New Delhi,તા.30
દેશભરની અદાલતોમાં ચેક બાઉન્સના 43 લાખ 5 હજાર 932 કેસ પેન્ડિંગ છે, જેમાંથી સૌથી વધુ 6.41 લાખ કેસ રાજસ્થાનમાં છે. મહારાષ્ટ્ર, ગુજરાત જેવાં રાજ્યોનો ક્રમ પણ રાજસ્થાન પછી આવે છે.
કેન્દ્રીય કાયદા રાજયમંત્રી અર્જુન રામ મેઘવાલે તાજેતરમાં અશોક કુમાર રાવતના પ્રશ્ર્ન પર લોકસભામાં આ માહિતી આપી હતી. દેશમાં ટ્રાફિકના કેસ અને ચેક બાઉન્સના કેસ ઘણાં બધાં છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને લોકોની સુવિધા માટે અને ટ્રાફિક ચલણના કેસોમાં કામમાં ઝડપ લાવવા માટે વર્ચ્યુઅલ કોર્ટની સ્થાપના કરવામાં આવી છે, જ્યારે ચેક બાઉન્સના કેસ માટે કોઈ નવી વ્યવસ્થા કરવામાં આવી નથી.
ચેક બાઉન્સ કોર્ટ અંગે કેન્દ્રીય કાયદા રાજ્ય મંત્રી મેઘવાલે પણ સ્વીકાર્યું કે તેમની પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાફ અને અધિકારીઓનો અભાવ છે.
બાકી કેસમાં ટોચનાં 5 રાજયો
રાજસ્થાન 641898 કેસો
મહારાષ્ટ્ર 589936 કેસો
ગુજરાત 473236 કેસો
દિલ્હી 454653 કેસો
ઉત્તરપ્રદેશ 376298 કેસો