Adelaide,તા.11
એડિલેડમાં રમાયેલી ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાનાં બેટ્સમેન ટ્રેવિસ હેડ અને ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ વચ્ચે શબ્દયુદ્ધ જોવા મળ્યું હતું. આ મેચમાં સિરાજે હેડને ક્લીન બોલ્ડ કર્યો હતો.
જે બાદ હેડે ગુસ્સામાં સિરાજને ગાળો આપી અને પછી સિરાજે તેને પેવેલિયનમાં જવાનો ઈશારો પણ કર્યો હતો. જો કે, 9 ડિસેમ્બરે, આઇસીસીએ સિરાજ પર કાર્યવાહી કરી હતી અને તેની મેચ ફીમાંથી 20 ટકા રકમ કાપવાની જાહેરાત કરી હતી. જો કે હવે સિરાજની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.
આઈસીસીએ સિરાજની મેચ ફીના 20 ટકા કાપવાની જાહેરાત કરી હતી, જ્યારે હેડને કડક ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યો હતો. હવે 20 ટકા મેચ ફી કાપ્યાં બાદ સિરાજની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.
સિડની મોર્નિંગ હેરાલ્ડ અનુસાર, જ્યારે સિરાજને આ અંતર્ગત પૂછવામાં આવ્યું ત્યારે તેણે આ પ્રશ્નને ગંભીરતાથી લીધો નહીં અને કહ્યું કે હા યાર, બધું ઠીક છે. જ્યારે તેને આગળ પૂછવામાં આવ્યું કે શું તે આઇસીસીની કાર્યવાહીથી નારાજ છે તો સિરાજે સવાલ ટાળ્યો અને કહ્યું કે હું જિમ જાઉં છું, મે બે દિવસથી જીમ નથી કર્યું.