જમ્મુ કાશ્મીરમાં નવી સરકાર બન્યા બાદ સક્રિય થયેલ આતંકવાદ જેમના નિશાના પર સેના અને બિનકાશ્મીરી હિંદુ નાગરિકો દેખાય છે. શું આ કોઈ ષડયંત્રનો હિસ્સો છે જેનાથી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે તિરાડ પેદા કરી શકાય કે અલગતાવાદી અને ડીપ સ્ટેટની કોઈ ભારત સરકાર પર દબાણ બનાવવાનું ષડયંત્ર છે? કેટલાંક વર્ષ પહેલાં ઘાટીમાં સુરક્ષા દળો સાથે અથડામણ દરમ્યાન એવા આતંકવાદીઓને ઠાર માર્યા હતા જેઓ એકાદ-બે દિવસ પહેલાં જ આતંકવાદી સમૂહનો હિસ્સો બન્યા હતા.
કેટલાક મામલે માર્યા ગયેલા આતંકવાદીના પરિવારજનોને એ ભરોસો ન હતો કે તેમનાં બાળકોએ આતંકનો રસ્તો અપનાવીને હથિયાર ઉઠાવી લીધાં હતાં. જમ્મુ કાશ્મીર પોલીસ અનુસાર ‘હાઇબ્રિડ આતંકી’ એવા આતંકવાદી છે જે હિંસાત્મક ગતિવિધિઓમાં એક નાગરિક તરીકે સામેલ હોય છે. હાઇબ્રિડ આતંકવાદી એવા વ્યક્તિ હોય છે જે પહેલાં કોઈ પ્રકારની આતંકી ગતિવિધિમાં સામેલ થયા નથી હોતા અને ના તેમનો કોઈ પ્રકારનો સામાજિક કે પોલીસ તથા સુરક્ષા તપાસ એજન્સીઓના રડારમાં કોઈ પ્રકારનો અપરાધિક/આતંકી રેકોર્ડ નથી હોતો. સામાન્ય લાગતા આ લોકો જેમનું ગુપ્ત રીતે નામાંકન કરીને ભરતી કર્યા બાદ યોગ્ય પ્રશિક્ષણ પણ આપવામાં આવે છે અને તેમની ઓળખ કરવી સુરક્ષા દળો માટે બહુ મુશ્કેલ અને પડકારજનક કામ હોય છે. આ લોકો આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થાય છે કે તેમાં સહાયતા કરે છે. હાઇબ્રિડ આતંકવાદી સામાન્ય લોકો વચ્ચે પોતાની સામાન્ય સામાજિક ઓળખ સાથે રહે છે. તેમને દિશા નિર્દેશ મળતાં આતંકવાદી કાર્યવાહીને અંજામ આપ્યા બાદ ફરીથી સામાન્ય જીવન વિતાવવા લાગે છે. આ એ કાશ્મીરી યુવા હોય છે, જેમની કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી નથી હોતી અને તેઓ ઓનલાઇન માધ્યમથી રેઝિસ્ટન્સ ગ્રુપ સાથે જોડાય છે, તેમની ટ્રેનિંગ થાય છે, ટારગેટ નક્કી થાય છે અને ટારગેટની રેકી કરવામાં આવે છે. પછી નક્કી સમયે ઘટનાને અંજામ આપવાની સાથે આતંકી પાછો ઘરે આવી જાય છે અને પોતાની આતંકવાદી હોવાની ઓળખ ગુપ્ત રાખીને પોતાના ગામ-શહેર જઈને સામાન્ય જંદગી જીવવા લાગે છે. આંતરરાષ્ટ્રીય સીમા પર ભઆરતીય સેનાએ ઘૂસણખોરીને ઝીરો ટકા લેવલ પર લાવવામાં સફળતા મેળવ્યા બાદ વિદેશી કે વિદેશમાં પ્રશિક્ષણ પ્રાપ્ત આતંકવાદીઓનું ભારતની સીમામાં ઘૂસણખોરી કરવું હવે મુશ્કેલ થઈ ગયું છે.
જમ્મુ-કાશ્મીરમાં મોટાભાગના વિદેશી કે સ્થાનિક આતંકવાદીઓનો ભારતીય સુરક્ષા દળો દ્વારા સફાયો કરી દેવાયો છે અને સ્થાનિક નાગરિકો આતંકવાદી ગતિવિધઓથી અંતર રાખવા લાગ્યા. બીજી તરફ પાકિસ્તાન પર એફએટીએફની તલવાર લટકી હોવાને કારણે પાકિસ્તાન પ્રત્યક્ષ રૂપે આતંકવાદ સમર્થક ટેગથી દરેક હાલમાં બચાવવા માગે છે. આ જ કારણે એક નવા વિકલ્પ રૂપે પાકિસ્તાન દ્વારા હાઇબ્રિડ આતંકીઓ તૈયાર કરાવવાનું કામ શરૂ કર્યું છે. પાકિસ્તાન ભારતીય યુવાઓ સાથે ઓનલાઇન સંપર્ક કરે છે અને તેમનું બ્રેઇનવોશ કર્યા બાદ તેમને ઓનલાઇન ભરતી કરવામાં આવે છે. તેમને ઓનલાઇન જ ટ્રેનિંગ આપવામાં આવે છે. જરૂર પડ્યે તેમને હુમલો કરવા મોકલવામાં આવે છે. હાઇબ્રિડ આતંકી ૧-૨ની સંખ્યામાં હુમલાને અંજામ આપે છે. પાકિસ્તાન એવા લોકોને ચિહ્નિત કરે છે જે અપરાધિક અને રાષ્ટ્રવિરોધી માનસિકતા ધરાવતા હોય. એમ તો પહેલાં પણ કેટલીક મહલા ઓવરગ્રાઉન્ડ કાર્યકર્તા (ઓજીડબ્લ્યુ) આતંકવાદીઓના સાથી તરીકે જોવાતી રહી છે, પરંતુ હવે જ્યારે ઘાટીમાં આતંકવાદ સમાપ્તિ તરફ વળી ચૂક્યો છે એવા સમયમાં આ સુરક્ષા એજન્સીઓ માટે એક નવો પડકાર સાબિત થઈ શકે છે.