Rajkot, તા. 10
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે ઠંડીમાં રાહત થઇ હતી. તાપમાનનો પારો 2 થી 5 ડિગ્રી વધી જતા ઠંડીમાં ઘણા અંશે ઘટાડો થયો હતો અને મોટા ભાગના સ્થળોએ ડબલ ડિઝીટમાં તાપમાન નોંધાયુ હતું. આજરોજ સવારે રાજકોટમાં 14.7 ડિગ્રી, લઘુતમ તાપમાન નોંધાયુ હતું. હવામાન વિભાગ અનુસાર ફરી ગઇકાલ સાંજથી પવનની દિશા બદલાઇ છે. આથી હવે 48 કલાક સુધી ઠંડીમાં રાહત રહેશેે.
જયારે જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાનનો પારો 4 ડિગ્રી ઉચાઈને 14.8 ડિગ્રી પહોંચી ગયો હતો.તે જ રીતે મહતમ તાપમાનમાં 2 ડિગ્રી વધીને 26.5 ડિગ્રી નોંધાયું હતું.જ્યારે શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 10 ટકા વધીને 65 ટકા તેમજ પવનની ગતિ પ્રતિકલાક 4.1 કિમિ રહી હતી.
શહેરમાં ગઈકાલે 9.5 ડિગ્રી લઘુતમ તાપમાન બાદ આજે બર્ફીલા પવનના કારણે ઠડીથી લોકો ધ્રુજયા હતા.જેના કારણે ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી.આજે પણ મુખ્ય બજાર અને રાજમાર્ગ સુમસામ રહેવા પામ્યા હતા.ઠડીના કારણે ગરમ કપડાની ખરીદી કરવા બજારમાં ભીડ જામી હતી.
તથા ગોહિલવાડમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું. ગઈકાલે લઘુતમ તાપમાન 11.7 ડિગ્રી નોંધાયા બાદ આજે એટલે 24 કલાકમાં જ લઘુત્તમ તાપમાન માં 4 ડિગ્રીનો વધારો થતાં આજે લઘુત્તમ તાપમાન 15. 6 ડીગ્રી નોંધાયું હતું. આથી કાતિલ ઠંડીથી લોકોમાં રાહત અનુભવાય હતી. આજે સવારે વાતાવરણમાં ભેજ નું પ્રમાણ 83% થયું હતું જ્યારે પવનની ઝડપ 6 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.