Mumbai,તા.૨૯
ભારતીય શેરબજાર આજે મંગળવારે તેજી સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે ૦.૪૫ ટકા અથવા ૩૬૩ પોઇન્ટના વધારા સાથે ૮૦,૩૬૯ પર બંધ થયો હતો. બજાર બંધ થવાના સમયે સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૬ શેર લીલા નિશાને અને ૧૪ શેર લાલ નિશાન પર બંધ થયા હતા. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી આજે ૦.૫૨ ટકા અથવા ૧૨૭ પોઇન્ટના વધારા સાથે ૨૪,૪૬૬ પર બંધ થયો હતો. માર્કેટ ક્લોઝિંગ સમયે નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૩૧ શેર લીલા નિશાન પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા, ૧૮ શેર લાલ નિશાન પર હતા અને ૧ શેર કોઈ ફેરફાર વગર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.મંગળવારે નિફ્ટી પેક શેર્સમાં સૌથી મોટો વધારો એસબીઆઇમાં ૫.૦૫ ટકા, બીઇએલમાં ૪.૮૯ ટકા, આઇશર મોટર્સમાં ૩.૩૮ ટકા, એચડીએફસી લાઇફમાં ૩.૩૨ ટકા અને જીમ્ૈં લાઇફમાં ૩.૧૮ ટકાનો વધારો નોંધાયો હતો. તે જ સમયે, મારુતિમાં ૪.૧૬ ટકા, ટાટા મોટર્સમાં ૩.૯૨ ટકા, ડૉ. રેડ્ડીઝમાં ૨.૫૨ ટકા અને સન ફાર્મામાં ૨.૦૪ ટકાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો મંગળવારે નિફ્ટી પીએસયુ બેંકમાં સૌથી વધુ ૩.૬૪ ટકાનો વધારો નોંધાયો હતો. આ ઉપરાંત નિફ્ટી મેટલમાં ૦.૬૫ ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેન્કમાં ૧.૫૩ ટકા, નિફ્ટી રિયલ્ટીમાં ૧.૪૩ ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૭૪ ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં ૦.૩૩ ટકા, નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેરમાં ૦.૦૪ ટકાનો વધારો નોંધાયો હતો. આ સિવાય નિફ્ટી ઓટોમાં ૧.૫૭ ટકા, નિફ્ટી એફએમસીજીમાં ૦.૦૮ ટકા, નિફ્ટી આઈટીમાં ૦.૪૧ ટકા, નિફ્ટી ફાર્મામાં ૧.૧૨ ટકા અને નિફ્ટી હેલ્થકેર ઈન્ડેક્સમાં ૦.૮૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો.