Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી વોલેટિલિટીથી Stock Marketમાં સાવચેતીનો માહોલ…!!!

    July 14, 2026

    Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી

    July 14, 2026

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી વોલેટિલિટીથી Stock Marketમાં સાવચેતીનો માહોલ…!!!
    • Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી
    • 15 જુલાઈનું પંચાંગ
    • 15 જુલાઈનું રાશિફળ
    • ભારત હંમેશા અમારો મિત્ર દેશ: અફઘાનનો પાકિસ્તાનને જવાબ
    • Rajkot: ધોરાજીમાં પતિ-પત્નીની રહસ્યમય સંજોગોમાં હત્યા, બે મહિના પહેલા જ લગ્ન થયા હતા
    • ચન્ની વિરુદ્ધ રાજા લડાઈ પંજાબથી દિલ્હી પહોંચી, શું Rahul Gandhi કોઈ મોટો નિર્ણય લેશે?
    • Surat સુમુલ ડેરી ચૂંટણી ૨૦૨૬ઃ ૯ બેઠકો પર મતદાન ૧૫ જુલાઈએ, ૧૭ જુલાઈએ પરિણામ; ભાજપે પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»નેતન્યાહુની સત્તા ડામાડોળ! હમાસ સાથે ડીલ મોંઘી પડી
    આંતરરાષ્ટ્રીય

    નેતન્યાહુની સત્તા ડામાડોળ! હમાસ સાથે ડીલ મોંઘી પડી

    Vikram RavalBy Vikram RavalJanuary 20, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Israel,તા.20

    15 મહિના બાદ જ્યાં એક તરફ હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામનો કરાર થયો છે અને 19 જાન્યુઆરીથી યુદ્ધવિરામ શરુ પણ થઇ ગયો છે. તો બીજી તરફ હમાસ સાથે યુદ્ધવિરામ માટે લંબાયેલો હાથ વડા પ્રધાન નેતન્યાહુ માટે મુશ્કેલ બની શકે છે. યુદ્ધવિરામથી નાખુશ, નેતન્યાહુ સરકારના ઘણા મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે.

    ઓત્ઝમા યેહુદિત પાર્ટીએ પણ ગઠબંધન સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો છે. જેથી વડાપ્રધાન નેતન્યાહુની મુશ્કેલીઓ વધી રહી છે. નેતન્યાહુ સરકારના મંત્રીઓ જે રીતે આ ડીલની વિરૂદ્ધ ઉભા છે તેનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ ડીલ નેતન્યાહુની ગાદી પર અસર કરી શકે છે.

    હમાસ સાથેના યુદ્ધવિરામ કરારથી નેતન્યાહુ સરકારના મંત્રીઓ નારાજ 

    નેતન્યાહુ સરકારના ઘણા મંત્રીઓ હમાસ સાથેના યુદ્ધવિરામ કરારથી નારાજ છે અને વિરોધ કરી રહ્યા છે. હમાસ અને ઇઝરાયલ સરકાર વચ્ચેના યુદ્ધવિરામ કરારના વિરોધમાં ઇઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇટામર બેન-ગવીરે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે.

    નેતન્યાહુની મુશ્કેલીઓ વધી શકે છે

    માત્ર રાષ્ટ્રીય સુરક્ષામંત્રી ઇટામર બેન-ગવીર જ નહીં પરંતુ તેમની રાષ્ટ્રવાદી-ધાર્મિક પાર્ટી ઓત્ઝમા યેહુદિતના અન્ય બે મંત્રીએ પણ રાજીનામું આપ્યું છે. આ સાથે ઓત્ઝમા યેહુદિત પાર્ટીએ પણ નેતન્યાહુની ગઠબંધન સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું છે. આ રાજીનામાઓ સામે આવ્યા બાદ નેતન્યાહુના નેતૃત્વવાળી ગઠબંધન સરકારમાં તણાવ વધી ગયો છે. જો ગઠબંધન સરકારના મંત્રીઓ પોતાનું સમર્થન પાછું ખેંચી લે તો નેતન્યાહુ માટે પોતાની સત્તા બચાવી રાખવી મુશ્કેલ બનશે.  

