Brisbane,તા.17
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે સોમવારે કહ્યું કે, મોહમ્મદ સિરાજ પીડામાં હોવા છતાં બોલિંગ કરી રહ્યો છે. બુમરાહે કહ્યું, ’અમે આ વિશે વાત કરી છે. જો કે, આ વાતચીત અહીં આવતાં પહેલાં થઈ હતી.
બુમરાહે કહ્યું કે, સિરાજ પર્થમાં અને છેલ્લી મેચમાં ખૂબ જ સારી સ્થિતિમાં હતો. તે સારી બોલિંગ કરી રહ્યો છે અને તેણે કેટલીક વિકેટ પણ લીધી છે. હું તેને શ્રેય આપવા માંગુ છું કારણ કે તેને પીડા હોવા છતાં બોલિંગ કરવાનું ચાલું રાખ્યું હતું.
તે જાણે છે કે, જો તે ડ્રેસિંગ રૂમમાં જશે અને બોલિંગ નહીં કરે તો તેનાથી ટીમની મુશ્કેલીઓ વધી જશે. તેની પાસે હિંમત છે અને તેને લડવાનું પસંદ છે.