Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા
    • 19 એપ્રિલનું પંચાંગ
    • 19 એપ્રિલનું રાશિફળ
    • મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી
    • Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ
    • ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump
    • Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»જેવી કરણી તેવી ભરણી
    લેખ

    જેવી કરણી તેવી ભરણી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraSeptember 15, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આપણે જેવા કર્મ કરીશું તેનાં ફળ આજે નહી તો કાલે ભોગવવા પડશે.એક ગામના જમીનદાર ઘણા વર્ષોથી બિમાર હતા.બિમારીના ઇલાજ માટે કોઇ ર્ડાકટર,વૈધને બતાવવાનું બાકી રાખ્યું નહોતું તેમ છતાં તબિયતમાં કોઇપણ પ્રકારનો સુધારો ન થયો.ગામમાં એક સંતનું આગમન થાય છે.જમીનદાર સંતના દર્શન કરવા જાય છે.સંતને પ્રણામ કરીને ખુબ જ દુઃખી હ્રદયે કહે છે કે મહાત્માજી..હું આ ગામનો જમીનદાર છું,મારી પાસે સેકડો વિઘા જમીન છે અને સુખના તમામ સાધનો હોવા છતાં મને જે ગંભીર પ્રકારની બિમારી થઇ છે તેમાં આરામ થતો નથી.મહાત્માએ પુછ્યું કે તમોને કયો રોગ થયો છે? ત્યારે જમીનદાર કહે છે કે મળ ત્યાગ કરતાં ઘણું જ લોહી નીકળે છે અને સહન ના થાય એટલું દર્દ થાય છે, લાગે છે કે મારા પ્રાણ નીકળી જશે.આપ આર્શિવાદ આપો કે મારી આ બિમારીમાંથી છુટકારો મળે.

    મહાત્માએ આંખો બંધ કરી શાંત બેસીને પછી કહ્યું કે ખરાબ ના લાગે તો એક વાત પુછું? તમે ક્યારેય કોઇનું દિલ એટલુ બધું દુભાવ્યું છે કે તેના નિશાસાનો દંડ તમો આજે ભોગવી રહ્યા છો? તમે તેને એટલું બધું દુઃખ આપ્યું હશે કે તેની પીડા તમે ભોગવી રહ્યા છો? ત્યારે જમીનદાર કહે છે કે મેં કોઇનું દિલ દુભાવ્યું હોય કે કોઇને દુઃખ આપ્યું હોય તેવું મને યાદ નથી.ત્યારે મહાત્મા કહે છે કે યાદ કરો ક્યારેય તમે કોઇનો હક્ક તો નથી છીનવી લીધોને? કોઇની પીઠ પાછળ છરો મારીને કોઇની આજીવિકા તો નથી છીનવી લીધીને? કોઇની સાથે તેના હિસ્સાનું બળજબરીથી પચાવી તો નથી પાડ્યુંને? મહાત્માની પુરી વાત સાંભળીને જમીનદાર શર્મસાર બનીને કહે છે કે મારી એક વિધવા ભાભી તેના પિયરમાં રહેતી હતી, તે તેના ભાગના હિસ્સાની માંગણી કરતી હતી પરંતુ ભવિષ્યમાં તેના ભાગનો હિસ્સો લઇને તેના ભાઇને આપી દેશે એ ભયથી મેં તેના હિસ્સાની જમીન-જાયદાદ અને સંપત્તિ મેં ન આપતાં હું તેનો ઉપભોગ કરૂં છું.

    મહાત્માએ કહ્યું કે આજથી તમે તમારી વિધવા ભાભીને દર મહિને સો રૂપિયા આપવાનું શરૂ કરી દો. આ પુરાતન સમયની વાત છે તે જમાનામાં સો રૂપિયામાં સમગ્ર પરીવારનું ભરણપોષણ થઇ જતું હતું. બીજા મહિનેથી જમીનદાર કેટલાક રૂપિયા વિધવા ભાભીને આપવાનું ચાલુ કરે છે.મહિના પછી મહાત્મા પાસે આવીને જમીનદાર કહે છે મારી બિમારીમાં પંચોત્તેર ટકા સારૂં લાગે છે.મહાત્માજીએ વિચાર્યું કે જમીનદારને સો ટકા સારૂં થઇ જવું જોઇએ તેમછતાં આમ કેમ બન્યું? મહાત્માજીએ કહ્યું કે તમે તમારી વિધવા ભાભીને દર મહિને કેટલા રૂપિયા મોકલાવો છો? ત્યારે જમીનદાર કહે છે કે દર મહિને પંચોત્તેર રૂપિયા મોકલું છું.ત્યારે મહાત્મા કહે છે કે એટલે જ તમોને સો ટકા સારૂં થતું નથી,તમે વિધવા ભાભીને બોલાવીને તેમના હક્કનું તમામ આબરૂભેર આપી દો.તેમના હક્કની સંપત્તિનું તેમને મન ફાવે તેમ ભલે ખર્ચ કરે કે ગમે તેને આપી દે તેમાં તમારે કોઇ દખલગીરી કરવાની નથી.

