મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ અને ઝારખંડમાં જેએમએમના નેતૃત્વવાળી ગઠબંધન સરકારો અસ્તિત્વમાં આવી ગઈ. હવે વારો ચૂંટણી દરમ્યાન પોતપોતાના રાજ્યોના મતદારોને કરવામાં આવેલ મફતના વાયદા લાગુ કરવાનો છે. લાડકી બહિન યોજના, મંઇયાં સન્માન યોજના, ખેડૂતોની દેવાંમાફી, મફત વીજળી, મહિલાઓ માટે મફત બસયાત્રા અને મફત ગેસ સિલિન્ડર જેવા ચૂંટણી વાયદા મહારાષ્ટ્ર અને ઝારખંડમાં હાલમાં ગૂંજી રહ્યા છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે તેમના લાગુ થવાથી બંને રાજ્યોની અર્થવ્યવસ્થા બગડી શકે છે. દેશમાં મફતની જાહેરાતો કે રેવડીઓની પરિભાષા ભલે નક્કી ન કરી શકાઈ હોય, પરંતુ એવાં પગલાંથીર ાજેયની આર્થિક હાલત પર અસર પડે જ છે. મધ્ય પ્રદેશ, તેલંગણા, પંજાબ, કર્ણાટક અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં આ જોવા મળ્યું છે. મહારાષ્ટ્રમાં સત્તારૂઢ ગઠબંધન તરફથી ૨૧ વર્ષથી ૬૫ વર્ષની ઉંમરની તમામ મહિલાઓને ૧૫૦૦ રૂપિયા માસિક ભથ્થું આપવાનું એલાન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં તેને મધ્ય પ્રદેશની લાડલી બહના યોજનાની તર્જ પર શરૂ કરવામાં આવી હતી. આ સ્કીમે મધ્ય પ્રદેશમાં ભાજપને ચૂંટણી ફાયદો તો આપ્યો, પરંતુ આવા ચૂંટણી વાયદાનું પરિણામ એ થયું કે ગયા નાણાંકીય વર્ષમાં રાજ્ય સરકારે ભારે દેવું કરવું પડ્યું. પરિણામે મધ્ય પ્રદેશનું કુલ દેવું ચાર લાખ ૧૮ હજાર કરોડ રૂપિયા પર પહોંચી ગયું. આ વર્ષે પણ તેણે ૯૪૦૦૦ કરોડ રૂપિયાનું દેવું કરવું પડે તેમ છે. મહારાષ્ટ્રની હાલત એ છે કે ચાલુ નાણાંકીય વર્ષ માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગની યોજનાઓમાં જ્યાં ૪૬૭૭ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી, ત્યાં જ માત્ર લાડકી બહિન યોજના પર વાર્ષિક ૪૬૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ થવાના છે, તે પણ ૧૫૦૦ રૂપિયા મહિનાના આધાર પર. ચાલુ નાણાંકીય વર્ષમાં તેની રાજકોષીય ખાધ તેના જીએસડીપીના ૨.૬ ટકા એટલે કે બે લાખ કરોડ રૂપિયા રહેવાનું અનુમાન છે. પાછલા નાણાંકીય વર્ષમાં લગભગ ૪૬૦૦૦ કરોડ રૂપિયા કેટલીય સબસિડી અંતર્ગત વહેંચાા હતા. આ વર્ષના બજેટમાં શિંદે સરકારે લોકરંજક યોજનાઓ માટે લગભગ ૯૬,૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. નિશ્ચિતપણે હવે નવા ચૂંટણી વાયદાનો બોજ મહારાષ્ટ્રના બજેટ પર પડશે. તેનાથી તેના મૂડીગત ખર્ચ પર આંચ આવી શકે છે, જે ગયા વર્ષથી પહેલાંથી જ ઓછો થઈ ચૂક્યો છે. ઝારખંડની વાત કરીએ તો ત્યાં ચાલુ નાણાંકીય વર્ષ માટે ૧.