    ઓત્ઝમા યેહુદિત પક્ષે યુદ્ધવિરામ કરારની ‘હમાસ પ્રત્યે  શરણાગતિ’ તરીકે ટીકા કરી. આ સાથે જ પાર્ટીએ એમ પણ કહ્યું કે આ ‘સેંકડો હત્યારાઓની મુક્તિ’ છે અને તેની નિંદા કરી. પાર્ટીએ દાવો કર્યો છે કે આનાથી ગાઝામાં ઈઝરાયલી સેનાની ઉપલબ્ધિઓમાં ઘટાડો થયો છે. 

    નેતન્યાહુ સરકારને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે?

    મંત્રીના રાજીનામાથી ચોક્કસપણે નેતન્યાહુની ગઠબંધન સરકાર નબળી પડી છે. જો બેન-ગવીરની જેમ અન્ય  સાંસદો પણ પોતાનો ટેકો પાછો ખેંચી લે તો વડા પ્રધાન તેમની બહુમતી ગુમાવી શકે છે, સંભવિતપણે વહેલી ચૂંટણીની ફરજ પાડી શકે છે. ઇટામર બેન ગ્વીરના સમર્થન બાદ જ નેતન્યાહુ વડાપ્રધાન બની શક્યા હતા. આવી સ્થિતિમાં એવી આશંકા છે કે તેમના રાજીનામા બાદ નેતન્યાહુનું વડાપ્રધાન પદ પણ જોખમમાં આવી શકે છે.

    યુદ્ધવિરામથી છેલ્લા 15 મહિનાથી ચાલી રહેલી હિંસાનો અંત આવ્યો

    ઈઝરાયલ અને હમાસ વચ્ચે 16 જાન્યુઆરી 2025ના રોજ યુદ્ધવિરામ પર સંમતિ થઈ હતી. આ પછી, રવિવાર એટલે કે 19 જાન્યુઆરીથી બંને વચ્ચે યુદ્ધવિરામ શરૂ થયો અને ધીમે ધીમે લોકોને મુક્ત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ યુદ્ધવિરામથી છેલ્લા 15 મહિનાથી ચાલી રહેલી હિંસાનો અંત આવ્યો છે. હમાસ અને ઇઝરાયલ વચ્ચે 7 ઑક્ટોબર, 2023 ના રોજ યુદ્ધ શરૂ થયું, ત્યારબાદ સતત હુમલામાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા અને ઘણા ઘાયલ થયા. આ યુદ્ધના કારણે ગાઝામાં ભારે તબાહી જોવા મળી રહી છે.

    Benjamin Netanyahu Israel
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Indian નાવિકના મૃત્યુ સંદર્ભે વિદેશ મંત્રાલયે ઈરાની રાજદ્વારીઓને સમન્સ મોકલ્યા

    July 14, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz સ્ટ્રેટ પર અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે

    July 14, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iranએ ૫૨,૦૦૦ વિરોધીઓને મારી નાખ્યા છે, તેની સામે હુમલા ચાલુ રહેશે: યુએસ પ્રમુખ

    July 14, 2026
    મુખ્ય સમાચાર

    મધ્ય પૂર્વમાં વધુ એક યુદ્ધ ફાટી નીકળ્યું: Yemenના હુથીઓએ સાઉદી અરેબિયા પર મિસાઇલો અને ડ્રોન છોડ્યા

    July 14, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iranએ હોર્મુઝ સ્ટ્રેટમાં બે ટેન્કરો પર મિસાઇલ હુમલો કર્યો: એક ભારતીયનું મોત, આઠ અન્ય ઘાયલ

    July 14, 2026
    આંતરરાષ્ટ્રીય

    Nepal માં લોકો ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા છે, બાલેન શાહના નેતૃત્વ હેઠળની સરકાર સામે વિરોધ કરી રહ્યા છે

    July 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી વોલેટિલિટીથી Stock Marketમાં સાવચેતીનો માહોલ…!!!

    July 14, 2026

    Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી

    July 14, 2026

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026

    15 જુલાઈનું રાશિફળ

    July 14, 2026

    ભારત હંમેશા અમારો મિત્ર દેશ: અફઘાનનો પાકિસ્તાનને જવાબ

    July 14, 2026

    Rajkot: ધોરાજીમાં પતિ-પત્નીની રહસ્યમય સંજોગોમાં હત્યા, બે મહિના પહેલા જ લગ્ન થયા હતા

    July 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી વોલેટિલિટીથી Stock Marketમાં સાવચેતીનો માહોલ…!!!

    July 14, 2026

    Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી

    July 14, 2026

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.