Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 27 ઓગસ્ટ નું પંચાંગ
    • 27 ઓગસ્ટ નું રાશિફળ
    • Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે
    • તંત્રી લેખ…રાજકીય અને ચૂંટણી સુધારાઓ અંગે મૂંઝવણમાં મુકાયેલા વિપક્ષી પક્ષો
    • Ahmedabad યુરોપની ટુરના બહાને ચાર વ્યક્તિ સાથે ૨૪ લાખની છેતરિંપડી
    • Rajkot માં માત્ર ૧૩ વર્ષની બાળકી પર વારંવાર દુષ્કર્મ : વિધર્મી સકંજામાં
    • Dubai ની ઇન્ડિગો ફ્લાઇટના ટોઇલેટમાંથી ૧.૯૩ કરોડનું બિનવારસી સોનું મળ્યું
    • America માં વિરોધ બાદ વોશિંગ્ટન-શિકાગો પર નેશનલ ગાડ્‌ર્સનું નિયંત્રણ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»દરેક ઉછાળે વિદેશી સંસ્થાઓની નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે…!!!
    વ્યાપાર

    દરેક ઉછાળે વિદેશી સંસ્થાઓની નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે…!!!

    Vikram RavalBy Vikram RavalNovember 13, 2024No Comments7 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૧૧.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૬૭૫ સામે ૭૮૪૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૭૫૩૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૧૧૫૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૮૪ પોઈન્ટના ઘટાડા સાથે ૭૭૬૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૯૫૯ સામે ૨૩૮૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૬૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૬૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૬૯૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    બુધવારે શેરબજારમાં સળંગ પાંચમા દિવસે મંદીનુ જોર રહ્યું છે. સેન્સેક્સ આજે નેગેટિવ ઝોનમાં ખૂલ્યા બાદ બપોરના ટ્રેડિંગ સેશનાં ૧૧૦૦ પોઈન્ટથી વધુ તૂટ્યો હતો.જ્યારે નિફ્ટીમાં પણ ૩૦૦ પોઈન્ટનો ઘટાડો.સાર્વત્રિક ધોરણે મોટાપાયે કરેક્શનના પગલે સેન્સેક્સ અને નિફ્ટી કડડભૂસ થયા છે. રિયાલ્ટી સેગમેન્ટમાં નબળા ત્રિમાસિક પરિણામો, તેમજ મોંઘવારીમાં વૃદ્ધિ નોંધાતા માર્કેટ નેગેટિવ રહેવાની શક્યતાઓ સાથે શેર્સ કડડભૂસ થયા હતા.રિયાલ્ટી સેગમેન્ટની લગભગ તમામ સ્ક્રિપ્સ ૪%થી વધુ તૂટી હતી.આ સિવાય ઓઈલ એન્ડ ગેસ,પાવર,પીએસયુ શેર્સમાં પણ ગાબડું નોંધાયું છે.

    સેન્સેક્સ ૯૮૪ પોઈન્ટના ઘટાળા સાથે ૭૭૬૯૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૬૩ પોઈન્ટના ઘટાળા સાથે ૨૩૬૯૬ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૮૮૧ પોઈન્ટના ઘટાળા સાથે ૫૦૪૯૨ પોઈન્ટના સ્તરે બંધ થયો. સેન્સેકસ, નિફટીમાં ભારે વોલેટીલિટી બાદ સ્થિરતા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત ધૂમ વેચવાલી સાથે ફંડો, ઓપરેટરો ભાવો તોડીને વેચવા લાગ્યાના સંકેત વચ્ચે ઘણા શેરોના ભાવો તૂટતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશ ઘટાળો થયો હતો. રોકાણકારોના આજે વધુ  ૫.૦૦ લાખ કરોડ ડૂબ્યા છે.

