Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ

    June 17, 2025

    એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા

    June 17, 2025

    Haryana model શીતલ હત્યા કેસમાં,પરિણીત બોયફ્રેન્ડ જ નીકળ્યો હત્યારો

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ
    • એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા
    • Haryana model શીતલ હત્યા કેસમાં,પરિણીત બોયફ્રેન્ડ જ નીકળ્યો હત્યારો
    • પાયલટની અંતિમ વિદાયના ભાવુક દ્રશ્યો: તસવીર પર હાથ ફેરવતી રહી પત્ની Deepika
    • Malaika Arora and Arjun Kapoor ના સંબંધો ફરી ચર્ચામાં
    • મોબાઈલ બનાવવાના બિઝનેસમાં ટ્રમ્પની એન્ટ્રી! New Smart Phone Launched
    • નિવૃત્તિ પછી પણ Virat Kohli and Rohit Sharma ને મળશે સૌથી વધુ સેલેરી
    • જોન્સનનું માનવું છે કે, IPL-2025ના કારણે ઓસ્ટ્રેલિયા WTCની ફાઇનલ મેચ હાર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»મને વિનોદ તાવડેના ૨૫ કોલ આવ્યા છે. હું આ મામલે કડક કાર્યવાહી ઈચ્છું છું:Hitendra Thakur
    અન્ય રાજ્યો

    મને વિનોદ તાવડેના ૨૫ કોલ આવ્યા છે. હું આ મામલે કડક કાર્યવાહી ઈચ્છું છું:Hitendra Thakur

    Vikram RavalBy Vikram RavalNovember 19, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ચૂંટણી પહેલા ભાજપના એક વરિષ્ઠ નેતા પર આ પ્રકારના આરોપોને કારણે પાર્ટી બેકફૂટ પર છે

    Maharashtra,તા.૧૯

    ભાજપના વરિષ્ઠ નેતા પર નાણાં આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે આ મામલે હિતેન્દ્રએ એક ઈન્ટરવ્યુ પણ આપ્યો છે. ઠાકુરે કહ્યું કે મને વિનોદ તાવડેના ૨૫ કોલ આવ્યા છે. હું આ મામલે કડક કાર્યવાહી ઈચ્છું છું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પહેલા ભાજપના એક વરિષ્ઠ નેતા પર આ પ્રકારના આરોપોને કારણે પાર્ટી બેકફૂટ પર છે.

    વસઈ વિસ્તાર મુંબઈ આઉટરમાં આવેલો છે, જે પાલઘરને અડીને છે. આ વિસ્તાર દરિયા કિનારે આવેલો છે. હિતેન્દ્ર ઠાકુરનો જન્મ પણ આ જ વિસ્તારમાં ૧૯૬૧માં વિષ્ણુ ઠાકુરના ઘરે થયો હતો. ૬૩ વર્ષના હિતેન્દ્રએ ૧૯૮૮માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. કહેવાય છે કે રાજકારણમાં આવતા પહેલા હિતેન્દ્ર પોતાના ભાઈ સાથે ડેરી ફાર્મ ચલાવતા હતા, પરંતુ ૧૯૮૮માં બનેલી એક ઘટના બાદ હિતેન્દ્ર રાજકારણમાં આવ્યા.

    આ ઘટના રિયલ એસ્ટેટ બિઝનેસમેન સુરેશ દુબેની હત્યાની હતી. હિતેન્દ્રના ભાઈ જયેન્દ્ર ઉર્ફે ભાઈ ઠાકુર પર હત્યાનો આરોપ હતો. આ હત્યા બાદ પોલીસે ઠાકુર પરિવાર સામે મોરચો ખોલ્યો હતો. પોલીસે ભાઈ ઠાકુર પર દાઉદ ગેંગ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો. કહેવાય છે કે તે સમયે દાઉદ ઠાકુર પરિવારના ઘરે પણ આવતો હતો. જોકે, ઠાકુર પરિવારે હંમેશા આ આરોપોને ફગાવી દીધા છે.

    દાઉદ સાથે જોડાયેલો અને ગુના અને પોલીસની ચુંગાલમાં ફસાયેલો ઠાકુર પરિવાર સમજી ગયો હતો કે હવે રાજકારણ જ છેલ્લો ઉપાય છે. આ પછી જ હિતેન્દ્ર કોંગ્રેસમાં જોડાયા. હિતેન્દ્રએ વર્ષો સુધી કોંગ્રેસમાં રાજકારણ કર્યું. બાદમાં તેમણે બહુજન વિકાસ અઘાડી નામની પોતાની પાર્ટી બનાવી.

