Rajkot, તા. 6
સૌરાષ્ટ્ર – ગુજરાતમાં આજથી ફરી તિવ્ર ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે અને અનેક સ્થળોએ 1 થી 5 ડિગ્રી જેટલુ તાપમાન ગગડી ગયું છે. આથી આજે સવારથી જ અનેક સ્થળોએ શિતલહેરો વચ્ચે કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો તથા ગિરનાર ઉપર ભારે પવનથી રોપ-વે ફરી એકવાર બંધ કરી દેવાયો હતો.
ઉલ્લેખનીય બાબત એ છે કે, આજરોજ રાજકોટ શહેરમાં ચાલુ શિયાળા સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. આજે રાજકોટમાં લઘુતમ તાપમાન 8.2 ડિગ્રી સુધી પહોંચી જતા નગરજનો ઠુંઠવાયા હતા. જયારે નલિયા ખાતે પણ 6.4 ડિગ્રી સાથે તિવ્ર ઠંડી અનુભવાઇ હતી.
આ ઉપરાંત આજે અમદાવાદમાં 13.5, અમરેલીમાં 10.6, વડોદરામાં 14.2, ભાવનગરમાં 13.6, ભુજમાં 10.8, ડિસામાં 12.1, દિવમાં 13.5, દ્વારકામાં 14.6, ગાંધીનગરમાં 11.7, કંડલામાં 13, ઓખામાં 19.1, પોરબંદરમાં 10.6, સુરતમાં 16.2 અને વેરાવળમાં 13.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.
જામનગરમાં લઘુત્તમ તાપમાનમાં પારો વધઘટ રહે છે. ત્યારે આજે ફરી એકવાર લઘુતમ તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું હતું. તો વાતાવરણમાં ભેજના પ્રમાણમાં સીધો 32 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આમ વહેલી સવારે ફરી ઠડીનો ચમકારો જોવા મળ્યો હતો. જો કે બપોરના સમયે ગરમી જેવું વાતાવરણ અનુભવાય છે.
છેલ્લા 24 કલાકમાં શહેરમાં લઘુતમ તાપમાન 13.8 ડિગ્રી અને મહતપ તાપમાનનો પારો 25.6 ડિગ્રી નોંધાયો હતો.જ્યારે શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 25.6 ડિગ્રી તો પવનની. ગતિ પ્રતિકલાક 5.8 કિમિ પહોંચી હતી. આજે પવન સાથે ઠડીનું જોર વધુ રહેતા શહેરીજનો ગરમ સ્વેટર,ટોપી શોધવાની સ્થિતિ આવી હતી.
ભાવનગર શહેરમાં ઠંડીનું જોર વધ્યું છે. ગઈકાલે લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયા બાદ આજે સોમવારે શહેરનું લઘુતમ તાપમાન 13.6 ડિગ્રી નોંધાયું છે. આમ 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 3 ડીગ્રી ગગડતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે.
આજે સોમવારે ભાવનગર શહેરનું લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 48% રહ્યું હતું અને પવનની ઝડપ 14 કિ.મી. કલાકની રહી હતી. આમ લઘુતમ તાપમાન વધતા અને પવનની ઝડપ વધતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.