Rajkot,તા.07
હત્યાના ખાર રાખી ઘરમાં તોડફોડ કરી આગ લગાડી અને મારામારી કરી હતી
શહેરના ઢેબર રોડ પર આવેલી ઢેબર કોલોનીના મફતીયા પરામાં ચાર માસ પૂર્વે જૂની અદાવતના કારણે બોલેલી બધડાટી બોલાવી અને તોડફોડ, આગ લગાડી તેમજ ચોરી કરવાના ગુનામાં નાસ્તા ફરતા માતા પુત્રની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુનાખોરી હાજરી નાસ્તા ફરતા શખ્સોને ઝડપી લેવા પોલીસ કમિશનર વ્રજેશ જાયે આપેલી સૂચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ એમ.આર.ગોંડલીયા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે ઢેબર રોડ પર આવેલ નારાયણ નગર પાસે ઢેબર કોલોની મફતિયા પરમા અગાઉ થયેલી મારામારી ના બનાવમાં યુવકનું મોત નીપજવાના બનાવમાં પરિવારજનોએ ખાર રાખી બે મકાનમાં તોડફોડ કરી આગ લગાડી ચોરી કરી તેમજ મારામારી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા સની ચંદુ ચુડાસમા અને જયાબેન ચંદુભાઈ ચુડાસમા છેલ્લા ચાર માસથી નાસ્તા ફરતા હોય જે ગોંડલ રોડ ચોકડી ખાતે હોવાની એએસઆઈ રણજીતસિંહ પઢારીયા અને કોન્સ્ટેબલ તુલસીભાઈ ચુડાસમા ને મળેલી બાતમીના આધારે પીએસઆઇ એમ કે મોવલિયા સહિતના સ્ટાફે દરોડો પાડી બંને ને ઝડપી ભક્તિનગર પોલીસને હવાલે કરતા વધુ તપાસ ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છેલઈ ધોરણ છ ની કાર્યવાહી