    હિતેન્દ્ર અને તેમનો પરિવાર ત્યારથી બહુજન વિકાસ આઘાડી દ્વારા લોકોના સંપર્કમાં છે. પાલઘરની ૩ વિધાનસભા બેઠકો પર ઠાકુર પરિવારનું રાજકીય વર્ચસ્વ છે.હિતેન્દ્ર ઠાકુરની પાસે અબજોની સંપત્તિ છે. ચૂંટણી પંચને આપેલી એફિડેવિટ મુજબ, હિતેન્દ્રની જંગમ સંપત્તિ ૩૯ કરોડ રૂપિયા છે. તેમની પત્નીની જંગમ સંપત્તિ ૨૩ કરોડ રૂપિયા છે.

    હિતેન્દ્રની સ્થાવર મિલકતની કિંમત લગભગ ૪૬ કરોડ રૂપિયા છે. તેમની પત્ની પાસે ૨૪ કરોડની સ્થાવર મિલકત છે. હિતેન્દ્રએ પોતાનો વ્યવસાય ધંધો ગણાવ્યો હતો. તેની પત્ની પણ બિઝનેસ કરે છે.હિતેન્દ્ર વિરુદ્ધ કુલ ૪ કેસ નોંધાયેલા છે, જેની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે. પરિવારમાંથી હિતેન્દ્ર ઉપરાંત પુત્ર ક્ષિતિજ અને પુત્રવધૂ પણ રાજકારણમાં છે. હિતેન્દ્રનો બીજો પુત્ર ઉત્તાંગ બિઝનેસ કરે છે.પીએમસી બેંક કૌભાંડ કેસમાં હિતેન્દ્ર ઠાકુર પણ ઈડ્ઢના રડાર પર છે. ૨૦૨૧માં હિતેન્દ્રના ઘણા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. ૨૦૧૯માં હિતેન્દ્રની પાર્ટીના ૩ ધારાસભ્યોએ ચૂંટણી જીતી હતી. હિતેન્દ્રએ અનેક પ્રસંગોએ ભાજપને સમર્થન આપ્યું છે.

    મહારાષ્ટ્રમાં ૨૦૨૪ની ચૂંટણી પહેલા રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં હિતેન્દ્રએ ભાજપને સમર્થન આપ્યું હતું. ત્યારે ભાજપના વરિષ્ઠ મંત્રી ગિરીશ મહાજન હિતેન્દ્રના ઘરે સમર્થન મેળવવા ગયા હતા. કહેવાય છે કે વસઈમાં હિતેન્દ્રના ઘરે ભાજપ, કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષોના તમામ નેતાઓ આવ્યા છે. એક સમયે દેશના પેટ્રોલિયમ મંત્રી હિતેન્દ્ર પાસે તેમની જીત માટે આવતા હતા.

    હિતેન્દ્રનો સીધો સંપર્ક ભાજપ, કોંગ્રેસ અને શિવસેનાના મોટા નેતાઓ સાથે છે. તે વિસ્તારમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. તેમના પુત્ર ક્ષિતિજ નાલાસોપારાથી ત્રણ વખત ધારાસભ્ય જીત્યા છે.

    Maharashtra
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા

    June 17, 2025
    અન્ય રાજ્યો

    Haryana model શીતલ હત્યા કેસમાં,પરિણીત બોયફ્રેન્ડ જ નીકળ્યો હત્યારો

    June 17, 2025
    અન્ય રાજ્યો

    Air India ની મુંબઈ – અમદાવાદ ફલાઈટ રન-વે પર થંભી ગઈ

    June 17, 2025
    ટેક્નોલોજી

    કોસ્ટગાર્ડ માટે બનાવાયેલુ ‘Achal’ જહાજ તરતુ મુકાયુ

    June 17, 2025
    અન્ય રાજ્યો

    San Francisco to Mumbai આવતી એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખરાબી

    June 17, 2025
    અન્ય રાજ્યો

    Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ

    June 17, 2025

    એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા

    June 17, 2025

    Haryana model શીતલ હત્યા કેસમાં,પરિણીત બોયફ્રેન્ડ જ નીકળ્યો હત્યારો

    June 17, 2025

    પાયલટની અંતિમ વિદાયના ભાવુક દ્રશ્યો: તસવીર પર હાથ ફેરવતી રહી પત્ની Deepika

    June 17, 2025

    Malaika Arora and Arjun Kapoor ના સંબંધો ફરી ચર્ચામાં

    June 17, 2025

    મોબાઈલ બનાવવાના બિઝનેસમાં ટ્રમ્પની એન્ટ્રી! New Smart Phone Launched

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ

    June 17, 2025

    એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા

    June 17, 2025

    Haryana model શીતલ હત્યા કેસમાં,પરિણીત બોયફ્રેન્ડ જ નીકળ્યો હત્યારો

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.