Rajkot,તા.27
આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓના વિષયજ્ઞાનના વિવિધલક્ષી નિદર્શનના અદભૂત પ્લેટફોર્મ સમા વી.વી.પી.સંચાલિત ઇન્દુભાઇ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર (ઇપ્સા) અને કીચ સ્કુલ ઓફ ડિઝાઇન (કે.એસ.ડી.) આયોજિત ત્રિદિવસીય વાર્ષિક વિદ્યાર્થી મહોત્સવ ‘મેલાન્જ-૨૪’ નું દબદબાભર્યું સફળ આયોજન કરવામાં આવેલ હતું.
ત્રિદિવસીય સમારોહ દરમ્યાન યોજાયેલ પ્રેઝન્ટેશન્સ, પ્રદર્શનો, ચર્ચાસત્રો, મનોરંજન અને સાહિત્યિક કાર્યક્રમોનો સ્તાપત્યકલા તથા આનુસંગિક વિષયો સંલગ્ન વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, પ્રેક્ટીસિંગ આર્કિટેક્ટસ, એન્જીનીયર્સ, અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, તેમજ વિશાળ સંખ્યામાં જનસામાન્યએ લાભ ઉઠાવેલ હતો.
સમારોહ ના મુખ્ય મહેમાન એવા લોકભારતી યુનીવર્સીટી ફોર રૂરલ ઇનોવેસન ના વાઈસ પ્રોવોસ્ટ ડો.વિશાલ ભાદાણીના શુભ હસ્તે મંચસ્થ મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ-પ્રાગટય થકી સમારોહને ખુલ્લો મુકવામાં આવેલ હતો. ઉદઘાટન સમારોહમાં સ્ટુડંટ કાઉન્સિલના સભ્યો દ્વારા મહેમાનોનું સ્વાગત તેમજ મેલાન્જ મહોત્સવની થીમ ‘કનેક્ટીંગ ડોટ્સ’ની વિભાવનાનું વિવરણ કરવામાં આવેલ હતું. સંસ્થાના નિયામકશ્રી આર્કિ.કિશોરભાઈ ત્રિવેદીએ પ્રસંગોચિત ઉદબોધનમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવેલ કે ‘આ તમારો કાર્યક્રમ છેં અમો તો મહેમાન છીએ’ તેમજ ઉપસ્થિત સર્વેનો આભાર માની ‘ઇપ્સા’ ના સીલ્વેર જ્યુબીલી વર્ષ તથા તે દરમ્યાન યોજાનાર અનેકવિધ કાર્યક્રમો અંગે જાણકારી તેમજ આગામી સમયમાં ‘ઇપ્સા’ના અન્ય સંસ્થાઓ સાથેના જોડાણની રૂપરેખા આપેલ હતી, તેમજ દેશની ટોંચની 20 આર્કિટેક્ચર કોલેજમાં ‘ઇપ્સા’એ મેળવેલ સ્થાનની ગોંરવભરી જાહેરાત કરેલ હતી. વી.વી.પી.ટ્રસ્ટના ઇન્ચાર્જ ચેરમેન શ્રી ડો.નરેન્દ્રભાઈ દવેએ પોતાના ઉદબોધનમાં લોકઉપયોગી સંકલ્પ થકી ૧૭૦ થી વધુ પૂલનું નિર્માણ કરનાર પદ્મશ્રી વિજેતા વ્યક્તિનું પ્રેરણાદાયી ઉદાહરણ વિદ્યાર્થીઓને આપી સંકલ્પ સભર બનવા પ્રોત્સાહિત કરતા સમજાવેલ કે મનુષ્ય દ્રઢ સંકલ્પ કરેતો અશક્ય લગતી બાબતને પણ શક્ય બનાવી શકે છેં.
