Rajkot તા.6
ગત શનિવારે રાજયકક્ષાના ખેલ મહાકુંભ 3.0નો સૌરાષ્ટ્ર યુનિ.ના એથ્લેટીકસ ગ્રાઉન્ડ ખાતેથી રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ વિવિધ રંગારંગ કાર્યક્રમો સાથે પ્રારંભ કરાવ્યો હતો તેની સાથોસાથ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજકોટના અડધો ડઝન કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના અતિથિ બની તેમને ત્યાં રાત્રી ભોજન લીધું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે ગૃહ રાજયમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ પણ ધારાસભ્ય રમેશ ટીલાળાના નિવાસે રાત્રી ભોજન લીધુ હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, રાજકોટના પ્રથમ નાગરિક નયનાબેન પેઢડીયા, રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, પુર્વ મંત્રી અને ધારાસભ્યો સર્વશ્રી જયેશભાઈ રાદડીયા, ઉદયભાઈ કાનગડ, દર્શિતાબેન શાહ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ દોશી, પ્રદેશ ભાજપ અગ્રણી માયાબેન કોડનાની તથા મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ, શહેર ભાજપના તમામ હોદેદારો તેમજ કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર બ્રિજેશ ઝા, આઈજીપી અશોક યાદવ, જેસીપી મહેન્દ્રકુમાર બગડીયા, મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે, એસપી હિમકિરણસિંહ, ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી સજજનસિંહ પરમાર તથા અધિકલેકટર એસીપી ક્રાઈમ ઉપરાંત શહેર/જિલ્લા કક્ષાના અધિકારીઓ હાજર રહેલ હતા.