Mumbai,તા.29
અલ્લુ અર્જુન અભિનીત મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા 2 ને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી U/A પ્રમાણપત્ર મળ્યું છે. જે 12 વર્ષ અને તેથી વધુ ઉંમરનાં દર્શકોને ફિલ્મ જોવાની પરવાનગી આપે છે. બાળકો માટે વાલીઓના માર્ગદર્શનની સલાહ આપવામાં આવી છે.
U/A પ્રમાણપત્ર સૂચવે છે કે પુષ્પા 2 માં કેટલાક દ્રશ્યો છે જે કદાચ બાળકો માટે યોગ્ય ન હોય, પરંતુ એકંદરે, તે માતાપિતાની દેખરેખ હેઠળ જોઈ શકાય છે. સેન્સર બોર્ડ તરફથી U/A પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા પછી, અલ્લુ અર્જુને નવું પોસ્ટર શેર કર્યું અને સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી.
પુષ્પા 2 એ બ્લોકબસ્ટર પુષ્પા ધ રાઇઝની સિક્વલ છે, જે 2021 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણાં રેકોર્ડ તોડ્યાં હતાં અને દર્શકોએ પણ ફિલ્મને ખૂબ પસંદ કરી હતી, તેથી જ દર્શકો પુષ્પા 2 ની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.
આ ફિલ્મનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 5 ડિસેમ્બર, 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.આ ફિલ્મમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફહાદ ફાસિલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.