Surat,તા.૧૭
સુરતથી સમાજ સામે આંગળી ચિંધતો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ધોરણ ૧૦ની વિદ્યાર્થિનીએ જાતે ઘરમાં ગર્ભપાત કર્યો હતો. યુટ્યુબ પરથી જોઈને સગીરાએ જાતે ગર્ભપાત કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ૧૬ વર્ષની સગીરાને ૧૬ વર્ષના સોશિયલ મીડિયાના મિત્રએ ગર્ભવતી કરી હતી..જે બાદ તેણે બાળકને જન્મ આપતાની સાથે જ ત્યજી દીધું હતું. ૯ તારીખે પાંડેસરામાંથી મળેલી નવજાત બાળકીના વાલીની તપાસ પોલીસે શરૂ કરતા આ આખો કિસ્સો સામે આવ્યો. પોલીસ તપાસ માટે ઘરે આવી ત્યારે કિશોરીનો ભાંડો ફૂટ્યો.
મોબાઈલનું વળગણ માનવજાતને ગળી રહ્યું છે. મોબાઈલને કારણે માસુમોની જિંદગી છીનવાઈ રહી છે. સુરતનો આ કિસ્સો તમને હચમચાવી દેશે. એક ૧૬ વર્ષની સગીરા આવું કરી શકે તે માનવામાં ન આવે તેવી ઘટના છે. આ ઘટના પર નજર કરીએ તો, સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ અપેક્ષા નગરમાં વહેલી સવારે બાળકો રમી રહ્યા હતા. રમી રહેલા બાળકોને ખાડી પાસે જ આવેલ કચરાના ઢગલામાં એક બાળકી દેખાઈ આવી હતી. બાળકને તાત્કાલિક નજીકમાં રહેતા લોકોને જાણ કરી હતી. જાણ થવાની સાથે જ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતી. બાળકીને તપાસ કરતાં તેનો શ્વાસ ચાલી રહ્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક ૧૦૮ ને જાણ કરી બોલાવી હતી. ૧૦૮ ના કર્મચારીઓ બાળકીને સારવાર અર્થ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા.જ્યાં બાળકીને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા તબીબોએ મૃતક જાહેર કર્યું હતું.
બાળકીના મોતને સ્થાનિકો રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, બાળકોએ અમને લોકોને જાણ કરતાં અમે તાત્કાલિક આવી પહોંચ્યા હતા અને બાળકીને સારવાર અર્થ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા. જ્યાં બાળકીનું મોત થયું હતું. કોઈ મહિલા દ્વારા પોતાના પાપ છુપાવવા બાળકીને ફેંકવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે. આવી વ્યક્તિ સામે પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. જેને કરી ભવિષ્યમાં ફરી આવી ઘટના ન બને.હાલ તો પાંડેસરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ નવજાતનું પગેરું શોધતા સુરત પોલીસ જે ઘરમાં પહોંચી તે જાણીને પોલીસના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તપાસમાં ખુલાસો થયો કે, ધો. ૧૦ની વિદ્યાર્થિનીએ યુ-ટ્યુબ જોઈને જાતે જ ગર્ભપાત કર્યો હતો. ૧૬ વર્ષની કિશોરીને ૧૬ વર્ષના સોશિયલ મીડિયા ફ્રેન્ડે ગર્ભવતી કરી નાંખી હતી. ૯ તારીખે પાંડેસરામાંથી મળેલી મૃત નવજાત બાળકીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો હતો. પોલીસ ઘરે આવી ત્યારે કિશોરીનો ભાંડો ફૂટ્યો હતો.
જાતે ગર્ભપાત કર્યા બાદ સગીરાએ નવજાને ખાડી પાસે ફેંકી દીધું હતું. લોકોને બાળક મળી આવ્યું હતું અને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. બાદમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, મિત્ર સાથે સંબંધ બનાવ્યા બાદ સગીરા ગર્ભવતી થઈ હતી. જે બાદ કિશોરીએ યુટ્યુબ પર જોઈને ગર્ભપાતની દવા લીધી હતી. આઠમી જાન્યુયારીના રોજ મોડી રાત્રે તેને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. કિશોરી બાથરૂમમાં ગઈ ત્યાં જ તેને કસૂવાવડ થઈ હતી. જે બાદ તે નવજાતને ફેંકી આવી હતી. આ કિસ્સો સામે આવતા ફરી એકવાર મોબાઈલના વ્યસન અને યુવાધનના વ્યવહાર પર સવાલો ઉઠી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વીડિયોઝ જોઈને યુવાનો ક્યા માર્ગે જઈ રહ્યા છે તે ખરેખર મોટો પ્રશ્ન છે. જેથી તેણીએ નવજાતને ફેંકી આવી હતી.