૨૮ લાખ કરોડ રૂપિયાનું જે બજેટ પસાર કરવામાં આવ્યું હતું, તેમાં પહેલાં જ કૃષિ દેવાં માફીની સીમા ૫૦ હજારથી વધારીને બે લાખ રૂપિયા કરાઈ ચૂકી છે. આ નાણાંકીય વર્ષમાં તેમની રાજકોષીય ખાધ રાજ્યના જીએસડીપીના ૨.૦૨ ટકા રહેવાનું અનુમાન છે. ખાણકામથી થનારી આવકના સહારે ઝારખંડ નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭થી રાજસ્વ અધિશેષની સ્થિતિમાં છે, પરંતુ મંઇયાં સન્માન યોજના અંતર્ગત મહિલાઓને ૨૧૦૦ રૂપિયાથી લઈને ૨૫૦૦ રૂપિયા મહિને આપવાના વાયદાને પૂરો કરવાની સ્થિતિમાં ઝારખંડના રાજસ્વ અધિશેષનો દરજ્જો ખતરામાં પડી શકે છે. જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં પણ જો આ જ પ્રકારે રાજકીય પક્ષો દ્વરા રેવડીઓ વધતી રહી, તો આ રાજ્યોમાં પણ આર્થિક સંકટ પેદા થઈ શકે છે. લોકરંજક ખર્ચ, સબસિડી, મફતની સુવિધાઓ તથા સતત વધતા વેતન અને પેન્શન બિલોને કારણે રાજ્યોના વિકાસ કાર્યો માટે કોઈ ધન નથી બચતું. સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષો માટે ઘોષણા પત્ર જારી કરવા માટે એક નિશ્ચિત ગાઇડલાઇન નક્કી કરી છે, પરંતુ તેની એમના પર કોઈ અસર નથી પડી રહી. દેશમાં એવો કોઈ કાયદો નથી જેનાથી ઘોષણા પત્રોમાં કરાતી ઘોષણાઓને નિયંત્રિત કરી શકાય. હાલમાં સુપ્રીમ કોર્ટની ત્રણ સદસ્યોની પીઠ રાજકીય પક્ષો દ્વારા વહેંચાતા મફત ઉપહારો પર પ્રતિબંધ લગાવવા માટે દાખલ અરજીઓની સુનાવણી કરી રહી છે. ન્યાયાલયે જલ્દી આ બાબતે સુનાવણી પૂરી કરીને આ વધતી બીમારીનો ઇલાજ કરવો જોઇએ. હવે આ રેવડી સંસ્કૃતિ પર ગંભીરતાથી ચિંતન કરવાનો સમય આવી ગયો છે. આ પ્રકારે રાજકીય પક્ષ સરકારના ખર્ચા પર મતદારોને મફત ઉપહાર આપી રહ્યા છે. એટલે કે લોકોને પોતાના પક્ષમાં મતદાન કરવા માટે એક પ્રકારે લાંચ આપી રહ્યા છે. એવું કરવું રાજ્યોની આર્થિક સ્થિતિની દૃષ્ટિએ પણ યોગ્ય નથી. મતદારોને મફત સુવિધાઓ કે ઉપહાર આપવાથી અંતે સરકારી ખજાના પર અસર પડે છે.
Trending
- કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા
- ’Ramayana’ના સેટ પર રણબીર ભાવુક થયો, વીડિયો વાયરલ થયો; કહે છે- ’અંતે ભાષણ આપવું મુશ્કેલ છે’
- Diljit ને ટેકો આપવા બદલ અશોક પંડિતે નસીરુદ્દીન શાહને ઘેરી લીધા
- Famous TV actress Hina Khan એ તેના સાસરિયાઓની પ્રશંસા કરી છે જે તેને નિઃસ્વાર્થપણે ટેકો આપે છે
- Amjad Khan નો પુત્ર શાદાબ ખાન રાની મુખર્જી સાથે જોવા મળશે
- Shefali Jariwala ના મૃત્યુ પછી, અભિનેતાએ પાપારાઝીઓના અસંવેદનશીલ વલણને જોઈને નારાજગી વ્યક્ત કરી
- 2 જુલાઈનું રાશિફળ
- 2 જુલાઈનું પંચાંગ