રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૧.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૨૨૩ સામે ૭૯૨૮૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૭૭૮૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૭૫૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૫૮ પોઈન્ટના ઘટાડા સાથે ૭૭૯૬૪ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૦૯૨ સામે ૨૪૧૪૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૬૬૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૭૧ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૭૨૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
રોકાણકારો હવે હોલિડે મૂડમાંથી બહાર આવતા તેની અસર માર્કેટ સેન્ટિમેન્ટ પર જોવા મળી રહી છે અને ભારતીય શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થયા બાદ આજે નવા સપ્તાહના પ્રથમ દિવસે બીએસઈ સેન્સેક્સ સુધારા તરફી ખૂલ્યા બાદ અંદાજીત ૧૨૦૦ પોઈન્ટ તેમજ નિફ્ટી ફ્યુચરમાં પણ ૩૫૦ પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો હતો. શેરબજારમાં મોટા કડાકાનું એક કારણ ચીનમાં નવા વાયરસની શરૂઆત પણ છે. ચીનમાં કોરનાની જેમ ચેપી HMPV વાયરસ ફેલાઈ રહ્યો છે. જેનો કેસ કર્ણાટક અને ગુજરાતમાંથી પણ મળ્યો છે. જેથી રોકાણકારો હાલ સાવચેતીનું વલણ અપનાવતાં જોવા મળી રહ્યા છે.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ અને યુએસ યીલ્ડ સતત તેજી સાથે આગેકૂચ કરી રહ્યા છે. જેની સામે રૂપિયો ૫ પૈસા તૂટી ૮૫.૮૪ની વધુ નવી રેકોર્ડ તળિયે ટ્રેડ થઈ રહ્યો છે. વિદેશી રોકાણકારો પણ જ્યાં સુધી ડોલર ઈન્ડેક્સ અને યુએસ યીલ્ડમાં તેજી સ્થિર નહીં થાય ત્યાં સુધી વેચવાલી નોંધાવે તેવી શક્યતા જોવાઈ રહી છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૪૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૩.૧૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર યુટીલીટીઝ, પાવર, સર્વિસીસ, ઓઈલ એન્ડ ગેસ, મેટલ, રિયલ્ટી અને એનર્જી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૪૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૪૭૪ અને વધનારની સંખ્યા ૬૫૬ રહી હતી, ૧૧૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાઈટન કંપની લિ. ૦.૬૦%, એચસીએલ ટેકનોલોજી ૦.૨૬% અને સન ફાર્મા ૦.૦૧% વધ્યા હતા, જયારે ટાટા સ્ટીલ ૪.૪૧%, એનટીપીસી લી. ૩.૬૫%, કોટક બેન્ક ૩.૨૬%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૩.૧૯%, ઝોમેટો લિ. ૨.૯૫%, અદાણી પોર્ટ ૨.૮૬%, ઇન્ડસઇન્ડ બેન્ક ૨.૮૫%, એશિયન પેઈન્ટ્સ ૨.૮૩%, આઈટીસી લી. ૨.૭૫%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨.૬૫% અને મહિન્દ્રા & મહિન્દ્રા ૨.૫૮% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ગત કેલેન્ડર વર્ષમાં અનેક કંપનીઓએ આઈપીઓ દ્વારા રેકોર્ડ ફંડ એકત્ર કરીને માર્કેટમાં પદાર્પણ કર્યું હતુ. નવા કેલેન્ડર વર્ષ માટે પણ રિલાયન્સ જિયો, એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા, એથર એનર્જી સહિતની અનેક કંપનીઓ ભંડોળ એકત્ર કરવા માર્કેટમાં ઉતરશે. જોકે એક અહેવાલ અનુસાર આ નવા કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં ૨૫ કંપનીઓનો પાઈપલાઈનમાં છે. રિપોર્ટ અનુસાર ૨૦૨૫માં ઓછામાં ઓછી ૨૫ ન્યૂ એજ કંપનીઓ લિસ્ટ થવાની ધારણા છે. જો આ તમામ કંપનીઓનું લિસ્ટિંગ થશે તો એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સ્ટાર્ટઅપ આઈપીઓનો નવો રેકોર્ડ બનશે. આ અગાઉ ૨૦૨૪માં ૧૩ સ્ટાર્ટઅપ કંપનીઓએ શેરબજારમાં પદાર્પણ કર્યું હતું.
