Rajkot તા.10
સદગુરૂ સદન ટ્રસ્ટ સંચાલીત સદગુરૂ ગૌશાળા રૂપી સદગુરૂ માતા મંદિરમાં નિયમિત ગાયમાતાની પુજા, આરતી, ભોજન, તથા શ્રી રામચરિત માનસજીની માસ પારાયણ કરવામાં આવે છે.
શ્રી રણછોડદાસજી બાપુએ ગાયમાતાનાં મહત્વ સમજાવતાં કહ્યું કે ‘જહાં ગૌમાતા પ્રસન્નતાપૂર્વક, સ્વસ્થ વ સુખી રહેતી હૈ, વહાં ભગવાનશ્રી ગોપાલ કૃષ્ણ ભી પ્રસન્ન બિરાજતે હૈ, મૈ ગૌસેવા કો સભી દ્દષ્ટિકોણસે બરાબર માનતા હું, ઈતના નહીં, ગૌસેવા કા પકકા આગ્રહી ભી હું. ઔર ગૌ માતા કે સ્પર્શ સે સર્વ પાપકી નિવૃતિ હોતી હૈ’ મકરસંક્રાંતિનાં આ પાવનકારી દિવસે માત્ર ગાય માતાનો સ્પર્શ કરવાથી પણ સર્વ પાપો નષ્ટ થાય છે, અને પુણ્યફળ પ્રાપ્ત થાય છે.
મકરસંક્રાંતિમાં ગાયની સેવા કરવાથી બધા જ તીર્થોનું તથા બધા જ દેવોની પૂજા કરવાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે અને માટે ગાયમાતાને પ્રથમ સંત કહી છે. માટે ગાયને ઘાસ ખવરાવવું એ ગૌગ્રાસ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિનાં આ પવિત્ર દિવસે ગૌમાતાની આખા દિવસની સેવા પુજા નીચે મુજબ છે.
ગૌમાતા મંદિરની આખા દિવસની નિત્ય સેવા-પુજા
ગાયમાતાનું કંકુ ચોખાથી પુજન સવારે 6-30 કલાકે ગાયમાતાની આરતી સવારે 7 વાગ્યે માયમાતાને સાંજે દરરોજ ગોળને રોટલી બપોરે 12 વાગ્યે ગાયમાતા સમક્ષ રામચરિત માનસજીની માસ પારાયણ સાંજે 7 વાગ્યે ગાયમાતાને દરરોજ લીલીમકાઈ, લાડવા, ગોળ, મગફળીનો પાલો ઉતમ પ્રકારનું પૌષ્ટીક ભોજન પણ આપવામાં આવે છે. ગૌમાતાને દરરોજ 24 કલાક શ્રી કૃષ્ણ શરણં મમની ધુન સંભળાવવામાં આવશે તેમ મેનેજીંગ ટ્રસ્ટી પ્રવીણભાઈ વસાણીએ જણાવેલ છે.