Junagadh તા.૧૬
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી જૂનાગઢ પ્રેરિત તેમજ સમગ્ર શિક્ષા જૂનાગઢ આયોજિત વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત જિલ્લા કક્ષાનો કૌશલ્યોત્સવ એટલે કે સ્કિલ કોમ્પિટિશનનું આયોજન આજરોજ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવ્યુ હતું. ધો. ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સાથે વ્યવસાયલક્ષી અભિગમ કેળવાય અને પોતાના મનપસંદ ક્ષેત્રમાં તે આગળ વધી શકે અને કૌશલ્યલક્ષી અભિગમ કેળવાય એ હેતુથી આયોજિત આ કૌશલ્યોત્સવમાં જૂનાગઢ જિલ્લાની ૪૨ શાળાઓના ૧૧૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી લતાબેન ઉપાધ્યાય, એન.આર.ઉમરડિયા આઈ.ટી.આઈ જૂનાગઢ, આરવી મોરવાડિયા મહિલા આઈ.ટી.આઈ, દેવેનભાઈ રાઠોડ ડી.ઈ.ઓ કચેરી, જલ્પાબેન ક્યાડા, જ્યોત્સનાબેન પરમાર સમગ્ર શિક્ષા જિલ્લા કોર્ડીનેટર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંદીપભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.