મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીઓમાં તડજોડથી માંડીને લોકરંજક વાયદા સુદ્ઘાં પર જોર દર્શાવે છે કે સત્તાના દાવેદારોને પોતાના દમ પર ભરોસો નથી. આ દાવેદારો ક્યારેકને ક્યારેક સત્તામાં રહી ચૂક્યા છે. પછી એવું કેમ છે કે તેમણે પોતાના કામ પર જનાદેશનો વિશ્વાસ નથી? આ સવાલનો જવાબ આપ્યા વગર પણ સમજી શકાય છે. તેથી બંને રાજ્યોમાં યેનકેન પ્રકારે સત્તા હાંસલ કરવા માટે તડજોડ-ગઠબંધનથી માંડીને મફતની રેવડીઓ સુધી હરસંભવ બિછાત બિછાવવી પડી છે. સત્તાના આ ખેલમાં એ વાતની પરવા કોઈએ ન કરી કે આ રાજ્યોની પહેલેથી ખરાબ અર્થવ્યવસ્થા માટે તેમની ચૂંટણી ચાલો કેટલી ઘાતક સાબિત થશે. અસલમાં સત્તાની જંગમાં બધું જ જાયજ માની લેવામાં આવે છે અને આ કામમાં કોઈ કોઈથી પાછળ નથી. છેલ્લા પાંચ વર્ષ મહારાષ્ટ્ર સતત રાષ્ટ્રીય રાજનીતિના પણ કેન્દ્રમાં રહ્યું. ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેનાને મળેલ સ્પષ્ટ બહુમતથી લઈને મુખ્યમંત્રી પદ પર ટકરાવ અને અલગાવ તથા ફરીથી કજોડા ગઠબંધનો વચ્ચે સત્તાના ખેલ સુધી મહારાષ્ટ્રે રાજકીય પતનના નવા આયામ સ્થાપિત કર્યા.
ભાજપે શરદ પવારની એનસીપીથી ભત્રીજા અજિત પવારના થોડા દિવસોના બળવા દ્વારા ૮૦ કલાકની સરકાર બનાવીને પોતાની સાખ દાવ પર લગાવી તો મુખ્યમંત્રી બનવા માટે ઉદ્ઘવ ઠાકરેએ એ જ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા જેના વિરુદ્ઘ તેમના પિતા બાલા સાહેબ ઠાકરેએ શિવસેના બનાવી હતી! રાજકારણની નાટકીયતા અહીં જ સમાપ્ત નથી થઈ. હિંદુત્વના મુદ્દા પર પોતાના સૌથી જૂના અને આક્રમક સાથી રહેલા બાલા સાહેબના ઉત્તરાધકારી ઉદ્ઘવને મુખ્યમંત્રી નહિ બનાવનારી ભાજપે તેમની શિવસેના તોડનારા એકનાથ શિંદેને મુખ્યમંત્રી અને પોતાના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ઉપ-મુખ્યમંત્રી બનાવીને પોતાની શાખ પર ફરીથઈ સવાલિયા નિશાન પોતે જ લગાવ્યું. ૮૦ કલાકની ફડણવીસ સરકારમાં ઉપ-મુખ્યમંત્રી રહીને એનસીપીમાં પાછા ફરેલા અજિતમાં ફરી બળવો જાગ્યો અને તેઓ ધારાસભ્યોના બહુમત સાથે પાર્ટી તોડીને ભાજપ-શિંદે શિવસેનાની મહાયુતિ સરકાર સાથે જઈને પાંચમી વખત રાજ્યના ઉપ-મુખ્યમંત્રી બની ગયા. સત્તાના આ ખેલમાં નીતિ-સિદ્ઘાંત-વિચારધારા ના આ તરફ હતી, ના પેલી તરફ. બસ સત્તાની ધારા જ બધાના માથે ચડીને નાચી રહી હતી. જ્યારે જેને જેવો મોકો મળતો હતો, તે સત્તાના વહેણમાં ડૂબકી મારી રહ્યો હતો.
