ટ્વીઝ એગ્રી લેન્ડ નામની પેઢી પાસેથી ખરીદ કરેલા સીંગદાણાની રકમ ચૂકવવા ચેક આપ્યો હતો
Rajkot તા.૨૬
જેતપુર ખાતે ટ્વીઝ એગ્રી લેન્ડ નામની પેઢી પાસેથી ખરીદ કરેલા સીંગદાણાની રકમ ચૂકવવા આપેલો ૪૫ લાખ ચેક પરત ફરવા ના ગુનામાં પડધરીની એડવાન્ટિક ફૂડ પ્રા.અદાલતે તેડુ મોકલ્યું છે. વધુ વિગત મુજબ જેતપુર નજીક આવેલી પ્રિન્સ એગ્રી લેન્ડ નામની પેઢી પાસેથી પડધરી મુકામે આવેલી એડવાન્ટિક ફૂડ એન્ડ એગ્રી એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની રૂપિયા ૪૫ લાખની કિંમતના સીંગદાણા ની ખરીદી કરી હતી જે પેટે આપેલો ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ પ્રમાણે નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતેફરીયાદી કંપની કિર્તીભાઈ મનસુખભાઈ અકબર એ પાર્ટનર દરજ્જે તેમના વકીલ મારફતે કંપની ’એડવાન્ટીક ફુડ એન્ડ એગ્રી એકસપોર્ટ પ્રા.લી.’ ના ડાયરેકટરો જગદીશભાઈ પ્રભાતભાઈ મૈયડ તથા જીગ્નેશભાઈ મનસુખભાઈ વાડોદરીયા સામે જુનાગઢની કોર્ટમાં ફરીયાદ દાખલ કરતા કોર્ટે સમન્સ ઈસ્યુ કરી હાજર થવા હુકમ કરેલો છે. આ કેસમાં ફરીયાદી પેઢી તરફે રાજકોટના વકીલ અતુલ સી. ફળદુ, અજય કે. જાધવ, ચાર્મી કે. પંડયા રોકાયેલ છે.