તમારૂં હૃદય કેટલું સ્વસ્થ છે એનો આધાર માત્ર તમારી ડાયટ અને એક્સરસાઇઝ પર જ છે એવું ધારી લેવા જેવું નથી. તમે જે વાતાવરણમાં કામ કરો છો અને તમારા ઉપરી કોણ છે એની સીધી અસર હાર્ટની હેલ્થ પર પડે છે. અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવુંછે કે પ્રોફેશનલ લાઇફમાંજે લોકો પાવરફૂલ હોદા પર હોય છે તેમને હાર્ટ-અટેક આવવાનું રિસ્ક ઓછું હોય છે. રિસર્ચરોએ ૨૦૦૦થી ૨૦૧૦ના દાયકા દરમ્યાન પાંચ કંપનીઓના કર્મચારીઓના સ્વાસ્થ્યનો ડેટા તપાસ્યો હતો.
રિસર્ચરોએ કર્મચારીસઓની લાઇફ-સ્ટાઇલ ઉપરાંત તેમની કાર્યશૈલી પણ નોંધી હતી. અભ્યાસીઓનું કહેવું છે કે જે પ્રોફેશનલ્સ ઉંચા હોદા પર હોય છે તેમના માથે જવાબદારી હોય છે પણ સ્ટ્રેસનું પ્રમાણ ઓછું હોય છે. તેઓ પોતાના સ્વાસ્થ્ય બાબતે જાગ્રત હોવાથી રિલેક્સેશન માટે તેમ જ એક્સરસાઇઝ માટે સમય કાઢે છે. જયારે નીચલા સ્તરે કામ કરતાં વર્કર્સમાં સ્વાસ્થ્ય બાબતની જાગૃતિ ઓછી હોય છે. હાર્વર્ડના નિષ્ણાતોનું માનવું છે કે જે વ્યક્તિને કામનું સ્ટ્રેસ વર્તાતું હોય તેમને પણ હાર્ટની તકલીફો થવાનું પ્રમાણ વધે છે.