એથર એનર્જી, એરિસઈન્ફ્રા, અવાન્સે, એય ફાઈનાન્સ, બોટ, બ્લુસ્ટોન, કારદેખો, કેપ્ટન ફ્રેશ, દેવેક્સ, ઈકોમ એક્સપ્રેસ અને ફ્રેક્ટલ જેવી સ્ટાર્ટઅપ કંપનીઓના આઇઓપીઓ ૨૦૨૫માં આવવાની સંભાવના છે. આ સિવાય ઈન્ફ્રા.માર્કેટ, ઈનોવેટી, ઈન્ક્રેડ, ઈન્ડિક્યુબ, ઓફબિઝનેસ, ફિઝિક્સવાલા, પે-યુ, પાઈન પેલ, ઉલ્લુ ડિજિટલ, શેડોફેક્સ, સ્માર્ટવર્ક્સ, ઝેપફ્રેશ, ઝેપ્ટો અને ઝેટવેર્ક અન્ય સ્ટાર્ટઅપ કંપનીઓ જેઓની આઈપીઓ બહાર પાડવાની યોજના છે. ગત કેલેન્ડર વર્ષે ૨૦૨૪માં ૧૩ સ્ટાર્ટઅપ કંપનીઓએ આઈપીઓ થકી સામૂહિક રીતે રૂ. ૨૯૦૦૦ કરોડ એકત્ર કર્યા હતા, જેમાં સ્વિગી, ઓલા ઇલેક્ટ્રિક અને ફર્સ્ટક્રાય જેવી કંપનીઓને અદભૂત પ્રતિસાદ મળ્યો હતો.
તા.૦૭.૦૧.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૦૬.૦૧.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૭૨૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૬૦૬ પોઈન્ટના પ્રથમ અને ૨૩૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૮૦૮ પોઈન્ટ થી ૨૩૮૮૦ પોઈન્ટ,૨૩૯૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૦૬.૦૧.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૦૧૬૩ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૦૫૦૫ પોઈન્ટ પ્રથમ અને ૫૦૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૦૦૦૮ પોઈન્ટ થી ૪૯૮૦૮ પોઈન્ટ,૪૯૬૭૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૦૬૭૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- એસીસી લીમીટેડ ( ૧૯૯૪ ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૩૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૦૦૮ થી રૂ.૨૦૧૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૦૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૯૪૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૯૧૯ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૯૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૯૭૩ થી રૂ.૧૯૮૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- એસબીઆઈ લાઇફ ( ૧૪૩૮ ):- રૂ.૧૪૦૪ નો પ્રથમ તેમજ રૂ.૧૩૮૮ બીજા સપોર્ટથી લાઇફ ઇન્સ્યોરન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૫૪ થી રૂ.૧૪૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- અદાણી પોર્ટસ ( ૧૧૬૮ ) :- પોર્ટ એન્ડ પોર્ટ સેર્વીસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૮૩ થી રૂ.૧૧૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એક્સીસ બેંક ( ૧૦૬૭ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૩૩ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પ્રાઈવેટ બેન્ક સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૮૮ થી રૂ.૧૦૯૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- સન ફાર્મા ( ૧૮૫૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૨૩ થી રૂ.૧૮૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૦૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- કોટક મહિન્દ્રા બેન્ક ( ૧૭૮૩ ):- રૂ.૧૮૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૧૮ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૬૦ થી રૂ.૧૭૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ડૉ. રેડ્ડીની લેબોરેટરીઝ ( ૧૩૫૫ ) :- ફાર્માસ્યુટિકલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૮૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૩૦ થી રૂ.૧૩૧૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૨૬૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૯૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૪૭ થી રૂ.૧૨૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ભારત ફોર્જ ( ૧૨૬૦ ) :- રૂ.૧૨૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૯૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૨૪૪ થી રૂ.૧૨૨૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૦૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.