છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓ દ્વારા ઘાત લગાવીને કરવામાં આવેલ હુમલામાં ડિસ્ટ્રીક્ટ રિઝર્વ ગાર્ડ એટલે કે ડીઆરજીના ડ્રાઇવર સહિત નવ જવાનોનું બલિદાન એ જ દર્શાવે છે કે નક્સલી જૂથોના દુસ્સાહસનું એવું દમન નથી થઈ શક્યું, જેટલું અપેક્ષિત છે. જોકે તેઓ એક રીતે શાસન વ્યવસ્થાને સધો પડકાર આપી રહ્યા છે, તેથી તેમના સફાયાનું અભિયાન એ રીતે ચાલવું જોઇએ કે તેમને ક્યાંય છૂપાવાનો મોકો ન મળે. એ ઠીક છે કે કેન્દ્ર સરકારે એ સંકલ્પ લીધો છે કે માર્ચ ૨૦૨૬ સુધી નક્સલવાદને સમાપ્ત કરી દેવામાં આવશે, પરંતુ આ લ-યની પ્રાપ્તિને સુનિશ્ચિત કરતાં એ પણ જોવું જોઇએ કે આખરે નકસ્લીઓને આધુનિક હથિયાર અને વિસ્ફોટકો ક્યાંથી મળી રહ્યા છે? ગત દિવસે તેમણે જે વિસ્ફોટકનો ઉપયોગ કરીને ડીઆરજીની ગાડીને નિશાનો બનાવી, તે એટલો શક્તિશાળી હતો કે જવાનોનાં ચીથરાં ઊડી ગયાં અને વાહનના કટકા થઈને ઝાડ પર જઈ પડ્યાં. જો એ માની લેવામાં આવે કે નક્સલી ખંડણી અને વનસંપદાના દોહન દ્વારા પૈસા એકઠા કરે છે, તો પણ એ પ્રશ્ન ઊઠે છે કે આખરે તેઓ આધુનિક હથિયાર ક્યાંથી હાંસલ કરે છે? એ તો સામે આવતું જ નથી કે તેમને ઘાતક હથિયારો કોણ પૂરાં પાડે છે? આખરે શું કારણ છે કે તમામ નક્સલીઓને ઠાર મારવા અને તેમના ગઢ મનાતા વિસ્તારોમાં વિકાસના તમામ કાર્યક્રમો સંચાલિત કરાવા છતાં પણ તેમની તાકાત ઓછી થવાનું નામ નથી લેતી?
નક્સલીઓ પોતાના વિરુદ્ઘ ચાલતા અભિયાન વચ્ચે જે રીતે રહી-રહીને સુરક્ષા દળોને નિશાન બનાવવા અને તેમને ક્ષતિ પહોંચાડવામાં સક્ષમ થઈ જાય છે, તે ચિંતાનું કારણ છે. નક્સલી જૂથોમાં ભરતી થનારા લોકોમાં ઉલ્લેખનીય ઘટાડો નહીં જોવા મળવાને લીધે પણ લાગે છે કે આદિવાસીઓ અને અન્ય ગ્રામીણો વચ્ચે તેમની પકડ હજુ એટલી ઢીલી નથી પડી કે તેમનાં મૂળિયાં ઉખડી જાય. એવામાં તેમના વિરુદ્ઘ સુરક્ષા દળોના અભિયાનને વધુ ધાર આપવાની સાથે જ એ કારણોની તપાસ કરીને તેનું નિવારણ પણ કરવું જરૂરી છે, જેને કારણે તેઓ લોકોનું સમર્થન હાંસલ કરી શકે છે. નિઃસંદેહ નક્સલવાદ એક ઝેરી-વિજાતીય વિચારધારા છે, પરંતુ નક્લલીઓને જડમૂળથી સમાપ્ત કરવા માટે તેમની સાથે વિચારધારાના સ્તર પર લડવું આવશ્યક છે. તેનાથી જ નક્સલીઓ અને તેમને વૈચારિક ખોરાક પૂરો પાડનારા લોકોના એ જૂઠ્ઠાણાંનો પર્દાફાશ કરી શકાય છે કે તેઓ વંચિતોના એ અધિકારોની લડાઈ લડી રહ્યા છે, જે તેમની પાસેથી છીનવી લેવાય છે. આ જૂઠ્ઠાણાને બેનકાબ કરવા માટે એ પણ જરૂરી છે કે આદિવાસીઓના નૈસર્ગિક અધિકાર બાધિત ન થવા પામે. તેનાથી જ તેમનો ભરોસો હાંસલ કરી શકાશે અને તેમને નક્સલીઓથી દૂર કરી શકાશે.