રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
ગત સપ્તાહે ક્રિસમસ પૂર્વે અને યુ.એસ. ફેડરલ રિઝર્વની મીટિંગના વ્યાજ દર મામલે નિર્ણય અને ફોરેન ફંડોની શેરોમાં એક્ઝિટ મૂડમાં આવીને વેચવાલી વધતાં નિફટીએ,સેન્સેક્સે મહત્વના સપોર્ટ લેવલો ગુમાવ્યા હતા.આ સાથે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તારૂઢ થતાં પૂર્વે ભારતને અમેરિકી ચીજો પર આકરી આયાત ડયુટી સામે અમેરિકા પણ ભારતની ચીજોની અમેરિકામાં આયાત પર આકરી ડયુટી લાદવાની આપેલી ચીમકીએ પણ ફંડો, મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોને સાવચેત કરી દઈ ઓવરબોટ પોઝિશન હળવા કરવા લાગ્યા હતા. ક્રિસમસ વેકેશન શરૂ થતાં પૂર્વે શેરોમાં વેચવાલીને મૂડી બજાર નિયામક તંત્ર સેબીએ પણ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) પર અંકુશો મૂકવાના નિર્ણયે વધુ વેગ આપ્યો હતો.
અમેરિકન શેરબજારમાં ઐતિહાસિક કડાકાની અસર હવે ભારતીય શેરબજારમાં પણ દેખાઈ રહી છે.ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ભારતીય શેર બજારોમાં વેચવાલી આજે વધુ આક્રમક બની હતી. યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ૦.૨૫% નો ઘટાડો કર્યા છતાં આગામી વર્ષ ૨૦૨૫માં માત્ર બે વખત વ્યાજ દર ઘટાડો કરવાના સંકેત અને ફુગાવા સાથે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ મામલે અનિશ્ચિતતાને લઈ વૈશ્વિક ફંડોએ સાવચેતીમાં તેજીનો મોટો વેપાર સતત હળવો કરતાં ગુરૂવારે ડાઉ જોન્સમાં ૧૧૨૩ પોઈન્ટ અને નાસ્દાકમાં ૭૧૬ પોઈન્ટના કડાકા બાદ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં શેરોમાં નવા ગાબડાં પડયા હતા. આ સાથે વૈશ્વિક મોરચે જીઓપોલિટીકલ ટેન્શન વધવા લાગી યુક્રેન દ્વારા રશિયાના જનરલની હત્યા બાદ રશિયાએ યુક્રેનના સેકડો સૈનિકોનો સંહાર કરતાં યુદ્વની સ્થિતિ વકરવાના એંધાણે પણ નવી તેજીથી દૂર શેરોમાં ઓફલોડિંગ વધતું જોવાયું હતું.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
રૂપિયા સામે ડોલરના ભાવમાં રેકોર્ડ તેજી ઝડપથી આગળ વધતાં ડોલરના ભાવ ઉછળી રૂ.૮૫ની સપાટી પ્રથમ વખત પાર કરી જતાં કરન્સી બજારમાં નનો ઈતિહાસ સર્જાયો હતો.રૂપિયામાં આજે તીવ્ર કડાકા વચ્ચે ૮૫નું નવું નીચું તળિયું જોવાયુ હતું.રૂપિયો તળિયે પટકાતાં દેશમાં મોંઘવારી તથા ફુગાવો વધુ વકરશે એવી ભીતિ પ્રવર્તી રહી છે.રૂપિયો તૂટી જતાં દેશમાં આયાત થતાં ક્રૂડતેલ, સોના-ચાંદી તથા વિવિધ કૃષિ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગઈ છે.વિશ્વ બજારના સમાચાર મુજબ અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરમાં વધુ ૦.૨૫%નો ઘટાડા ના સંકેતો વચ્ચે વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઝડપી ઉછળી ૧૦૮ની સપાટી પાર કરી ગયાના સમાચાર મળ્યા હતા. આ સમાચારના પગલે ઘરઆંગણે પણ કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયામાં તીવ્ર કડાકો બોલાઈ ગયો હતો.અધૂરામાં પુરું ઘરઆંગણે શેરબજાર ગબડતાં તેની અસર પણ રૂપિયા પર નેગેટીવ પડી હતી. ડોલરનો આઉટફલો વધ્યાની ચર્ચા હતી. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ વધી બે વર્ષની ટોચને આંબી ગયો હતો. ડોલર ઈન્ડેક્સ આ વર્ષે સાડા ૬% થી વધુ ઉંચકાયો છે.
મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સ્થાનિક
તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૬૭૪૩.૬૩ કરોડની ખરીદી,ફેબ્રુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૫૩૭૯.૩૦ કરોડની ખરીદી,માર્ચ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૬,૩૧૧.૬૦ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૪૪૧૮૬.૨૮ કરોડની ખરીદી, મેં ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૫૭૩૩.૦૪ કરોડની ખરીદી, જુન ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૮૬૩૩.૧૫ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૩૪૮૬.૦૨ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૦૧૭૪.૮૬ કરોડની ખરીદી, સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૩૦૮૫૭.૩૦ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૧,૦૭,૨૫૪.૫૮ કરોડની ખરીદી, નવેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૪૪,૪૮૩.૮૬ કરોડની ખરીદી તેમજ ૧૯ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૧૫૧૭૨.૦૪ કરોડની ખરીદી કરવામાં આવી હતી.
જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૫,૯૭૭.૮૭ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૫૯૬૨.૭૨ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૩૧૪.૪૭ કરોડની ખરીદી તેમજ એપ્રિલ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૩૫૬૯૨.૧૯ કરોડની વેચવાલી, મેં ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૨૨૧૪.૨૮ કરોડની વેચવાલી,જુન ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૦૩૭.૪૭ કરોડની ખરીદી,જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૪૦૭.૮૩ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૩૯.૨૬ કરોડની વેચવાલી, સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૧૨૬૧૧.૭૯ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૧,૧૪,૪૪૫.૮૯ કરોડની વેચવાલી, નવેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૪૫,૯૭૪.૧૨ કરોડની વેચવાલી તેમજ ૧૯ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૫૨૩.૪૦ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.
બજારની ભાવિ દિશા…
મિત્રો, શેરબજાર સળંગ પાંચમાં સેશનમાં ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. જેની પાછળનું કારણ વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના પગલે વિદેશી રોકાણકારોની વેચવાલી છે. રોકાણકારો અમેરિકાની ફેડ રિઝર્વનું આગામી પગલું તેમજ ઈકોનોમિક આઉટલૂક પર નજર રાખી રહ્યા છે. મૂડી બજાર નિયામક તંત્ર સેબી દ્વારા ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) પર ઓફશોર ડેરિવેટીવ્ઝ ઈન્સ્ટ્રુમેન્ટ(ઓડીઆઈઝ) ઈસ્યુ કરવા સંબંધિત અંકુશો મૂકતાં ફ્રન્ટલાઈન શેરોમાં ગાબડા સાથે અન્ય સંખ્યાબંધ શેરોમાં ઓલ રાઉન્ડ વેચવાલી નીકળતાં સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સુકાન સંભાળે એ પૂર્વે જ ચાઈના મામલે આકરાં વલણના સંકેત સાથે ભારત માટે પણ વેપાર સહિતમાં કેટલાક નેગેટીવ નિર્ણયો લેવાય એવી શકયતા સમીક્ષકો મૂકવા લાગતાં ફંડોએ તેજીની ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી.આ સાથે વૈશ્વિક મોરચે ચાઈનાના નબળા આર્થિક આંકડા અને રશિયાના જનરલના મોસ્કોમાં વિસ્ફોટમાં મોતની જવાબદારી યુક્રેને લેતાં રશિયા-યુક્રેન વચ્ચે યુદ્વ વકરવાના એંધાણે પણ સાવચેતી જોવાઈ હતી.