મહારાષ્ટ્રમાં પરિવાર પણ તૂટ્યા. હવે અજિત પવારે કહ્યું કે ૨૦૧૯ના નાટકના રચયિતા તો શરદ પવાર જ હતા. મહારાષ્ટ્રના ચૂંટણી પરિદૃશ્યમાં ભાજપ અને કોંગ્રેસ જ બે મોટા પક્ષો છે. ભાજપની મહાયુતિ અને કોંગ્રેસની મહાવિકાસ આઘાડી, બંનેમાં ગણતરીના ત્રણ-ત્રણ પક્ષ છે, પરંતુ અસલમાં બાકી બે પક્ષો વિભાજિત જૂથ છે, જેમની રાજકીય સ્વીકાર્યતાની પરીક્ષા છે આ ચૂંટણીઓ. શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને અજિત પવારના નેતૃત્વવાળી એનસીપી, મહાયુતિમાં છે તો ઉદ્ઘવના નેતૃત્વવાળી શિવસેના અને શરદ પવારના નેતૃત્વવાળી એનસીપી, મહાવિકાસ આઘાડીમાં છે. વિચિત્ર સ્થતિ છે કે બંને મોટા પક્ષો આ જૂથો પર વધુ નિર્ભર દેખાઈ રહ્યા છે, જ્યારે તેમની વિશ્વસનિયતા શંકાસ્પદ છે. શરદ પવાર પોતાના ધારાસભ્યોની સંખ્યાથી પણ કેટલાય ગણી સીટો પોતાની એનસીપી માટે હાંસલ કરવામાં સફળ રહ્યા. અજિત પવાર મહાયુતિમાં હોવા છતાં ભાજપની ચૂંટણી રણનીતિની ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે. ભાજપ જે નવાબ મલિક પર અંડરવર્લ્ડ સાથે સંબંધોના આરોપ લગાવતી રહી, તેમને અને તેમની પુત્રીને પણ અજિતે વિધાનસભા ટિકિટ આપી. આ કેવો ગઠબંધન ધર્મ છે? શિંદે સાથે ભાજપના સંબંધો સહજ જણાય છે, પરંતુ તેમને આપવામાં આવેલી વધારે સીટોમાં રાજકીય જોખમ પણ છે. ખુદ સત્તાના દાવેદારોમાં એવા ભ્રમ વચ્ચે મતદારો માટે કોઈ પક્ષ-ઉમેદવારની પસંદગી આસાન નહીં હોય.
ઝારખંડનું ચૂંટણી પરિદૃશ્ય પણ તડજોડ અને વાયદાની માયાજાળથી મુક્ત નથી. તમામ આશંકાઓ વચ્ચે ઝારખંડ મુક્તિ મોરચા-કોંગ્રેસ-રાજદ ગઠબંધન સરકાર કાર્યકાળ પૂરો કરવામાં સફળ રહી, પરંતુ આ દરમ્યાન એક મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી પદ છોડીને હેમંત સોરેને થોડા મહિના જેલમાં રહેવું પડ્યું. એ દરમ્યાન મુખ્યમંત્રી બનાવવામાં આવેલા ચંપઇ સોરેન જ આ ચૂંટણીમાં ભાજપ માટે આદિવાસી ક્ષેત્રોમાં ‘ટ્રમ્પ કાર્ડ’ બનતા દેખાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં જો પવાર પરિવાર વિભાજિત થયો તો ઝારખંડમાં પણ મુખ્યમંત્રી હેમંત સોરેનનો પરિવાર તૂટી ચૂક્યો છે. તેમની ભાભી સીતા સોરેન ભાજપમાં છે. ચૂંટણી પહેલાં પક્ષપલટા તો હવે ભારતીય રાજકારણનું સ્થાયી ચરિત્ર બની ગયા છે,