Amreli તા.૨૦
અમરેલી જિલ્લામાં શાળાઓમાં બાળકો સાથે અડપલાના બનાવો સામે આવ્યા બાદ પોલીસ સક્રિય બની છે. આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને, જિલ્લા પોલીસ અધિક્ષક (જીઁ)સંજય ખરાતે “મિશન સ્માઇલ” નામનો એક નવતર પ્રોજેક્ટ શરૂ કર્યો છે. અમરેલીથી લઈને દરિયાઈ ટાપુ શિયાળબેટ સુધીની કુલ ૧૩૦૦ શાળાઓમાં સેમિનાર યોજવામાં આવશે. અંદાજે ૨ લાખ બાળકોને પોલીસ ટ્રેનિંગ આપવામાં આવશે. “મિશન સ્માઇલ” અંતર્ગત વિવિધ પોલીસ ટીમો, આંગણવાડી કર્મચારીઓ અને શિક્ષણાધિકારીઓ સાથે મળીને શાળાઓમાં આ સેમિનાર યોજી રહ્યા છે. બાળકોને સરળતાથી સમજાવવા માટે ટીવી સ્ક્રીન પર કાર્ટૂન દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેથી તેઓ માહિતીને વધુ સારી રીતે ગ્રહણ કરી શકે. આ ટ્રેનિંગમાં બાળકોને સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે કે, તેમને કોણ સ્પર્શ કરી શકે અને કોણ નહીં. પરિવાર સિવાય કોઈને પણ અંગત અંગોને સ્પર્શ ન કરવા માટે માર્ગદર્શન અપાય છે. ખરાબ સ્પર્શ કોને કહેવાય, સારો સ્પર્શ કોને કહેવાય અને કયા અંગો ખાનગી છે, તે વિશે વિગતવાર માહિતી આપવામાં આવે છે. પોલીસની ટીમો દ્વારા બાળકોને શીખવવામાં આવે છે કે, જો કોઈ શિક્ષક કે અન્ય વ્યક્તિ ખરાબ સ્પર્શ કરે તો શું કરવું અને કેવી રીતે પોલીસને જાણ કરવી. આ અભિયાનમાં જીઁ, ડ્ઢરૂજીઁ, અન્ય પોલીસ કર્મચારીઓ, આંગણવાડી કર્મચારીઓ અને શિક્ષણાધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી બાળકોની સુરક્ષા વધારવા માટે સકારાત્મક અભિગમ દાખવી રહ્યા છે.
અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતએ કહ્યું કે, ઓગસ્ટ ૨૦૨૫થી મિશન સ્માઇલ નામના પ્રોજેકટ ચાલુ કરવામાં આવ્યો છે. જિલ્લામાં નાના બાળકો સાથે અડપલા કરવા પ્રતિબંધિત કૃત્ય કરવાના અમુક બનાવો બન્યા હતા. જે બનાવો ધ્યાને આવ્યા બાદ એક અભ્યાસના ભાગરૂપે જિલ્લા પોલીસ તરફથી માહિતી મેળવવાની કોશિશ કરવામાં આવી હતી. માહિતી એવી સામે આવી કે બધાને જીવનમાં ૫૦% કેસમાં કોઈની સાથે બાળપણ દરમ્યાન ખરાબ સ્પર્શ થયેલું હોય છે. ડેટા ઉપરથી જિલ્લા પોલીસે એવુ નક્કી કર્યું છે કે, જિલ્લામાં ૧૩૦૦ જેટલી સ્કૂલ આવેલ છે અને ૨ લાખ જેટલા વિદ્યાર્થી બાળકો છે. ખરાબ સ્પર્ચ શું કહેવાય? ખરાબ સ્પર્શ કેવી રીતે ઓળખી શકાય? સારો સ્પર્શ કેવી રીતે ઓળખી શકાય? કોઈ શિક્ષક કોઈ અન્ય વ્યક્તિ ખરાબ સ્પર્શ કરે તો બાળકોએ કેવી રીતે ઓળખી શકાય? બાળકોને શું કાર્યવાહી કરવાની? આ માટે તમામ શાળામાં એક સેમિનાર કરવાનું નક્કી કર્યું છે. જિલ્લા પોલીસની એક-એક ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રેનિંગ આપી આંગણવાડી વર્કરો સંકલન કરી પોલીસ કર્મચારી ડ્ઢરૂજીઁ હું બધા જ લોકો શાળામાં જઈ રહ્યા છીએ. શાળામાં બાળકો, વાલીઓ, અને શિક્ષકોને સારો સ્પર્શ ખરાબ સ્પર્શ તે અંગે અમે સમજ આપીએ છીએ. આ પ્રોજેકટ અંતર્ગત બાળકો અને શિક્ષકો અવગત થાય તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ જાગૃત બને તે અમારું એક લક્ષ છે. આ વર્ષના અંત સુધીમાં ૧૩૦૦ શાળામાં ૨ લાખ બાળકો વાલીઓ સુધી અમે આ માહિતીઓ લઈ જઈશું. જેથી આપણું બાળક સુરક્ષિત વાતાવરણમાં નવું જીવન કૌશલ સાથે ડેવલોપ કરે.