જીઓપોલિટીકલ ટેન્શને અને ચાઈનાના આર્થિક પડકારોની ફરી પાછલા અઠવાડિયે વૈશ્વિક બજારોમાં નેગેટીવ અસર વર્તાઈ હતી. ચાઈના આર્થિક પડકારોમાંથી બહાર આવવાના પ્રયાસો છતાં સ્ટીમ્યુલ્સ અપર્યાપ્ત હોવાના મામલે દબાણ હેઠળ છે, ત્યારે ટ્રમ્પ સુકાન સંભાળવાની તૈયારીમાં હોઈ આ પડકારો વધવાની સંભાવનાએ અનિશ્ચિતતા વચ્ચે ગત સપ્તાહના અંતિમ દિવસોમાં ચાઈના પાછળ વિશ્વ બજારોમાં મોટો આંચકો આવ્યો છે. હવે વૈશ્વિક મોરચે કોઈ મોટું જીઓપોલિટીકલ ટેન્શનનું પરિબળ કે અન્ય રાજકીય ઉથલપાથલ નહીં સર્જાવાની સ્થિતિમાં ડિસેમ્બર મહિનામાં ક્રિસમસ વેકેશન પૂર્વે શેરોમાં સાવચેતી બની શકે છે.
બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!
ફયુચર રોકાણ
(૧)ભારતી એરટેલ (૧૫૮૪) : ટેકનિકલ ચાર્ટ મુજબ આ ફયુચર સ્ટોક રૂા.૧૫૩૦ ના પ્રથમ સપોર્ટથી ખરીદવાલાયક…!! ટેલિકોમ સેલ્યુલર અને ફિકસ્ડ લાઇન સર્વિસ સેકટરનો આ સ્ટોક રૂા.૧૬૦૩ થી રૂા.૧૬૨૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
(ર)એક્સિસ બેન્ક (૧૦૭૦) : આ સ્ટોક રૂા.૧૦૪૪ નો પ્રથમ અને રૂા.૧૦૨૭ નો બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે…!! ફયુચર ટ્રેંડિગ સંદર્ભે મધ્યમગાળે રૂા.૧૦૮૮ થી રૂા.૧૧૦૩ નો ભાવ દર્શાવે તેવી શકયતા છે…!!
(૩)ગોદરેજ કન્ઝયુમર (૧૦૬૭) : ૫૦૦ શેરનું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂા.૧૦૩૩ નો પ્રથમ તેમજ રૂા.૧૦૧૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! પર્સનલ કેર સેકટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડિંગલક્ષી રૂા.૧૦૮૮ થી રૂા.૧૧૦૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪)ઓબેરોય રિયલ્ટી (૨૨૪૬) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૨૨૯૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૨૩૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૨૨૦૮ થી રૂા.૨૧૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૨૩૨૩ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!
(પ) HDFC બેન્ક (૧૭૭૮) : રૂા.૧૮૦૮ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૂા.૧૮૧૮ ના સ્ટોપલોસે વેચાણલાયક…!! ટૂંકાગાળે રૂા.૧૭૬૦ થી રૂા.૧૭૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૮૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૬)રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (૧૨૦૮) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૧૨૩૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૧૨૪૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૧૧૮૮ થી રૂા.૧૧૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૨૪૮ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ
(૧)મહિન્દ્રા લોજિસ્ટિકસ (૩૭૩) : અ/ઝ+૧ ગુ્રપની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૩૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂા. ૩૪૭ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂા.૩૮૮ થી રૂા.૩૯૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! રૂા.૪૦૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૨)બાયોકોન લિ. (૩૩૦) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૩૧૭ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ..!! રૂા.૩૦૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂા.૩૫૩ થી રૂા.૩૬૦નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩)ઇન્ડો યુએસ બાયો-ટેક (૩૦૦) : રૂા.૨૮૮ નો પ્રથમ તેમજ રૂા.૨૭૪ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેંડિગલક્ષી આ સ્ટોક રૂા.૩૨૩થી રૂા.૩૩૦ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!
(૪)પિરામલ ફાર્મા (૨૫૦) : ફાર્મા સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે માટે ટ્રેંડિગલક્ષી રૂા.૨૬૭ થી રૂા.૨૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૨૩૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
(૫)બિરલા કેબલ (૨૧૦) : રૂા.૧૯૭ નો પ્રથમ તેમજ રૂા.૧૮૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી ટેલિકોમ ઇક્વિપમેન્ટ એન્ડ એસેસરીઝ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૨૩૩ થી રૂા.૨૪૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૬)હેડલબર્ગ સિમેન્ટ (૨૦૨) : સ્થાનિક ફંડોની લેવાલીની શકયતાએ આ સ્ટોકમાં રૂા.૧૮૮ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂા.૨૨૪ થી રૂા.૨૩૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
(૭)યુકલ ફયુલ સિસ્ટમ્સ (૧૯૭) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂા.૧૮૪ નો સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂા.૨૧૪ થી રૂા.૨૨૪ ના સંભવિત ભાવની શકયતા છે…!!
