Junagadh, તા.20
ગુજરાત રાજયના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર ઉપક્રમે જીલ્લા વહીવટી તંત્ર જુનાગઢ સંચાલીત રાજયકક્ષાની ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી યુવક યુવતીઓ ગીરનારને ભરી પીવા દર વર્ષે દોટ મુકે છે. કુલ ચાર વિભાગોમાં સીનીયર ભાઈઓ જુનીયર ભાઈઓ સીનીયર બહેનો જુનીયર બહેનોની સ્પર્ધામાં વર્ષ 2025માં આગામી તા.5 જાન્યુઆરીને રવિવારના વહેલી સવારે 7 કલાકે દોટ મુકશે.
પસંદગી પામેલા સ્પર્ધકોએ 4 જાન્યુઆરી બપોરના 3 કલાકે ભવનાથ તળેટી ખાતેના રીપોર્ટીંગ કરવાનું રહેશે. પસંદગી પામેલા અને રદ થયેલા સ્પર્ધકોની યાદી ફેસબુક પરની આઈડી પર મુકવામાં આવી છે. વિગતવાર સ્પર્ધકોની યાદી હવે પછી બહાર પાડવામાં આવશે તેમ યુવા વિકાસ સ્પર્ધક અધિકારીએ જણાવ્યું છે. ગીરનારને દોડીને ભરી પીવા યુવક યુવતીઓ દરરોજ ગીરનાર પગથીયે ભવનાથમાં દોડ લગાવી કસરત કરી રહ્યા જોવા મળે છે.