સરકારી એકમો પાસેથી સર્વિસ ટેક્સના રૂ.૮.૯૦ કરોડનો ઉઘરાવીને સરકારની તિજોરી ને ચૂનો ચોપડયો
Rajkot,તા.07
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સહિત ઓફિસને મેન પાવર સપ્લાય કરતી એક્સઆરએકસ એચઆર સર્વિસિસ પ્રા.લી. દ્વારા ઉઘરાવેલા વેરો ચાઉં કરી જવના ગુનામાં જેલ હવાલે કંપનીના મેનેજીંગ ડાયરેક્ટરની હાઇકોર્ટે શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો છે
આ કેસની હકીકત મુજબ રાજ્યભરના વિવિધ સરકારી કચેરી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, જિલ્લા પંચાયતો, ક્લેક્ટર ઓફિસ, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસ, વિગેરેને મેન પાવર સપ્લાય કરતી કંપની એક્સઆરએકસ એચઆર સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડના ધંધાના સ્થળે સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. સર્ચ ઓપરેશનના અંતે સીજીએસટી વિભાગ દ્વારા સમગ્ર તપાસ દરમ્યાન વેપારી દ્વારા સર્વિસ પેટે સરકારી એકમો પાસેથી રૂ.૮.૯૦ કરોડનો જીએસટી ઉઘરાવીને સરકારની તિજોરીમાં ડિપોઝિટ ન કરેલું હોવાનું ધ્યાને આવેલ. તદ્ઉપરાંત કંપનીનું જીએસટી રજીસ્ટ્રેશન તા. ૦૧/૦૪/૨૦૧૯ થી પત્રકો તથા વેરો ન ભરવાના કારણોસર રદ્ થઈ ગયા બાદ પણ ધંધો ચાલુ રાખેલ હોવાનું અને જીએસટી ઉઘરાવવાનું પણ ચાલુ રાખેલ હોવાનું ધ્યાને આવેલ. બાદ વેપારી વિરભદ્રસિંહ ચૌહાણની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો. વેપારી દ્વારા પોતાના વકીલ મારફત ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ હાઇકોર્ટે વેપારીને શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો છે.
આ કેસમાં વેપારી વિરભદ્રસિંહ ચૌહાણ વતી ગુજરાત હાઇકોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી અપૂર્વ એન. મહેતા અને જયદીપ એમ. કુકડીયા રોકાયા હતા.