(૮)ડોલ્ફિન રબ્બર્સ (૧૯૭) : ટેકનિકલ ચાર્ટ મુજબ ટાયર એન્ડ રબર પ્રોડકટસ સેકટરનો આ સ્ટોક રૂા.૧૮૮ આસપાસ રોકાણકારે રૂા.૨૧૭ થી રૂા.૨૨૩ ના ટાર્ગેટ ભાવની શકયતાએ તબકકાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂા.૧૭૪ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો
(૧)મરાલ ઓવરસીઝ (૮૮) : અધર ટેકસટાઇલ પ્રોડકટસ સેકટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂા.૯૭ થી રૂા.૧૦૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૮૦ના સ્ટોપલોસે ધ્યાનમાં લેવો…!!
(૨)ગેટવે ડિસ્ટ્રીપાર્ક (૭૮) : ડિલેવરીબેઇઝ રોકાણકારે લોજિસ્ટિકસ સોલ્યુશન પ્રોવાઇડર સેકટરના આ સ્ટોકને રૂા.૭૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેંડિગ સંદર્ભે રૂા.૮૪ થી રૂા.૯૦ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે..!!
(૩)આઇડીબીઆઇ બેન્ક (૭૦) : ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂા.૬૪ નો પ્રથમ તેમજ રૂા.૫૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૭૮ થી રૂા.૬૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪)એજીએસ ટ્રાન્ઝેકટ ટેકનોલોજી (૬૬) : રૂા.૬૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યમગાળે રૂા.૭૭ થી રૂા.૮૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૯૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
વર્ષ ૨૦૨૪માં QIP દ્વારા એકત્ર કરાતું ભંડોળ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું…!!
ક્વોલિફાઇડ ઇન્સ્ટિટયુશનલ પ્લેસમેન્ટ્સ (ચઈંઙીં) દ્વારા ભંડોળ ઊભું કરવાનું ૨૦૨૪માં સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું,જે કેલેન્ડર વર્ષમાં પ્રથમ વખત રૂ.૧ લાખ કરોડના આંકને વટાવી ગયું હતું, જે મજબૂત શેરબજારની સ્થિતિ અને ઉચ્ચ મૂલ્યાંકન દ્વારા પ્રતિબિંબિત થતું હતું. પ્રાઇમ ડેટાબેઝ દ્વારા સંકલિત ડેટા અનુસાર ભારતીય કંપનીઓએ નવેમ્બર સુધી કયુઆઈપીદ્વારા રૂ.૧,૨૧,૩૨૧ કરોડ એકત્ર કર્યા છે. જે અગાઉના કેલેન્ડર વર્ષમાં રૂ.૫૨,૩૫૦ કરોડની રકમની સરખામણીમાં બે ગણો વધારો દર્શાવે છે. ડેટા અનુસાર,૮૨ કંપનીઓએ આ વર્ષે નવેમ્બર સુધી કયુઆઈપી ઇશ્યૂ સાથે મૂડી બજારોને ટેપ કર્યા છે, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન માત્ર ૩૫ કંપનીઓએ રૂ.૩૮,૨૨૦ કરોડ એકત્ર કર્યા હતા.
તીવ્ર વધારો દર્શાવે છે કે બજારની સ્થિતિ સ્થાપકતા આ વૃદ્ધિ માટેનું મુખ્ય પરિબળ છે કારણ કે કંપનીઓ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટયુશનલ પ્લેસમેન્ટ્સ (કયુઆઇપી) દ્વારા મૂડી મેળવવાનું ચાલુ રાખશે.સંસ્થાકીય રોકાણકારો પાસેથી ભંડોળ ઊભું કરવા માટે કયુઆઈપી એ સૌથી ઝડપી ઉત્પાદનોમાંનું એક છે. તે લિસ્ટેડ ફર્મ્સ અને ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે,જે તેમને માર્કેટ રેગ્યુલેટર્સને પ્રી-ઇશ્યૂ ફાઇલિંગ સબમિટ કર્યા વિના સંસ્થાકીય રોકાણકારો પાસેથી ઝડપથી ભંડોળ એકત્ર કરવાની મંજૂરી આપે છે.
