Porbandar તા.૨૩
પોરબંદરના ભાવપરા વિસ્તારમાં એક પરપ્રાંતીય મજૂર પરિવારની સગીરાએ તેમના રહેણાંક સ્થળ નજીક ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ ઘટના બાદ આ સગીરાના મૃતદેહ પી.એમ.માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. ભાવપરા ગામે પણ રાણાભાઈ વસ્તાભાઈ ગોઢાણીયા નામના ખેડૂતના ખેતરમાં ખરગોન એમ.પી પંથકમાંથી એક મજૂર પરિવાર મજૂરીકામ માટે આવ્યો હતો.આ પરિવારની ભાલકે જીના કુંવરસિંહ(ઉ.૧૩) નામની સગીરાએ તેમના રહેણાંક સ્થળે દોરી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો.આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને થતા સગીરાના મૃતદેહ પી.એમ.માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ બગવદર પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ ઘટનાની જાણ અન્ય પરિવારના સભ્યોને થતા તેવો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.