    ઓક્ટોબરમાં ખાદ્ય વસ્તુઓના ભાવ વધવાને કારણે કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત રીટેલ ફુગાવો વધીને ૬.૨૧% નોંધવામાં આવ્યો  છે. જે છેલ્લા ૧૪ મહિનામાં સૌથી વધુ છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર, ૨૦૨૩થી રીટેલ ફુગાવો ૬ ટકાથી ઓછો રહ્યો હતો. ઓક્ટોબરમાં ખાદ્ય ફુગાવો વધીને ૯.૬૯% થઇ ગયો છે. શહેરી મોંઘવારી ગયા મહિનાની ૫.૦૫% થી વધીને ૫.૬૨% થઇ ગઇ છે. ખાદ્ય ફુગાવો ગ્રામીણ વિસ્તારોમાં ૧૦.૬૯% અને શહેરી વિસ્તારોમાં ૧૧.૦૯%રહ્યો છે. સપ્ટેમ્બરમાં ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઇઆઇપી) આધારિત ઔૈદ્યોગિક ઉત્પાદન વધીને ૩.૧% રહ્યું છે.ઓગસ્ટ, ૨૦૨૩માં ઔદ્યોગિક ઉત્પાદનની વૃદ્ધિ માઇનસ ૦.૧% રહી હતી.સપ્ટેમ્બરમાં માઇનિંગ, મેન્યુફેકચરિંગ અને પાવર જનરેશન જેવા ક્ષેત્રોના સારા દેખાવને પગલે ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર સપ્ટેમ્બરમાં માઇનિંગ સેક્ટરમાં ૦.૨%, મેન્યુફેકચરિંગ સેક્ટરમાં ૩.૯% અને વીજળી સેક્ટરમાં ૦.૫%ની વૃદ્ધિ જોવા મળી છે. ફેબુ્રઆરી ૨૦૨૫થી આરબીઆઇ વ્યાજ દરોમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. રીટેલ ફુગાવો વધીને આવતા હાલમાં વ્યાજ દરોમાં ઘટાડાની કોઇ શક્યતા નથી. 

    આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં હિન્દુસ્તાન યુનીલીવર,ઈન્ફોસીસ,ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ,ટાટા મોટર્સ,ઝાઈડસ લાઈફ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ડીવીસ લેબ,ઈન્ડીગો,લાર્સેન,ટીસીએસ,ટોરેન્ટ ફાર્મા,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ગ્રાસીમ,લ્યુપીન,સન ફાર્મા,મુથૂટ ફાઈનાન્સ,કોટક બેન્ક,ટેક મહિન્દ્રા,વોલ્ટાસ,ભારતી ઐરટેલ,રિલાયન્સ,સિપ્લા,અદાણી પોર્ટસ,એક્સીસ બેન્ક,જીન્દાલ સ્ટીલ જેવા શેરોમાં ઘટાળો થયો છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૨૯૯ અને વધનારની સંખ્યા ૬૭૦ રહી હતી,  ૯૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા….મિત્રો, વિદેશી ફંડોની અવિરત વેચવાલી અટકે નહીં ત્યાં સુધી બજારમાં સાવચેત રહેવું આવશ્યક છે.જીઓપોલિટીકલ ટેન્શન સાથે ક્રુડ ઓઈલમાં ભડકાના સંજોગોમાં અને ફોરેન ફંડોની અવિરત વેચવાલીના સંજોગોમાં લોકલ ફંડો પર રિડમ્પશનનું પ્રેશર આગામી દિવસોમાં આવી શકે છે,આ પરિસ્થિતિમાં નવેમ્બર મહિનો અફડા – તફડી નીવડી શકે છે એટલે જે શેરોમાં માતબર નફો મળતો હોય એ બુક કરવો સલાહભર્યું છે.આગામી દિવસોમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એટલે કે લોકલ ફંડો-મ્યુચ્યુઅલ ફંડોની ખરીદી પણ ધીમી પડતી જોવાઈ શકે છે.જેથી હજુ આગામી દિવસોમાં નવી ખરીદી કે એવરેજ કરવાથી દૂર રહેવું સલાહભર્યું છે. શેરબજારમાં ગયા સપ્તાહે જોવા મળેલા મામૂલી ઉછાળા બાદ હવે રોકાણકારોની નજર આગામી દિવસો પર છે.આગામી દિવસોમાં શેરબજારનું પ્રદર્શન ઉતાર-ચઢાવથી ભરેલું રહી શકે છે.

