઘ છે. સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઇકોર્ટના ચુકાદાને સ્વીકાર કરી લીધો છે. ન્યાયાલયે કહ્યું કે અનામતનો લાભ ઉઠાવવા માટે કરાયેલ ધર્માંતરણ બંધારણ સાથે છેતરપિંડી છે. સુપ્રીમ કોર્ટનો તાજો ચુકાદો આવકાર્ય બન્યો છે. રાષ્ટ્રપતિના ૧૯૫૦ના આદેશમાં કહેવાયું છે કે માત્ર હિંદુઓ, બૌદ્ઘ, જૈન સહિત શીખોના દલિતોને અનુસૂચિત જાતિનો દરજ્જો મળી શકે છે. બંધારણમાં ધર્મ પ્રચારની સ્વતંત્રતા છે અને કોઇપણ પંથ કે વિશ્વાસને સ્વીકાર કરવાની પણ સ્વતંત્રતા છે. કોર્ટે ભાર મૂકતાં કહ્યું કે ધર્માંતરણ સાચા વિશ્વાસથી પ્રેરિત હોય છે, નહીં કે ગુપ્ત ઉદ્દેશ્યોથી. ધર્માંતરિત દલિત ઇસાઇ-મુસ્લિમની અનામત સાથે જોડાયેલી માંગ જૂની છે. ધર્માંતરિત અનુસૂચિત જાતિને સરકારી પ્રયોજનો માટે અનુસૂચિત જાતિનો ન માની શકાય. તેમને ઇસાઇ કે મુસ્લિમ બની જવાનો કોઈ લાભ નહીં મળે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાના વ્યાપક પ્રભાવ પડશે.
ધર્માંતરણ અંગ્રેજી રાજ પહેલેથી જ રાષ્ટ્રીય બેચેનીનો વિષય રહ્યું છે. મિશનરી હોસ્પિટલ, સ્કૂલ અને તમામ સુવિધાઓ આપીને ગરીબોનું ધર્માંતરણ કરાવે છે. તમિલનાડુ, કેરળ, તેલંગણા અને ઝારખંડ વગેરે કેટલાય રાજ્યોમાં ધર્માંતરણ ચાલુ છે. મહાત્મા ગાંધીએ ૧૯૩૬માં હરિજનમાં લખ્યું હતું, ‘તમે પુરસ્કાર રૂપે ઇચ્છો છો કે તમારા દર્દી ઇસાઇ બની જાય.’ ડો.આંબેડકરે પણ કહ્યું હતું કે ‘ગાંધીજીના તર્ક સાથે તેઓ સહમત છે, પરંતુ તેમને ઇસાઇ પંથ પ્રચારકોને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવું જોઇએ કે પોતાનું કામ અટકાવી દે.’ તેમણે વ્લાદિમીરના ઇસાઇ હોવા અને એક સાથે ભારે ભીડના ધર્માંતરણનું ઉદાહરણ આપતાં કહ્યું, ‘ઇતિહાસ સાક્ષી છે કે છેતરપિંડીને કારણે ધર્મપરિવર્તન થયાં છે.’ આફ્રિકી આર્કબિશપ ડેસમંડ ટૂટૂએ કહ્યું હતું, ‘જ્યારે મિશનરી આફ્રિકા આવ્યા ત્યારે તેમની પાસે બાઇબલ હતું અને અમારી પાસે ધરતી. મિશનરીએ કહ્યું કે અમે બધા પ્રાર્થના કરીએ. અમે પ્રાર્થના કરી. આંખો ખોલી તો જોયું કે અમારી પાસે બાઇબલ હતું અને જમીન તેમના કબ્જામાં!’ છળકપટથી કરાયેલ ધર્માંતરિત વ્યક્તિની દેશ પ્રત્યે કોઇ આસ્થા નથી રહેતી. વિશ્વવિખ્યાત લેખક વી.એસ. નાયપોલે લખ્યું છે, ‘જેનું ધર્મપરિવર્તન થાય છે, તેનો પોતાનો ભૂતકાળ નષ્ટ થઈ જાય છે. નવા વિશ્વાસને કારણે તેના પૂર્વજ બદલાઈ જાય છે. તેણે કહેવું પડે છે કે અમારા પૂર્વજોની સંસ્કૃતિ અસ્તિત્વમાં નથી અને કોઈ અર્થ નથી ધરાવતી.’
આઝાદી બાદ મધ્ય પ્રદેશની કોંગ્રેસી સરકાર પણ ધર્માંતરણથી પરેશાન રહી. એ દોરમાં મુખ્યમંત્રી રહેલા રવિશંકર શુક્લએ ન્યાયમૂર્તિ ભવાની શંકર નિયોગીની અધ્યક્ષતામાં તપાસ કમિટી બનાવી. સમિતિએ ૧૪ જિલ્લાના લગભગ ૧૨,૦૦૦ લોકોનાં નિવેદન લીધાં. ઇસાઇ સંસ્થાઓને પણ પોતાનો પક્ષ રજૂ કરવાનો અવસર મળ્યો. નિયોગી સમિતિએ ધર્માંતરણના લ-યને લઈને ભારત આવેલા વિદેશી તત્ત્વોને દેશથી બહાર કરવાની ભલામણ કરી. ઉચ્ચ ન્યાયાલયના સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ એમ.એલ. રેંગેના નેતૃત્વવાળી તપાસ સમિતિએ ઇસાઇ ધર્માંતરણને જ તોફાનોનું કારણ ગણાવ્યું. વેણુગોપાલ આયોગે આ કૃત્ય રોકવા માટે નવા કાયદાની ભલામણ કરી. ઓડિશામાં સક્રિય ઇસાઇ પંથ પ્રચારક ગ્રાહમ સ્ટેન્સ અને તેનાં બે બાળકોને સળગાવી મારવાની ઘટનાની તપાસ કરનારા વાધવા આયોગે પણ ઇસાઇ ધર્માંતરણને ચિહ્નિત કર્યું.
૨૦૨૦માં મોદી સરકારે સખ્તાઇ દેખાડી અને ચાર મોટા ઇસાઇ સંગઠનોના અનુમતિ પત્ર અને વિદેશી અનુદાન વિનિયમન અધિનિયમ જોગવાઇ રદ્દ કરી દીધી. અધિનિયમના સંશોધનમાં તમામ એનજીઓને ૨૦ ટકાથી વધારે પ્રશાસનિક ખર્ચ ન કરવાના નિર્દેશ છે. તેના પહેલાં એનજીઓ વિદેશી સહાયતાના ૫૦ ટકા હિસ્સો પ્રશાસનિક ખાતામાં દેખાડતા હતા, પરંતુ આ રકમનો ઉપયોગ ધર્માંતરણ માટે થતો હતો. વિદેશી અનુદાનને કોઈ અન્ય સંગઠનને હસ્તાંતરિત થતાં પણ રોક લગાવવામાં આવી હતી. દરેક દૃષ્ટિએ પ્રશંસનીય આ કાનૂની સંશોધનનો પણ વિરોધ થયો. તૃણમૂલ કોંગ્રેસે અધિનિયમનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ તેને વિપક્ષનો અવાજ દબાવવાની કોશિશ ગણાવી હતી.