પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના નિધન બાદ મધ્યમ વર્ગથી લઇને કારોબાર જગત તેમજ ઔદ્યોગિક- રાજનીતિક ક્ષેત્રે શોક વ્યકત કરાયો. બાહુબલિ નેતા ન હોવા છતાં પણ તેઓએ રાજનીતિક મોરચે અનેકગણું હાંસલ કર્યુ હતું,જેની કેટલાક લોકો માત્ર કલ્પના જ કરી શકે છે. ડો.સિંહ એક બુદિ્ઘજીવી પણ હતા અને તેઓએ ભારતીય નીતિગત પરિદૃશ્ય પર પોતાની વ્યાપક છાપ છોડી છે.
જોકે તે વાતને પણ અણદેખી ન કરી શકાય કે રાજનીતિક પટલના મુખ્ય સ્થાનો પર બેઠેલા લોકો જે પ્રકારે નીતિઓને પ્રભાવિત કરવાની ક્ષમતા રાખે છે, તેમાં ડો.સિહ અપેક્ષિતરુપે અસર ન છોડી શકયા. ચાહે પ્રધાનમંત્રીનું દાયિત્વ હોય કે તેના અગાઉ નાણાં મંત્રીનું પણ તેમની ભૂમિકા મુખ્યરુપથી વાસ્તવિક રાજનીતિક શકિત ધરાવતા દિગ્ગજોના સહાયક-સલાહકાર તરીકેની રહી. જેઓએ સ્વીકાર્ય નીતિઓને નૌકરશાહી દ્વારા લાગુ કરવાનું કામ કર્યુ.
ડો.સિંહ જયારે વડાપ્રધાનપદે હતા ત્યારે તેમની પૂરી રાજનીતિક શકિત સોનિયા ગાંધીની પાસે હતી,જે તે સમયના તમામ નિર્ણાયક નિર્ણયો સાથે જોડાયેલી રહી. સોનિયા ગાંધી પાસે એ શકિત હતી, જેનાથી તેઓ ડો.સિંહને કોઇપણ નિર્ણય લેવા માટે પ્રોત્સાહિત કરવાની સાથે કોઇ નિર્ણય લેતા રોકી પણ શકતા હતા. આ પ્રકારે જયારે ડો.સિંહ નાણાં મંત્રી હતા, ત્યારે પ્રધાનમંત્રી નરસિંહ રાવને જ અર્થવ્યવસ્થાના ઉદારીકરણની લીલી ઝંંડી દશાવી હતી. જો કે એક વિડંબણા હતી કે નરસિંહ રાવને ભારતીય ઇતિહાસમાં તે સમ્માન અને સ્થાન ન મળ્યું, જેના માટે તેઓ સર્વથા સુપાત્ર હતા. તેઓેએ શીત યુદ્ઘ બાદ અસ્થિરતાવાળા વૈશ્વિક દૌરમાં ભારતને સાચો રસ્તો દેખાડયો અને ૬ ડિસે.૧૯૯રની ઘટનાને લઇને તેમની પર ભલે ગમે તેટલા સવાલો ઉઠે, તેનાથી તેમની વિરાસત સંદિગ્ધ નથી થઇ શકતી.
રાજનીતિમાં સક્રિય લોકોની યાત્રા ચઢાવ-ઉતારના અનેક પડાવો વચ્ચેથી પસાર થાય છે. નિઃશંક રાજનીતિક પરિવારોમાંથી આવનારાઓનો રસ્તો પણ સરળ હોતો નથી. પરંતુ જેમની કોઇ રાજનૈતિક પૃષ્ઠભૂમિ નથી હોતી, તેમના માટે યાત્રા વધુ કઠિન બની રહે છે. જેઓ કોઇપણ પ્રકારની પ્રત્યક્ષ ચૂંટણીથી આગળ વધે છે તેઓ જ રાજનૈતિક રાહના પથિક બનતા હોય છે. ચૂંટણી દ્વારા મળતો રાજનીતિક બોધપાઠ જ વ્યકિતને બાહુબલિ નેતાના રૂપમાં રજૂ કરે છે. જેનાથી તેઓને એ સમજમાં આવે છે કે જનતાની નસ કેવી રીતે જાણવી જોઇએ?
તેનાથી પણ અધિક મહત્વપૂર્ણ એ છે કે આવા નેતા જનતાનો વિશ્વાસ જીતવામાં સફળ હોય છે. કારણ કે લાંબા સમય સુધી સંવાદ કરવાથી લોકોના મનમાં શું છે અને તેઓ શું ઇચ્છે છે તે સહજતાથી જાણી શકે છે. આવા નેતા પ્રજાના સુખ,દુઃખના સાથી પણ બની જાય છે. આ એવા પ્રકારના અનુભવ છે જે શૈક્ષણિક, ટેકનોક્રેટ કે ખાનગી ક્ષેત્રના મહારથીઓ પણ કદાચ મેળવી શકતા નથી. આથી એ સત્ય જ છે કે, લોકતાંત્રિક વ્યવસ્થામાં ઉચ્ચ રાજકીય પદ પર તે લોકો જ બેસવા યોગ્ય છે, જે લોકોનો વિશ્વાસ જીતી શકે. પ્રધાનમંત્રીના મામલે આ વાત વધુ ઉલ્લેખનીય બની રહે છે. આ એવું પદ નથી કે જેને કયારેક આઉટસોર્સિગથી ભરી શકાય. આ ડો.મનમોહન સિંહની ઉપલબ્ધિ, અનુભવ અને વ્યકિતત્વનું અવમૂલ્યન કરવાનો પ્રયાસ નથી પરંતુ સમગ્રતયા બાબત ભારતીય લોકતાંત્રિક વ્યવસ્થાના વ્યાપક હિત સાથે જોડાયેલી છે. મતદારો જનાદેશ દ્વારા પોતાના ભાગ્ય વિધાતાની પસંદગી કરે છે અને આવા વ્યકિત પોતાના અધિકાર અન્ય વ્યકિતને સોંપી શકતા નથી. ભલે તે વ્યકિત લાંબા સમય સુધી રાજયસભામાં કેમ રહી ન હોય. ભારત દેશ ર૦૦૪થી ર૦૧૪ વચ્ચેની આ પ્રકારની સ્થિતિનો સાક્ષી રહ્યો હતો.