    તમોને ખબર છે? તમે તેમનો હક્ક પચાવી પાડ્યો છે તેથી તે નિરાધાર વિધવા ભાભી કેટલી રડતી કકળતી હશે? બીજાના સહારે જીવન જીવતાં અંતરથી કેટલા શ્રાપ આપતી હશે તેના ફળસ્વરૂપે જ તમારી બિમારી મટતી નહોતી.વિચાર કરો..મૃત્યુ પછી આપણી સાથે શું આવવાનું છે? મૃત્યુ ક્યારે આવી જાય તેની આપણને ખબર ૫ડતી નથી એટલા માટે પોતાના સ્વભાવ અને ચિંતનને નિર્મળ બનાવી રાખીને પ્રત્યેક ક્ષણે સાવધાન રહેવું જોઇએ અને પ્રભુ ૫રમાત્માનું નિત્ય નિરંતર સુમિરણ કરતા રહેવું જોઇએ.જમીનદારને ઘણો જ પશ્ચાતાપ થાય છે, તેમને તરત જ પોતાની વિધવા ભાભી તથા તેમના ભાઇઓને બોલાવીને સમગ્ર ગામના લોકોની સાક્ષીએ તેના ભાગની જમીન,તેના હક્કના પૈસા આપી દીધા તથા પોતાની ભૂલ બદલ જાહેરમાં ભાભીની માફી માંગે છે.ભાભીએ વિશાળ દિલથી તેમને માફ કરી દીધા અને જમીનદારને ઘણા જ આર્શિવાદ આપે છે જેના પરીણામસ્વરૂપ જમીનદારની બિમારી કાયમ માટે મટી જાય છે.

    જો તમોને પણ કોઇ અસાધ્ય રોગ થયો હોય તો જરૂરથી વિચાર કરજો કે સત્તા અને સંપત્તિના નશામાં મેં કોઇનો હક્ક તો નથી લઇ લીધોને? મેં કોઇનું દિલ તો નથી દુભાવ્યુંને? યાદ રાખો પ્રભુ પરમાત્માની લાઠીનો અવાજ નથી સંભળાતો પરંતુ આપણે જેવી કરણી કરીશું તેવું ફળ આજે નહી તો કાલે ભોગવવું જ પડશે જ.! સારા માનવ બનો અને બધાનું ભલું કરો.ભૂતકાળમાં જે ભૂલો કરી છે તેને સુધારી લઇએ અને ભવિષ્યમાં સમજી વિચારી એવા કર્મો કરીએ કે અમારી વાણી વર્તનથી કોઇની લાગણી ના દુભાય.અમારૂં એક ખરાબ કર્મ અમોને અનેક જન્મો લેવાનું કારણ બનતા હોય છે.

    કોઇપણ મનુષ્ય પોતાનાથી થયેલ પાપોને છુપાવવા ગમે તેટલો પ્રયત્ન કરે તેમછતાં તેને છુપાવી શકતો નથી.જ્યારે કરેલ પાપોની સજા ભોગવવાનો સમય આવે છે ત્યારે ભલભલાની અક્કલ ઠેકાણે આવી જાય છે અને પોતે કરેલ પાપો યાદ આવે છે કે મેં કોની સાથે શું કર્યું હતું એટલે હંમેશાં એક વાત યાદ રાખજો કે જે કરશે તે ભોગવશે.આપણે બધા એ જગતના માલિક પ્રભુ-પરમાત્માના શરણમાં છીએ.જ્યારે અમે એક પ્રભુ-પરમાત્માની શરણમાં છીએ,સદગુરૂ શરણમાં જઇને એક પ્રભુને જાણ્યા છે, પ્રભુને માનીએ છીએ તો અમારે સર્વ કંઇ પરમાત્માની ઉપર છોડી દેવું જોઇએ..જો કોઇ વ્યક્તિ પોતે પોતાને ઇશ્વરથી મોટો સમજે છે અને બીજાઓની બેઇજ્જતી કરે છે કે પોતાની માન-મોટાઇ અને અહંકારવશ બીજાઓનું અપમાન કરે છે તેને તેના કરેલા કર્મોનું ફળ એક દિવસ અવશ્ય મળે જ છે.કુદરતના દરબારમાં દેર છે પરંતુ અંધેર નથી.જેવું વાવ્યું છે તેવું જ સામે આવવાનું છે.જેવાં કર્મો કરીશું તેવા ફળ ભોગવવાં જ પડવાનાં છે હવે નિર્ણય આપણે કરવાનો છે.મનુષ્ય પોતાના કર્મોનું જ ફળ પામે છે.