    વૈશ્વિક બજારોમાં અમેરિકા પાછળ રિકવરી સાથે ભારતીય શેર બજારોમાં ભારે વોલેટીલિટી જોવાઈ હતી. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવ્યા બાદ આ વખતે ટેરિફ વોર છેડશે કે નહીં એની અનિશ્ચિતતામાં અમુક વર્ગ ટ્રમ્પ પહેલા કરતાં વૈશ્વિક વેપારમાં પોઝિટીવ બનશે એવા અનુમાન મૂકવા લાગતાં અમેરિકા, યુરોપના બજારોમાં રિકવરી જોવાઈ હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં સતત ધૂમ વેચવાલી અને ખાસ વધ્યામથાળે સતત ઓફલોડિંગ કરતાં હોઈ ઉછાળા ટકી શક્યા નહોતા.લોકલ ફંડો, સંસ્થાકીય રોકાણકારોની ખરીદી મર્યાદિત થઈ રહી હોઈ ઘટાડાને અટકાવી શકવા અસમર્થ રહ્યા છે. ખાસ સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ઓપરેટરો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો ફરી ભાવો તોડીને શેરો વેચવાલ લાગતાં સતત મોટા ગાબડાં પડતાં જોવાયા હતા. 

    તા.૧૪.૧૧.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૩.૧૧.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૬૯૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૨૩૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૭૪૭ પોઈન્ટ થી ૨૩૮૦૮ પોઈન્ટ,૨૩૮૮૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૧૩.૧૧.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૦૪૯૨ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૦૧૮૦ પોઈન્ટ પ્રથમ અને ૫૦૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૦૫૭૫ પોઈન્ટ થી ૫૦૭૦૭ પોઈન્ટ,૫૦૭૭૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૦૦૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • ગોદરેજ પ્રોપર્ટી ( ૨૫૯૮ ) :- ગોદરેજ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૫૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૫૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૬૨૦ થી રૂ.૨૬૩૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૬૪૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • એસીસી લીમીટેડ ( ૨૨૦૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૧૮૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૨૧૬૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૨૨૮ થી રૂ.૨૨૪૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • સન ફાર્મા  ( ૧૭૮૩ ):- રૂ.૧૭૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૭૪૪ બીજા સપોર્ટથી ફાર્માસ્યુટિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૯૭ થી રૂ.૧૮૦૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • મહાનગર ગેસ ( ૧૩૪૦ ) :- એલપીજી/સીએનજી/પીએનજી સપ્લાયર્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૫૭ થી રૂ.૧૩૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૯૩૮ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૨૮ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સ્ટીલ  સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૯૫૩ થી રૂ.૯૬૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • ઓબેરોઈ રીયાલીટી ( ૧૭૧૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ એન્ડ કોમર્સિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૪૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૯૮ થી રૂ.૧૮૮૫ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૮૭૧ ):- રૂ.૧૮૯૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૯૦૯ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૮૪૮ થી રૂ.૧૮૩૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૯૧૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • એચસીએલ ટેકનોલોજી ( ૧૮૭૦ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૯૦૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૮૪૪ થી રૂ.૧૮૨૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • કોટક મહિન્દ્રા બેન્ક ( ૧૬૯૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૨૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૮૦ થી રૂ.૧૬૬૫ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ભારતી ઐરટેલ ( ૧૫૫૨ ) :- રૂ.૧૫૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૮૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૫૩૦ થી રૂ.૧૫૧૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    રૂના ભાવ 4 ટકા તૂટયા : હવે ટેકાના ભાવે ‘અમર્યાદિત’ ખરીદી કરાશે

    August 26, 2025
    રાષ્ટ્રીય

    ખાદ્ય – ટેક્સટાઈલ ઉત્પાદનો 5%ના નીચા GST સ્લેબમાં જશે

    August 26, 2025
    વ્યાપાર

    Stock market 600 પોઈન્ટ – રૂપિયો 15 પૈસા તૂટયા : સોના-ચાંદીમાં તેજી

    August 26, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    August 25, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    August 25, 2025
    મુખ્ય સમાચાર

    એક્સપર્ટના: Silver ના ભાવ ટૂંક સમયમાં 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે

    August 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025

    તંત્રી લેખ…રાજકીય અને ચૂંટણી સુધારાઓ અંગે મૂંઝવણમાં મુકાયેલા વિપક્ષી પક્ષો

    August 26, 2025

    Ahmedabad યુરોપની ટુરના બહાને ચાર વ્યક્તિ સાથે ૨૪ લાખની છેતરિંપડી

    August 26, 2025

    Rajkot માં માત્ર ૧૩ વર્ષની બાળકી પર વારંવાર દુષ્કર્મ : વિધર્મી સકંજામાં

    August 26, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.