Rajkot,તા.20
તા.23મી એ પોથીયાત્રા વિરાણી હાઇસ્કૂલથી શરૂ થાય ત્યાંથી કથાસ્થળ સુધી અલગ અલગ ટ્રેડિશનલ રંગોળી ઓર્ગેનિક રંગોથી સજાવવામાં આવશે વળી કથાસ્થળે વિશાળ કદની હનુમાનજીની રંગોળી બનાવવામાં આવશે તો સ્વાગત કક્ષમાં પણ અયોધ્યાના રામ લલ્લાની રંગોળી ફ્લાવરના ડેકોરેશનથી તૈયાર કરવામાં આવશે સાથે સાથે પૂ.મોરારિબાપુનું પોટ્રેટ પણ બનાવાશે.
કિંજલબેને જણાવ્યું હતું કે 22મી નવેમ્બરે આખી રાત રંગોળીનું કામ ચાલશે. કથાસ્થળની 2 રંગોળી નિયમિત રિતે અલગ અલગ પ્રકારની બને એવા પ્રયાસ પણ કરવામાં આવશે. જોનાર માટે એક સામાન્ય રંગોળી હોય છે પણ રંગોળી તૈયાર કરનાર કલાકાર માટે પોતાનો ભાવ નિચોવવાનો હોય છે માટે લોકોએ રંગોળી વિખાય નહિ એવો પ્રયાસ કરવો જોઈએ.
કિંજલબેને ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે અને હાલ તેઓ પ્રોફેશનલ રંગોળી આર્ટિસ્ટ તરીકે કામ કરે છે તેઓ સાળંગપુરના હનુમાનજીના વાઘા તૈયાર કરે છે અને બાગેશ્વર બાબા રાજકોટ આવ્યા એ વખતે પણ તેમણે રંગોળી બનાવી હતી.
વૃદ્ધ અને વૃક્ષ બંને છાયા આપે છે. રાજકોટમાં વડીલો અને વૃક્ષોનાં લાભાર્થે વૈશ્વિક રામકથા “માનસ સદભાવના”નું આયોજન કરાયું છે. 23 નવેમ્બરથી શરૂ થનારી આ કથાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે હાલમાં ત્રણ હજાર કાર્યકર્તાઓની ફોજ તૈનાત છે. જેમાં ઉદ્યોગપતિ, વેપારીઓ, સીએ, ડોક્ટરો, વકીલો તેમજ દરેક સમાજના શ્રેષ્ઠીઓ, દરેક સ્તરનાં કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે રેસકોર્સ ખાતે જ કાર્યાલય શરૂ કરાયું છે. જે સવારથી લઈને રાત સુધી ધમધમે છે.