Visavadar,તા.08
ગુજરાતમાં વિસાવદર ધારાસભા બેઠક ખાલી પડી છે અને દિલ્હીની ચૂંટણી સાથે ઉત્તર પ્રદેશની એક પેટા ચૂંટણી પણ જાહેર થઇ છે પરંતુ વિસાવદર બેઠક કે જે 2022ની ચૂંટણી બાદ તૂર્ત જ ખાલી પડી હતી ત્યાં ફરી એક વખત ચૂંટણી જાહેર ન થતાં પ્રશ્નો સર્જાણા છે.
લોકસભા ચૂંટણી સમયે અન્ય પાંચ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી યોજવામાં આવી હતી અને તે સમયે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે કહ્યું હતું કે, ટેકનીક્લ કારણોસર આ ચૂંટણી યોજાઇ નથી.
વાસ્તવમાં ચૂંટણીનો વિવાદ હાઇકોર્ટમાં પેન્ડીંગ છે પરંતુ તેમાં સમાધાન થઇ ગયાની ચર્ચા છે. પરંતુ હાઇકોર્ટમાંથી કેસ પાછો નહીં ખેંચાતા વિસાવદરની પેટા ચૂંટણી ફરી એક વખત ટળી છે.