ભારતની રશિયન ક્રૂડ ઓઈલની આયાતમાં ૫૫% જેટલો મોટો ઘટાડો…!!
રશિયામાંથી ભારતની ક્રૂડ ઓઈલની આયાત નવેમ્બરમાં ઘટીને જૂન ૨૦૨૨ પછીના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે. આ માહિતી યુરોપિયન રિસર્ચ ઇન્સ્ટિટયૂટના માસિક રિપોર્ટમાંથી મળી છે. જો કે,આ હોવા છતાં, રશિયા હજુ પણ ભારત માટે ક્રૂડ તેલનો સૌથી મોટો સ્ત્રોત છે.સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એરએ તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું હતું કે,ભારતની રશિયન ક્રૂડ ઓઈલની આયાત નવેમ્બરમાં ૫૫ ટકા જેટલો મોટો ઘટાડો થયો છે.
જૂન ૨૦૨૨ પછીનો આ સૌથી ઓછો આંકડો છે. જોકે,રશિયા હજુ પણ ભારતને સૌથી વધુ ક્રૂડ ઓઈલ સપ્લાયર છે. રશિયા પછી ઈરાક અને સાઉદી અરેબિયાનો નંબર આવે છે.ફેબ્રુઆરી,૨૦૨૨માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ ભારત રશિયન ક્રૂડ ઓઈલનો બીજો સૌથી મોટો ખરીદનાર બન્યો હતો.
રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઈલની ખરીદી એક ટકાથી ઓછી હતી,જે વધીને ૪૦ ટકા થઈ ગઈ છે. આ વધારો મુખ્યત્વે એટલા માટે હતો કારણ કે રશિયન ક્રૂડ ઓઈલ ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ હતું.
પ્રાઇસ કેપ અને યુરોપિયન દેશો રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું ટાળતા હોવાને કારણે તે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ અન્ય ક્રૂડ ઓઈલ કરતાં ઓછા ભાવે ઉપલબ્ધ હતું.તમામ અશ્મિભૂત ઇંધણને એકસાથે લેવાથી, ભારત નવેમ્બરમાં રશિયન અશ્મિભૂત ઇંધણના સૌથી મોટા ખરીદદારોની યાદીમાં ત્રીજા સ્થાને આવી ગયું હતું.
ટોચના પાંચ આયાતકારોમાંથી રશિયાની માસિક આવકમાં ભારતનું યોગદાન ૧૭ ટકા હતું.
વર્ષ ૨૦૨૪માં રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં ૮.૯ બિલિયન ડોલરનું સંસ્થાકીય રોકાણ…!!
રિયલ એસ્ટેટ ક્ષેત્ર રોકાણકારો માટે આ વર્ષ ઘણું સારું સાબિત થઈ રહ્યું છે. આ વર્ષે, રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં સંસ્થાકીય રોકાણમાં ગયા વર્ષની સરખામણીએ જોરદાર એટલે કે ૫૧%નો વધારો થવા સાથે તે રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. આ વર્ષે, રિયલ એસ્ટેટમાં સંસ્થાકીય રોકાણ માટે પણ વધુ સોદા કરવામાં આવ્યા છે.ઉપલબ્ધ ડેટા અનુસાર, વર્ષ૨૦૨૪માં રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં ૮.૯ બિલિયન ડોલરનું સંસ્થાકીય રોકાણ છે. જે ગયા વર્ષના ૫.૮ બિલિયન ડોલરના રોકાણ કરતાં ૫૧% વધુ છે. આ ઉપરાંત, અત્યાર સુધીનું આ વિક્રમી સંસ્થાકીય રોકાણ પણ છે. અગાઉ ૨૦૦૭માં ૮.૪ અબજ ડોલરનું વિક્રમી રોકાણ થયું હતું. જે આ વર્ષે ૬% વધુ સંસ્થાકીય રોકાણ થયું છે. આ વર્ષે આ સેક્ટરમાં ૭૮ સોદા થયા છે, જે ગયા વર્ષ કરતા ૪૭% વધુ છે.
