Rajkot, તા.10
રાજકોટના મેટોડા જી.આઈ.ડી.સી. મુકામે ફરિયાદી મનીષભાઈ જીવરાજભાઈ મેઘાણી બાલાજી ઈન્ડસ્ટ્રીસ નામથી પ્રોપરાઈટર દરજજે ઓટો-મોબાઈલ્સના માલનું મેન્યુફેકચર કરે છે. આરોપી દુર્ગેશ રમેશ મહેતા, દર્શીલ દુર્ગેશ મેહતા, અને નિલય દુર્ગેશ મહેતા કે જેઓ બોન ઈન્ટરનેશનલના નામથી પાર્ટનર દરજજે (અંધેરી વેસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર) મુકામે ધંધો કરે છે.
આરોપીએ ઓટો-મોબાઈલ્સનો માલ મંગાવેલ હતો. જે માલ તેઓને મળી ગયા બાદ તે માલની બાકી રહેતી રકમ પૈકી રૂ।.11,79,849 ચુકવવા તેમણે બોન ઈન્ટરનેશનલના ખાતાવાળી બેંકનો ચેક આપેલો.
જે ચેક બિન ચુકતે પરત ફરતા લોધીકા સિવિલ કોર્ટમાં ચેક રિટર્નની ફરીયાદ કરેલી હતી. જેમાં આરોપીઓ સામે વોરંટ નીકળતા જ વોરંટ મુંબઈ પોલીસ કમીશ્નરને મોકલતા આરોપીએ કોર્ટમાં રૂબરુ આવી ચેક મુજબની રકમનો ડ્રાફટ જમાં કરાવી છુટેલ હતા. આ કેસમાં ફરીયાદી પેઢી તરફે રાજકોટના વકીલ અતુલ સી. ફળદુ, અજય કે. જાધવ, ચાર્મી કે. પંડયા રોકાયેલ હતા.