આપણા દેશમાં રાજકીય નેતાઓ કયારેય રિટાયર થવાનું ઇચ્છતા નથી. ઉંમર ભલે ગમે તેટલી વધી હોય કે સ્વાસ્થ્ય અને શરીર સાથ છોડવા લાગે તે સ્થિતિમાં પણ રાજનીતિથી દૂર જવાનું તેઓને માફક આવતું નથી.
કેટલાક નેતા સમયની સાથે અપ્રાસંગિક થઇ જાય છે તો કેટલાક અંતિમ શ્વાસ સુધી સક્રિય રહેતા હોય છે. આ કડીમાં જયપ્રકાશ નારાયણ એટલે કે જેપી તથા નાનજી દેશમુખ જેવા એકલ-દોકલ અપવાદ જ નજરે પડે છે. થોડા સમય અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પૂર્વ ગૃહમંત્રી સુશીલ શિંદેની આત્મકથાના વિમોચન પ્રસંગે કહયું હતું કે, મને નથી લાગતું કે કોઇએ પણ રાજનીતિમાંથી રિટાયર થવું જોઇએ. જેઓ કોઇ વિચારધારામાં વિશ્વાસ રાખે છે, રાષ્ટ્ર કે પોતાના સમાજની સેવા કરવા ઇચ્છે છે તેઓએ અંત સુધી આ પ્રમાણે કાર્યરત રહેવું જોઇએ.
કોઇપણ લોકતાંત્રિક વ્યવસ્થામાં રાજનેતા રાષ્ટ્રના ભવિષ્યને આકાર આપવામાં મહત્વનું યોગદાન આપે છે. તેઓના નિર્ણય અને યોગદાન કરોડો લોકોને અસરકર્તા બને છે. આ સ્થિતિમાં તેઓ પાસે એ અપેક્ષા હોય છે કે તેઓ સમજદારીભર્યા વિકલ્પ અપનાવે અને વિવેકસંમત નિર્ણય કરે. કેનેડીયન દાર્શનિક-લેખક માત્સૌનાએ યથાર્થ કહયું છે કે, સારો પશુપાલક તે કહેવાય છે, જે પહેલા પોતાના ભૂખ્યાં પશુઓનું પેટ ભરે, ભલે તે પશુપાલક કેટલો પણ ભૂખ્યો કેમ ન હોય? આ વાત નેતૃત્વકર્તાઓને લાગુ થાય છે.
જયપ્રકાશ નારાયણે રાજનીતિથી સંન્યાસ લીધો હતો પરંતુ દેશમાં સંવૈધાનિક વ્યવસ્થાવાળા લોકતાંત્રિક ઢાંચાની બહાલી માટે સંન્યાસ છોડીને આંદોલનનું નેતૃત્વ લીધુ ંહતું. રાજનીતિક જીવન દરમ્યાનનો અનુભવ અને વિશેષજ્ઞતા તેમાં મદદરુપ બની અને સંભવતઃ તે પણ એક કારણ રહ્યું કે, તેઓ આંદોલનને નેતૃત્વ પ્રદાન કરી શકયા.
જો કે એક એવા ગતિશીલ સમાજમાં જયાં સામાજીક-આર્થિક ઢાંચો ઝડપથી ગતિ બદલતો હોય, ત્યાં ફકત અનુભવ જ પર્યાપ્ત નથી. વિશેષજ્ઞતા વિશેષ માહોલ અને પરિસ્થિતિઓમાંથી વધુ પ્રાસંગિક હોય છે. નોબેલ પુરસ્કાર વિજેતા ડેનિયલ કાહ્મેને લખ્યું છે કે, કેટલાક એવા ક્ષેત્ર હોય છે, જેમાં વિશેષજ્ઞતા સંભવ નથી. શેરોની પસંદગી તેનું સારું ઉદાહરણ છે. દીર્ધકાલિન રાજનીતિક-રણનીતિક અનુમાનોના મામલે પણ વિશેષજ્ઞ પાસા ફેંકનાર કરતાં વધુ બહેતર હોઇ શકે નહીં.
નેપોલિયન બોનાપાર્ટનું કથન છે કે, અ લીડર ઇઝ અ ડીલર ઇન હોપ. મતલબ કે નેતા આશાઓને પ્રજવલ્લિત કરનાર વેપારી હોય છે. હાલના સમયમાં દુનિયાભરમાં અનેક પેઢીઓનો સંગમ જોવા મળે છે. જેમાં ૧૯રપથી ૧૯૪પની વચ્ચે જન્મેલ સાયલન્ટ જનરેશન, ૧૯૪૬-૬૪ની વચ્ચે જેન એકસ, ૧૯૮૦-૯૪ના મિલેનિયલ્સ, ૧૯૯૭-ર૦૧રના જેન જેડ અને ર૦૧ર પછીની અલ્ફા જનરેશન મુખ્ય છે. આ તમામ પોતાના જીવનની અનિશ્ચિતતાઓના આભાસ કરી શકે છે. તેમની આશાઓ, આકાંક્ષાઓ, પ્રાથમિકતા અને પસંદ પણ એકસમાન જોવા નહીં મળે. નેતાઓની મોટાભાગની નીતિઓ જુદી જુદી પેઢીઓની આશાઓ અને આંકાક્ષાઓ પર સાચી સાબિત થઇ શકતી નથી.
ભારતીય રાજનીતિ પર હાલ બેબી બૂમર્સવાળી પેઢીનું વર્ચસ્વ છે. નેતાઓ માટે મતદાતાઓની અપેક્ષાઓને સમજવી જ તેમના માટે જોડાણની ચાવી હોય છે અને તેમાં પોતાની પેઢીનો અનુભવ પણ સામેલ હોય છે. હાલના સમયમાં મોટાભાગના નેતાઓ શારિરીક રીતે એટલા ચુસ્ત કે તંદુરસ્ત જોવા મળી રહ્યા નથી કે જેઓ પોતાને જીતાડનાર મતદારો સાથે કાયમ સંવાદ સાધી શકે. ચૂંટણી હાર્યા બાદ હારની આશંકાને જોતા રાજય સભા કે વિધાન પરિષદની આડમાં પાછલા દરવાજેથી પ્રવેશ મેળવતા હોય છે.