આ વર્ષે, રિયલ એસ્ટેટમાં સંસ્થાકીય રોકાણમાં વિદેશી રોકાણનો સૌથી મોટો હિસ્સો છે. ડેટા મુજબ, આ વર્ષે કુલ સંસ્થાકીય રોકાણમાંથી ૬૩% વિદેશી રોકાણકારોનું હતું, ૩૭% રોકાણ સ્થાનિક ઉદ્યોગ દ્વારા કરવામાં આવ્યું હતું. મોટા ભાગનું વિદેશી રોકાણ અમેરિકામાંથી આવ્યું છે. કુલ રોકાણમાં અમેરિકાનો હિસ્સો ૨૬ ટકા નોંધાયો હતો.સામાન્ય રીતે રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં સંસ્થાકીય રોકાણ ઓફિસ સેક્ટરમાં સૌથી વધુ હોય છે. પરંતુ આ વર્ષે આ મામલે પ્રથમ વખત રહેણાંક ક્ષેત્રે ઓફિસ સેક્ટરને પાછળ છોડી દીધું છે. આ રિપોર્ટ અનુસાર, કુલ સંસ્થાકીય રોકાણમાં રેસિડેન્શિયલ સેક્ટરનો હિસ્સો સૌથી વધુ ૪૫ ટકા હતો, જ્યારે ઓફિસ સેક્ટરનો હિસ્સો ૨૮% નોંધાયો હતો. વેરહાઉસિંગ સેક્ટર ૨૩% હિસ્સા સાથે ત્રીજા સ્થાને છે.
એડવાન્સ ટેક્સ કલેક્શનમાં વધારો થવાને કારણે નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૧૬.૪૫% વધીને રૂ.૧૫.૮૨ લાખ કરોડ…!!
આર્થિક મોરચે સરકાર માટે રાહતના સમાચાર આવ્યા છે. સરકારના જણાવ્યા અનુસારએડવાન્સ ટેક્સ કલેક્શનમાં વધારો થવાને કારણે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાંવધારો થયો છે. બુધવારે જારી થયેલા સરકારી આંકડા અનુસાર નવેમ્બરમાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં ૧૬.૪૫ ટકાનો વધારો થયો છે.
આ વધારા સાથે, નાણાકીય વર્ષ ૨૦૨૫માં સરકારી તિજોરીમાં રૂ. ૧૫.૮૨ લાખ કરોડનો વધારો થયો છે. સરકારી આંકડા અનુસાર આ સમયગાળા દરમિયાન એડવાન્સ ટેક્સ કલેક્શન ૨૧% વધીને રૂ. ૭.૫૬ લાખ કરોડ થયું છે.રીફંડ બાદ કર્યા બાદનું નેટ કોર્પોરેટ ટેક્સ કલેક્શન વાર્ષિક રૂ.૬.૮૩ લાખ કરોડથી વધીને રૂ.૭.૪૨ લાખ કરોડ થયું છે. નેટ નોન-કોર્પોરેટ ટેક્સ રૂ.૭.૯૭ લાખ કરોડ સરકાર પાસે જમા થયો છે.
૧ એપ્રિલથી ૧૭ ડિસેમ્બર, ૨૦૨૪ની વચ્ચે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સમાંથી રૂ. ૪૦,૧૧૪ કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન રૂ. ૩.૩૯ લાખ કરોડના રીફંડ પણ જારી કરવામાં આવ્યા હતા, જે વાર્ષિક ધોરણે ૪૨.૪૯ ટકાનો વધારો દર્શાવે છે.ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન, જેમાં કોર્પોરેટ ટેક્સ, પર્સનલ ઇન્કમ ટેક્સ અને એસટીટીનો સમાવેશ થાય છે, તે ૧ એપ્રિલથી ૧૭ ડિસેમ્બર, ૨૦૨૪ દરમિયાન રૂ.૧૯.૨૧ લાખ કરોડથી વધુ હતી. આ ૨૦૨૩ના સમાન સમયગાળાની સરખામણીમાં ૨૦.૩૨ ટકાનો વધારો દર્શાવે છે. કુલ ગ્રોસ કલેક્શનમાં કોર્પોરેટ ટેક્સ ૯.૨૪ લાખ કરોડ હતો, જે ગત વર્ષના ૭.૯૦ લાખ કરોડ કરતા વધુ છે.