રાજકોટના બી.ડીવિઝન અને ડીસીબી પોલીસ મથકના ચોપડે દારૂના ગુનામાં ચડી ચૂક્યો
Rajkot,તા.05
શહેર પોલીસ કમિશનર દ્વારા દારૂના ધંધાર્થી સામે કડક કાર્યવાહી કરી ચોટીલા નાની મોલડી ગામના મહેન્દ્ર ઉર્ફે સોમકુ ભગત નામના બુટલેગર ની પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલમાં ધકેલવામાં આવ્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં થર્ટી ફર્સ્ટ પૂર્વે દારૂના હેરાફેરી ડામી દેવા અને દારૂના ધંધાર્થી સામે કડક કામગીરી કરવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા આપેલી સૂચનાને પગલે પીસીબી શાખા દ્વારા ચોટીલા તાલુકાના નાની મોલડી ગામના મહેન્દ્ર ઉર્ફે સોમકું ગભરુભાઈ ભગત નામના શખ્સ ની સામે રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ મથકે અને ડીસીબી પોલીસ મથકના ચોપડે દારૂના ગુનામાં ચડી ચૂક્યો હોવાથી તેની સામે પાસા ની દરખાસ્ત કરવામાં આવતા પોલીસ કમિશનર બ્રિજેશ જાય મંજૂરીની મહોર મારતા જે વોરંટની પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ આર ગોંડલીયા અને પીએસઆઇ એમ જે હું સહિતના સ્ટાફે વોરંટની ઉજવણી કરી મહેન્દ્ર ઉર્ફે સોમકું ભગત નામના શખ્સને અટકાયત કરી સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યો છે