Talaja,તા.25
તળાજા તાલુકાની મોટાઘાણા પ્રાથમિક શાળાના 72 માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવેલ, શાળામાંથી બદલી થયેલ ત્રણ શિક્ષકો વિજયભાઈ ગોહિલ, ભાવસંગભાઈ પરમાર અને હરજીભાઈ સરધારાનો વિદાય સમારંભ યોજાયો અને શાળામાં અમૂલ્ય યોગદાન આપનાર દાતાશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
શાળાને 71 વર્ષ પૂર્ણ થયા. શાળાના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો. આજના દિવસે શાળાને શ્રી નીલકંઠ વિદ્યાપીઠ તળાજા તરફથી EPSON નું કલર પ્રિન્ટર 16000 ની રકમનું દાનમાં મળેલ છે. ઈશ્વરાનંદ વિદ્યાસંકુલ તરફથી પુસ્તકાલય માટે કબાટની ભેટ મળેલ છે. મોટાઘાણાના દાતાશ્રીઓ તરફથી પુસ્તકાલય માટે પણ દાન મળેલ છે. શાળા પરિવાર સૌ દાતાશ્રીઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.આજના પ્રસંગે શાળાના તમામ બાળકોને વિજયભાઈ ગોહિલ તરફથી ભજીયાનું પ્રીતિ ભોજન કરાવેલ છે. ભાવસંગભાઈ તથા હરજીભાઈ તરફથી શાળાને પંખાની ભેટ મળેલ છે.આ કાર્યક્રમમાં ગામના સરપંચ મધુભાઈ, કારોબારી ચેરમેન વીરુભાઈ, ભૂતપૂર્વ તાલુકા સદસ્યશ્રી હાજકુભાઈ, એસએમસીના અધ્યક્ષ હામાભાઈ, સી.આર.સી કૃપાલભાઈ કે.વ.શાળા આચાર્ય દિનેશભાઈ અને વાલીઓ તથા યુવાનોની હાજરીમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ. ભૂતપૂર્વ સરપંચ ભોજાભાઇ તરફથી વિદાયમાન ગુરૂજનોને સાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવ્યું હતું.