બાળવિવાહ મુક્ત ભારત અભિયાનની શરૂઆત બહુ સુખદ અને સ્વાગતયોગ્ય છે. બાળવિવાહને રોકવાના તમામ કાર્યો, યોજનાઓ અને કાયદાઓ છતાં જો સફળતા નથી મલતી, તો દેખીતું છે કે એક વિશેષ અભિયાન છેડીને કેન્દ્ર સરકારે પ્રશંસનીય પગલું ભર્યું છે. એમાં કોઈ શંકા નહીં કે ‘બેટી બચાઓ-બેટી પઢાઓ’નો નારો અને તેના માટે કરવામાં આવેલા પ્રયાસ ઘણી હદે સફળ રહ્યા છે, પરંતુ એ બહુ અફસોસની વાત છે કે આજે પણ દેશમાં દર પાંચમાંથી એક છોકરીનાં લગ્ન ૧૮ વર્ષથી ઓછી ઉંમરે થઈ જાય છે.
કોઈ શહેરમાં જો એક વિવાહ સિઝનમાં ૧૦૦૦ લગદ્ઘો થાયછે, તો તેમાંથી ૨૦૦ લગદ્ઘોમાં છોકરીની ઉંમર કાયદેસર લગદ્ઘલાયક નથી હોતી. બાળવિવાહની આ મોટી સંખ્યા છે, જેની ચિંતા કરીને કેન્દ્ર સરકારે જરૂરી સામાજિક સુધારની દિશામાં એક પગલું ભર્યું છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં લગભગ બે લાખ બાળવિવાહ રોકવામાં આવ્યા છે. મતલબ સામાજિક સંસ્થાઓ અને પોલીસ કામ તો કરી રહી છે, પરંતુ મંઝિલ હજુ દૂર છે.
એ સુખદ વાત છે કે બાળવિવાહ મુક્ત ભારત બનાવવા માટે તેમણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોથી ૨૦૨૯ સુધી બાળવિવાહના દરને પાંચ ટકા નીચે લાવવાના મકસદથી વિશેષ કાર્ય યોજના બનાવવાનો આગ્રહ કર્યો છે. યાદ રહે, બાળવિવાહની સર્વાધિક સંખ્યા પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, ત્રિપુરા, અસમ અને આંધ્ર પ્રદેશમાં છે. દેશમાં ૩૦૦ જિલ્લા એવા છે જ્યાં બાળવિવાહનો દર રાષ્ટ્રીય સરેરાશથી વધારે છે. એવું લાગી રહ્યું છે કે લોકો બેટીઓનું જીવન તો બચાવી રહ્યાછે, પ્રાથમિક શિક્ષણ પણ આપવા લાગ્યા છે, પરંતુ તેમને વધુ ભણાવવા અને આગળ વધારવા પર તેમનું ધ્યાન નથી. બેટીઓની જ્યારે નાની ઉંમરે લગદ્ઘ થઈ જાય છે તો શ્રમબળ રૂપે તેમની ઉત્પાદકતા, બલ્કે દેશની ક્ષમતા પર પણ અસર પડે છે. ભણેલી-ગણેલી છોકરી જો સમયસર પરણાવવામાં આવે તો તે પરિવાર અને સમાજ માટે ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત કરે છે. ઓછી ઉંમરે વિવાહથી ન માત્ર સંતાનોની ગુણવત્તા, બલ્કે પરિવારની આર્થિક-સામાજિક અને મનોવૈજ્ઞાનિક ક્ષમતા પર પણ અસર પડે છે. કેન્દ્રીય મંત્રીએ યોગ્ય જ કહ્યું છે કે બાળવિવાહ માનવાધિકારોનું ઉલ્લંઘન અને કાયદા અંતર્ગત અપરાધ છે. સારી વાત છે, સરકારે હવે એક રીતે માની લીધું છે કે કાયદાએ જેટલું કામ કરવાનું હતું તે તેણે કર્યું, તેની આગળ હવે વિશેષ અભિયાનની જરૂર છે. બાળવિાહને રોકવા માટે એકલા કાયદાના ભરોસે ન બેસતાં ઠોસ પ્રબંધ કરવા પડશે.
સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં કહેવાયું છે કે બાળવિવાહ દરમાં સૌથી મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ઘટાડો દક્ષિણ એશિયાઇ દેશોમાં જોવા મળ્યો છે. જેમાં ભારતે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. નવા અભિયાન અંતર્ગત બાળવિવાહને રોકવા માટે બાળવિવાહ મુક્ત ભારત પોર્ટલનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે. આ પોર્ટલ દ્વારા બાળવિવાહના વિરોધમાં જાગરૂકતા વધારવામાં આવશે. બાળવિવાહની સ્થિતિમાં અહીં ફરિયાદ પણ નોંધાવી શકાય છે. તેનાથી કાર્ય પ્રગતિનું નિરીક્ષણ પણ કરવામાં આવશે. બેશક, જો આ પોર્ટલને સાચી રીતે ચલાવવામાં આવ્યું, ગામડાં અને પંચાયતો સાથે જોડી લેવામાં આવ્યું, તો તે બાળવિવાહ વિરુદ્ઘ કારગત સાબિત થઈ શકે છે. એ નિર્વિવાદ સત્ય છે ેક દેશને વિકસિત બનાવવા માટે મહિલાઓની પૂરી શક્તિનો ઉપયોગ જરૂરી છે અને મહિલા શક્તિ વધારવા માટે બાળવિવાહ રોકવા જ પડશે.