New Delhi,તા.૨૧
વિશ્વના ઘણા દેશો હાલમાં યુદ્ધની ઝપેટમાં છે. રશિયા-યુક્રેન સંઘર્ષને ૩ વર્ષથી વધુ સમય વીતી ગયો છે અને ઇઝરાયેલ પણ એક વર્ષથી તેના દુશ્મનો સાથે યુદ્ધ લડી રહ્યું છે. રશિયા-યુક્રેન અને મિડલ ઈસ્ટ વચ્ચેના યુદ્ધને કારણે જ્યાં હોબાળો ચાલી રહ્યો છે, ત્યારે એક ભારતીય શહેરને તેનો મોટો ફાયદો મળી રહ્યો છે. અહીં અમે વાત કરી રહ્યા છીએ નાગપુરની. ભારતમાં નાગપુર વૈશ્વિક શસ્ત્રોના વેપારનું મહત્વનું કેન્દ્ર બની ગયું છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષો વચ્ચે નાગપુરની કંપનીઓએ છેલ્લા ત્રણ મહિનામાં ૯૦૦ કરોડ રૂપિયાના શસ્ત્રોની નિકાસ કરી છે. એટલું જ નહીં, આગામી સમયમાં રૂ.૩,૦૦૦ કરોડના વધુ ઓર્ડર મળવાની આશા છે.
નાગપુરમાં હાજર કંપનીઓ હાલમાં ૧૫૫ એમએમ શેલ અને ૪૦ એમએમ રોકેટનું ઉત્પાદન કરી રહી છે. આ બંને હથિયારોની સમગ્ર વિશ્વમાં સૌથી વધુ માંગ છે. નોંધનીય વાત એ છે કે બલ્ગેરિયા, સ્પેન, જર્મની, સાઉથ આફ્રિકા, વિયેતનામ, પોલેન્ડ, બ્રાઝિલ અને સાઉદી અરેબિયામાં યુદ્ધ ચાલી રહ્યું નથી, છતાં ત્યાં દારૂગોળાનો ભારે વપરાશ થાય છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે આ તમામ દેશો યુદ્ધ સામગ્રી એકઠા કરવાની વ્યૂહરચના સાથે આગળ વધી રહ્યા છે. જે ભવિષ્યમાં સંભવિત સંઘર્ષો માટે તૈયાર હોવાનો સંકેત આપે છે.
નિષ્ણાતો માને છે કે નાગપુરના ઉત્પાદકો વિદેશમાંથી અંતિમ વપરાશ પ્રમાણપત્રો મેળવે છે, જેના આધારે તેઓ સરકાર પાસેથી નિકાસ માટે લાઇસન્સ મેળવે છે. જો કે, કંપનીઓનું કહેવું છે કે તેઓ કોઈપણ યુદ્ધ કરતા દેશને શસ્ત્રો વેચી રહ્યાં નથી. તેના બદલે, તેઓ ફક્ત એવા દેશોને જ સામગ્રી વેચી રહ્યા છે જેઓ તેમની સ્થાનિક જરૂરિયાતો માટે તેનો સંગ્રહ કરી રહ્યા છે.
અહેવાલ અનુસાર, નાગપુર સ્થિત યંત્ર ઈન્ડિયા લિમિટેડ (વાયઆઈએલ) અને મ્યુનિશન્સ ઈન્ડિયા લિમિટેડ (એમઆઈએલ) જેવી કંપનીઓ આ વધતી માંગને પહોંચી વળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. તમને જણાવી દઈએ કે રૂૈંન્ એ ૧૯૯૯ માં કારગિલ યુદ્ધ દરમિયાન પણ તેનું ઉત્પાદન વધાર્યું હતું. ચંદ્રપુર અને ભંડારા સ્થિત એમઆઇએલએ પણ તેનું ઉત્પાદન વધાર્યું છે.
આ કંપનીઓ ઉપરાંત ખાનગી ક્ષેત્રની કંપનીઓ પણ આ ક્ષેત્રમાં સક્રિય છે. સોલર ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓ ૐસ્ઠ, ઇડ્ઢઠ અને ્દ્ગ્ જેવા ઉચ્ચ-ઊર્જાનો કાચો માલ ઉત્પન્ન કરે છે, જેની માંગ વૈશ્વિક સ્તરે વધી રહી છે. આ કાચો માલ યુરોપ, પૂર્વ એશિયા અને પશ્ચિમ એશિયામાં શસ્ત્રો બનાવતી કંપનીઓને નિકાસ કરવામાં આવે છે. નાગપુરનો વિસ્ફોટક ઉદ્યોગ માત્ર ભારતની સૈન્ય ક્ષમતાઓને વધારવામાં ફાળો આપી રહ્યો નથી, પરંતુ તે વૈશ્વિક બજારમાં પણ પોતાની ઓળખ બનાવી રહ્યો છે. વૈશ્વિક સ્તરે વધી રહેલા સુરક્ષા પડકારો સાથે, નાગપુરના ઉત્પાદકો તેમની ક્ષમતા અને ગુણવત્તા સાથે વિશ્વ સમક્ષ ઉભરી રહ્યા છે.