છત્તીસગઢમાં નક્સલી સંગઠનોના ગઢમાં જઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્સલીઓને આત્મસમર્પણ કરવાની અપીલ કરતાં જે કહ્યું કે તેમની સમક્ષ એના સિવાય બીજો કોઈ ઉપાય નથી, તે કહેવુ એટલા માટે જરૂરી હતું, કારણ કે નક્સલી હજુ પણ મુખ્યધારામાં પાછા વળવા તૈયાર દેખાતા નથી. આ સ્થિતિમાં એ જ યોગ્ય રહેશે કે તેમના આત્મસમર્પણનો રસ્તો ખુલ્લો રાખવાની સાથે જ તેમના પર સતત દબાણ પણ બનાવવામાં આવે. તેમની સામે એ વાંરવાર સ્પષ્ટ કરવું પડશે કે તેઓ બંદૂકના જોરે સત્તા અને વ્યવસ્થા પરિવર્તનનું જે સપનું જોઈ રહ્યા છે તે ક્યારેય પૂરું થવાનું નથ. કેન્દ્રીય ગૃહમંત્રી છેલ્લા કેટલાક સમયથી એ દોહરાવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર માર્ચ ૨૦૨૬ સુધી નક્સલવાદની સમસ્યાને સંપૂર્ણપણે ખતમ કરી દેશે. આ લ-યને પામવા માટે જ્યાં એ જરૂરી છે કે નક્સલ પ્રભાવિત રાજ્યોની સરકારો કેન્દ્ર સરકારનો પૂરતો સહયોગ કરે, ત્યાં જ નક્સલીઓના પ્રભાવવાળા વિસ્તારોમાં વિકાસ અને જનકલ્યાણની યોજનાઓ ઝડપથી આગળ વધારવામાં આવે. એવું એટલા માટે કરવું જોઇએ, જેથી નક્સલી સંગઠન અને તેના વૈચારિક સમર્થક કહેવાતા તત્ત્વો એટલે કે અર્બન નક્સલો એવો દુષ્પ્રચાર ન કરવા પામે કે દૂરસ્થ વિસ્તારોમાં શાસન વિકાસ પર ધ્યાન નથી આપતું. જોકે આ દુષ્પ્રચારની પોલ ખૂલી જ ગઈ છે અને એ સાબિત થઈ ચૂક્યુ છે કે નક્સલી જ ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ કાર્યોમાં રોડાં બન્યા છે.
એ બધા જાણે છે કે નક્સલી કઈ રીતે પોતાના વિસ્તારોમાં સડકો નથી બનવા દેતા અને સ્કૂલો તથા હોસ્પિટલોના નિર્માણમાં રોડાં નાખે છે. તેમની આવી હરકતોને કારણે તેનો પર્દાફાશ થઈ ચૂક્યો છે કે તેઓ નિર્ધન વર્ગોના હિતોની લડાઈ લડી રહ્યા છે. વાસ્તવમાં તેઓ આ વર્ગોના હિતોની રક્ષામાં સૌથી વધુ અડચણ બનીને આવે છે અને એટલે જ તેમનો પ્રભાવ ઓછો થતો જાય છે. એ ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં નક્સલ પ્રભાવિત જિલ્લાની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ૨૦૧૯માં નક્સલી હિંસાથી પ્રભાવિત જિલ્લાની સંખ્યા ૯૦ હતી. હવે આ સંખ્યા ૪૦થી પણ ઓછી રહી ગઈ છે. આ સંખ્યામાં હજુ વધુ ઘટાડો ત્યારે થશે, જ્યારે નક્સલીઓને લાગશે કે તેમના છૂપાવા માટે કોઈ જગ્યા નથી રહી. કદાચ ત્યારે જ તેઓ પોતાના નિરર્થક સંઘર્ષને વિરામ આપવા માટે તૈયાર થશે. જ્યાં સુધી તેઓ એવું નહીં કરે, ત્યાં સુધી તેમના વિરુદ્ઘ કઠોરતાનો પરિચય આપવામાં સંકોચ ન કરવો જોઇએ. એટલા માટે કે કારણ કે તેઓ જ્યારે-ત્યારે સુરક્ષા દળોને નિશાનો બનાવતા રહે છે. એ સાચું કે નક્સલીઓની તાકાત ઓછી થઈ છે, પરંતુ તેમના વિરુદ્ઘ અભિયાન એટલા માટે ચાલુ રહેવું જોઇએ, જેથી તે નવેસરથી ખુદને સંગઠિત ન કરી શકે. નક્સલીઓ વિરુદ્ઘ ચાલતા અભિયાન અંતર્ગત એ અવશ્ય જોવું જોઇએ કે તેમના સુધી આધુનિક હથિયારો કઈ રીતે પહોંચી રહ્યા છે.