    કર્મનું ફળ કેવી રીતે મળે છે તેના વિશે અન્ય એક પ્રસંગ જોઇએ.એક દિવસ એક રાજાએ પોતાના ત્રણ મંત્રીઓને દરબારમાં બોલાવીને ત્રણેને આદેશ આપે છે કે એક એક થેલો લઇને બગીચામાં જાઓ અને ત્યાંથી સારા સારા ફળ ભેગા કરીને લઇ આવો.ત્રણે મંત્રીઓ અલગ અલગ બગીચામાં પ્રવેશ કરે છે.પહેલા મંત્રીએ એવો પ્રયત્ન કર્યો કે રાજાના માટે તેમની પસંદગીના સારામાં સારા રસદાર મીઠા ફળ ભેગા કરવામાં આવે.ઘણી જ મહેનત પછી ઘણા જ સારા અને તાજા ફળોથી થેલો ભરી દે છે.બીજા મંત્રીએ વિચાર્યું કે રાજા તમામ ફળોનું પરીક્ષણ તો કરવાના નથી એટલે ઉતાવળથી થેલો ભરવા લાગ્યો,જેમાં કેટલાક તાજા તો કેટલાક કાચા અને સળી ગયેલા ફળથી થેલો ભરી દીધો.

    ત્રીજા મંત્રીએ વિચાર્યું કે રાજાની નજર તો ફક્ત ફળ ભરેલા થેલા ઉપર જ રહેવાની છે,થેલો ખોલીને રાજા જોવાના નથી કે અંદર ફળ કેવા છે? તેથી તેને સમય બચાવવા જલ્દી જલ્દી થેલામાં ઘાસ અને પાંદડાં ભરી દીધાં.બીજા દિવસે રાજાએ ત્રણે મંત્રીઓને તેમના થેલા સાથે દરબારમાં બોલાવ્યા અને થેલા ખોલીને જોયું પણ નહી અને આદેશ આપ્યો કે ત્રણે મંત્રીઓને પોતપોતાના થેલા સહિત દૂર આવેલી એક જેલમાં પંદર દિવસ માટે પુરી દેવામાં આવે.હવે જેલમાં તેમના ખાવા-પીવા માટે કોથળામાંના ફળ સિવાય કોઇ વ્યવસ્થા નહોતી તેથી જે મંત્રીએ સારામાં સારા ફળ ભેગા કર્યા હતા તે આરામથી ફળ ખાઇને પંદર દિવસ પસાર કરી દીધા.બીજા મંત્રી કે જેને કેટલાક તાજા અને કેટલાક કાચા અને સડેલા ફળ ભેગા કરીને કોથળો ભર્યો હતો તેને કેટલાક દિવસ સુધી તાજા ફળ ખાધા પછી તેને ખરાબ અને સડેલા ફળ ખાવા પડ્યા તેથી તે બિમાર પડી જાય છે અને ઘણી જ તકલીફ સહન કરે છે અને ત્રીજો મંત્રી કે જેને કોથળામાં ફક્ત ઘાસ અને પાંદડાં જ ભેગા કર્યા હતા તે કેટલાક દિવસ બાદ ભૂખના કારણે મરી જાય છે.

    હવે આપણે પોતાની જાતને પુછવાનું છે કે અમે શું જમા કર્યું છે? અમે અત્યારે જીવનના બાગમાં છીએ,જ્યાં ધારીએ તો સારા કર્મો જમા કરાવી શકીએ છીએ અને ધારીએ તો ખરાબ કર્મો જમા કરી શકીએ છીએ પરંતુ એ યાદ રાખવાનું છે કે આપણે જે જમા કરીશું તે જ આપણને જન્મો-જન્મ સુધી કામ આવવાનું છે.

    વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે

    April 18, 2026
    લેખ

    માનવતા એવંમ સત્ય પ્રેમ અને કરુણાનાં ભાવ ક્યારેય ક્ષય પામે નહીં તે છે અક્ષય તૃતીયા!

    April 18, 2026
    લેખ

    મહિલા અનામત – સરકારનો માસ્ટરસ્ટ્રોક; નિયમ ૬૬ ની રાજકીય શતરંજ

    April 18, 2026
    લેખ

    DeepFakes નો ખતરોઃ નકલી વિડિયો અને અવાજથી વધી રહી છે સાયબર ઠગાઈ

    April 18, 2026
    લેખ

    તંત્રી લેખ…ખતરનાક રીતે વિભાજિત વિશ્વ

    April 18, 2026
    ધાર્મિક

    જીવ અને ઈશ્વરના મિલનમાં માયા વિઘ્ન કરે છે, મનને ચંચળ બનાવે છે

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026

    19 એપ્રિલનું રાશિફળ

    April 18, 2026

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.