RAJKOT, તા.૨૯
રાજકોટ મનપા દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ચુનારાવાડ ચોક રાજકોટ મુકામે આવેલ ચામુંડા ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ પેઢીની તપાસ કરતા સ્થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલ વાસી અખાદ્ય ખમણ અને ભજીયાનો અંદાજીત ૨ કિ.ગ્રા. જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ જ્યારે સદગુરૂ એજન્સી પેઢીની તપાસ કરતા સ્થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલ વાસી અખાદ્ય નમકીનનો અંદાજીત ૨ કિ.ગ્રા. જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને લાઈસન્સ તથા હાઈજેનિક કન્ડિકશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબ્લ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સત્યસાંઈ મેઈન રોડ, રાજનગર ચોકથી માયાણી ચોક તથા રેલનગર વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનુ વેચાણ કરતા કુલ ૫૯ ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૨૫ ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઈવ કરવામાં આવેલ. તેમજ ખાદ્યચીજોના કુલ પ૦ નમૂનાની સ્થળ પર ચસકાણી કરવામાં આવી હતી.