Rajkot તા.૧૮
સૌરાષ્ટ્રની સૌપ્રથમ અને આર્કિટેક્ચરનું શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા એવી શ્રી ઈન્દુભાઈ પારેખ સ્કુલ ઓફ આર્કિટેક્ચર ની સ્થાપનાના મૂળમાં એક વિચારબીજ રહેલ હતું. એ બીજ અંતર્ગત આ સંસ્થાના વિદ્યાર્થીઓ આર્કિટેક્ચર અને ડિઝાઇનિંગ ક્ષેત્રના વૈશ્વિક પ્રવાહો અને આધુનિક વિચારોના સઘન અભ્યાસ દ્વારા અને સૌરાષ્ટ્ર પ્રદેશના લોકોને અનુકૂળ આર્કિટેક્ચર અને ડિઝાઇનિંગના વિકલ્પો તૈયાર કરશે અને અહીંના પ્રશ્નોને હલ કરવાના હેતુથી પ્રદાન કરશે કાર્ય કરશે. એ વિચારને આત્મસાત કરી એના અમલ દ્વારા સ્થાપનાના પ્રથમ વર્ષથી લઇ આ સંસ્થા વિદ્યાર્થીઓને તો કારકિર્દીનો એક ઉત્તમ અવસર અને વ્યવસાયિક જ્ઞાન તો આપી જ રહી છે, સાથોસાથ અહીંના જનસમુદાયની પણ ચિંતા અને આર્કિટેક્ચર-સ્થાપત્યકલા અને ડિઝાઇનિંગ(સંરચના) ના સિદ્ધાંતો અને સંશોધન મુજબ તેના ઉકેલ માટે પ્રયત્નશીલ છે. અહીંના વિદ્યાર્થીઓને અભ્યાસની સાથોસાથ રચનાત્મક પ્રવૃતિઓ માટે પણ પ્રોત્સાહિત કરાય છે અને એમની ભીતર રહેલ પ્રતિભાને ઉજાગર કરવામાં આવે છે. વિદ્યાર્થી પ્રતિભાના નિદર્શનના પ્લેટફોર્મ સમાન આવી જ એક પ્રવૃત્તિ એટલે .
એ ના વિદ્યાર્થીઓ દ્વારા હર સાલ યોજાતી ઇવેન્ટ એટલે કે વાર્ષિકોત્સવ છે. ડાયનેમિક થીંકીંગ ધરાવતા વિદ્યાર્થીઓ તેમના નિષ્ણાંત માર્ગદર્શક અધ્યાપકો સાથે વિમર્શ કરી આ ઇવેન્ટનું થીમ પ્રતિવર્ષ બદલતા રહે છે. આ વર્ષે તારીખ ૨૦-૨૧-૨૨ ડિસેમ્બર એમ ત્રણ દિવસ કાલાવડ રોડ પર આવેલ ના કેમ્પસ ખાતે આ ઇવેન્ટ યોજાશે. ૨૦૨૪ ના ઉદૃઘાટન સમારોહના મુખ્ય અતિથિ તરીકે લોકભારતી યુનિવર્સીટી ફોર રૂરલ ઇનોવેશન-સણોસરાના વાઇસ પ્રોવોસ્ટ ડૉ. વિશાલ ભાદાણી રહેશે.આ વર્ષનું થીમ છે – . સાઈટ, નિર્માણનો ઉદ્દેશ, પ્રશ્નો અને પ્રોજેક્ટ આ બધાં મહત્વના મુદ્દાઓ છે. ક્યા દ્રષ્ટિબિંદુથી પ્રારંભ કરવો અને કયું પાસું સૌથી પડકાર જનક છે? આ અલગ અલગ પાસાઓને ધ્યાનમાં રાખી અને ડિઝાઇન અને સ્થાપત્યની શક્તિ દ્વારા આ પડકારને કઈ રીતે ઝીલી શકાય? એ અંગે -૨૦૨૪ માં વિમર્શ થશે. અહીં વિવિધ દ્રષ્ટિબિંદુઓ જેવા કે સમાજ, પર્યાવરણ, જીવનશૈલી, ઉર્જા, પરિવારજીવન વગેરેનો વિનિયોગ કરી અને મૂલ્યો આધારિત સમાજજીવનના ઘડતર અને તે વધુ સુવિધામય પરંતુ મૂલ્યવાન બને અને આર્કિટેક્ચર કે ડિઝાઇન પ્રવૃતિઓમાં મૂલ્યો અંગે સભાનતા અને જાગૃતિ આવે તે અંગે વૈશ્વિક મનોમંથન થશે. ઇવેન્ટના ભાગરૂપે જ વિદ્યાર્થીઓની કૃતિઓના અને પ્રોફે પર્સી આદિલ પીઠાવાલાના ગણમાન્ય પ્રોજેક્ટ્સના એક્ઝિબિશનનું પણ આયોજન છે
૨૦૨૪ માં સુખ્યાત આર્કિટેકટ્સ અને ઇન્ટિરિયર ડિઝાઇનર્સ તેમજ આ વિષયના વિદ્વાન પ્રોફેસર્સનું રાજકોટમાં આગમન થશે અને તેઓ પોતાના સંશોધનો અને તારણો રજૂ કરશે. અમદાવાદથી શ્રી હિરેન પટેલ, શ્રીલંકાના શ્રીજયવર્દનેપુરાથી શ્રી પલિન્દા કન્નનગારા, બેંગાલુરુથી શ્રી સેન્થીલ કુમાર દોસ તથા શ્રી મીતા જૈન, બેલગાવી(કર્ણાટક) થી શ્રી પ્રતાપ બાવડેકર, પૂણેથી ઇન્ટિરિયર ડિઝાઇન નિષ્ણાંત શ્રી પ્રતાપ જાધવ, , વડોદરાથી પ્રોફે. પર્સી આદિલ પીઠાવાલા, અમદાવાદથી આનંદ સોનેચા તથા આર્કિટેક્ચર-ફોટોગ્રાફર શ્રી નૌમાન મલિક જેવા તજજ્ઞો સમારોહના મંચ પર મંથન કરશે.