સમારોહના મુખ્ય મહેમાન તથા પ્રખર વક્તા શ્રી ડો.વિશાલ ભાદાણીએ ન્યુરોલોજી, આર્ટીફીસીઅલ ઇન્ટેલિજન્સ, સોસીયલ મીડિયા, સમાજ, એતિહાસિક તથ્યો, તેમજ વિદ્યાર્થીઓના ભાવી એજેંડા, વિગેરે અંગે મનનીય અને વિદ્વતાસભર વક્તવ્ય આપેલ હતું, જેમાં ‘મેલાન્જ’ની થીમ ‘કનેકટીંગ ડોટ્સ’ શબ્દના ઉદગમ નું સ્થાપત્યકલા સાથેનું રસપ્રદ જોડાણ ઉજાગર કરી, વિદ્યાર્થીઓને પોતાના વ્યવસાયમાં જે ડોટ્સને સમજીને જોડવાના છેં તેમજ જે ડોટ્સને કાઢી નાખવાના છેં તેવા વિવિધ પરિબળો રૂપી ડોટ્સની તલસ્પર્શી માહિતી આપી ભવિષ્યમાં પ્યોરીટી, ક્લેરિટી, તેમજ શ્યોરીટીના ગુણો કેળવી ઉજ્જવળ ભવિષ્યના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા હેતુના ચિરંતન મનોમંથનનું ભાથું પૂરું પડેલ હતું. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો દ્વારા સંસ્થાની યર બૂક ‘ક્રોનિકલ’નું અનાવરણ કરવામાં આવેલ હતું. ઉદઘાટન સમારોહ બાદ વિદ્યાર્થી કૃતિઓ તેમજ પ્રોફે.પર્સી આદીલ પીઠાવાલાના પ્રોજેક્ટ્સના પ્રદર્શનોને ખુલ્લા મુકવામાં આવેલ હતા. સમારોહના પ્રથમ દિવસે બપોર બાદ વિદ્યાથીઓ કૃત ‘થોટ્સ ઓન ધ ડોટ્સ’ કાર્યક્રમ, અમદાવાદના આર્કિ.હિરેન પટેલ તેમજ શ્રીલંકાના આર્કિ.પલીંડા કન્નનગરાના પ્રેઝન્ટેશન અને મ્યુઝીક બેન્ડના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું.
મહોત્સવના બીજા દિવસે વર્કશોપ, ‘થોટ્સ ઓન ધ ડોટ્સ’, બેંગલુરુના આર્કિ.સેન્થીલકુમાર દોસ, પુનાના ઇન્ટીરીઅર ડીઝાઈનર પ્રતાપ જાદવ, તેમજ વડોદરાના આર્કિ.પ્રોફે.પર્સી આદીલ પીઠાવાલાના પ્રેઝન્ટેશન અને પ્રખ્યાત લોક ગાયક શ્રી ઓસ્માણ મીરના સંગીત કાર્યક્રમના આયોજન કરાયેલ હતા.
મહોત્સવના ત્રીજા દિવસે અમદાવાદના આર્કિ.આનંદ સોનેચા, સુરતના આર્કિ.નોમાન મલિક, બેલગાવના આર્કિ.પ્રવીણ બાવડેકર, તેમજ બેંગલુરુના આર્કિ.મીતા જૈનના પ્રેઝન્ટેશન, ‘કલા કલેકટીવ’ ની સહભાગિતા સાથેનો શ્રી જગદીશ ચીતારાનો વર્કશોપ, ‘ઓન ધ સ્પોટ’નામક મનોરંજક વિદ્યાર્થી રમતો, તેમજ સાંસ્કૃતિક સંધ્યાના કાર્યક્રમોને લોકોએ મનભરીને માણ્યા હતા. ‘મેલાન્જ-૨૪’ના ત્રણેય દિવસો દરમ્યાન યોજાયેલ અનેકવિધ કાર્યક્રમોનો ઉપસ્થિત વિશાળ જનસમૂહએ અવિરતપણે લાભ લીધેલ હતો.
‘મેલાન્જ-૨૪’ના સમગ્ર આયોજનને સફળ બનાવવા ટ્રસ્ટના તટ્રસ્ટીગણ સર્વેશ્રી કૌશિકભાઈ શુક્લ, શ્રી હર્શલભાઈ મણીયાર, શ્રી ડો.સંજીવભાઈ ઓઝા, શ્રી ડો.નરેન્દ્રભાઈ દવે, શ્રી ડો.નવીનભાઈ શેઠના વડપણ હેઠળ તથા સંસ્થાના નિયામકશ્રી આર્કિ.કિશોરભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ઇન્દુભાઇ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર ના આચાર્ય અને ડીન શ્રી આર્કિ.દેવાંગભાઈ પારેખ તથા કિચ સ્કૂલ ઓફ ડિઝાઈનના આચાર્ય સુ.શ્રી શૈલીબહેન ત્રિવેદી, સ્ટુડંટ કાઉન્સિલના સદસ્યો તેમજ સ્ટાફ મેમ્બર્સએ ભારે જહેમત ઉઠાવેલ હતી. મહોત્સવના સફળ આયોજન બદલ ટ્રસ્ટીગણ એ સર્વે કર્મચારી તથા વિદ્યાર્થીગણ ને બીર્દાવેલ હતા.